ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા અચાનક પહોંચ્યા જયપુર, મોતી ડુંગરી મંદિરમાં કરી પૂજા - કોંગ્રેસ

રોબર્ટ વાડ્રા સ્પાઇસ જેટની ફ્લાઈટમાં સવારે 7.20 કલાકે દિલ્હીથી જયપુર એરપોર્ટ પહોંચ્યા બાદ પ્રથમ પૂજનીય મોતી ડુંગરી ગણેશ મંદિરે માથું ઝુકાવ્યું હતું. વાડ્રાએ મંદિરના દરવાજા પર સ્વસ્તિક બનાવ્યું અને ગણપતિ બાપ્પાના પ્રિય મોદક પણ અર્પણ કર્યા.

ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા અચાનક પહોંચ્યા જયપુર
ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા અચાનક પહોંચ્યા જયપુર

By

Published : Feb 26, 2021, 12:36 PM IST

  • રોબર્ટ વાડ્રા સ્પાઇસ જેટની ફ્લાઈટમાં સવારે 7.20 કલાકે દિલ્હીથી જયપુર પહોંચ્યા હતાં
  • જયપુરમાં તે સીધા ત્રિમૂર્તિ સર્કલ સ્થિત હોટલ ગ્રાન્ડ યુનિઆરા પહોંચ્યા
  • વાડ્રાએ મંદિરમાં ગણપતિ બાપ્પાના પ્રિય મોદક પણ અર્પણ કર્યા હતાં

જયપુર:કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા શુક્રવારે સવારે અચાનક જ જયપુર પહોંચ્યા હતાં. રોબર્ટ વાડ્રા સ્પાઇસ જેટની ફ્લાઈટમાં સવારે 7.20 કલાકે દિલ્હીથી જયપુર એરપોર્ટ પહોંચ્યા હતા. તે પછી તે સીધા ત્રિમૂર્તિ સર્કલ સ્થિત હોટલ ગ્રાન્ડ યુનિઆરા પહોંચ્યા અને ત્યાં થોડી વાર રોકાઈને પ્રથમ પૂજા દરબારમાં હાજરી આપી હતી.

વાડ્રાએ મોતી ડુંગરી ગણેશ મંદિરે માથું ઝુકાવ્યું

રોબર્ટ વાડ્રાએ સવારે 8.20 વાગ્યે પ્રથમ પૂજનીય મોતી ડુંગરી ગણેશ મંદિરે માથું ઝુકાવ્યું હતું. લગભગ 15 મિનિટ સુધી મંદિરમાં રોકાયા બાદ, વાડ્રાએ પ્રથમ પૂજા જોઈને સુખ અને સમૃદ્ધિની કામના કરી હતી. તે દરમિયાન, મંદિરના મહંત કૈલાશ શર્માએ પણ વિશેષ પ્રાર્થના કરી હતી. તે જ સમયે, રોબર્ટ વાડ્રાએ મંદિરના દરવાજા પર સ્વસ્તિક બનાવ્યું અને ગણપતિ બાપ્પાના પ્રિય મોદક પણ અર્પણ કર્યા. મંદિરના મહંત કૈલાસ શર્માએ રોબર્ટ વાડ્રાને સન્માનિત કર્યા હતા. ગણેશજીની તસ્વીર પણ રજૂ કરી, હાથમાં દોરો બાંધી અને પ્રસાદ આપ્યો હતો. જોકે, આ દરમિયાન મંદિરમાં કોઈ કોંગ્રેસના નેતા અને કાર્યકર તેમની સાથે જોવા મળ્યા ન હતા.

ABOUT THE AUTHOR

...view details