બેલાગવી:કર્ણાટકની કોકા કોર્ટે (Coca Court of Karnataka) અંકોલાના વેપારી આરએન નાયકની હત્યા કેસમાં (Businessman Murder case) અંડરવર્લ્ડ ગેંગસ્ટર બનાંજે રાજા અને 9 લોકોને દોષિત ઠેરવ્યા છે. જજ સીએમ જોશીએ સજા અનામત રાખી છે અને 4 એપ્રિલે સજાની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે રાજ્યમાં આ પ્રથમ કોકા કેસ હતો.
આ પણ વાંચો:રાયગઢ કોર્ટમાં ભગવાન શિવ થયા હાજર, ભોલેનાથને મળી 'તારીખ પે તારીખ'
આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા : કોર્ટે 6ઠ્ઠા, 11માં અને 16માં આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 6ઠ્ઠા આરોપી કેરળના રાબદિન ફિચાઈ, બેંગલુરુના મોહમ્મદ શબંદરી 11માં આરોપી હતા અને ઉત્તર કન્નડના 16માં આરોપી આનંદ રમેશને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 2જો આરોપી ઉત્તર પ્રદેશનો જગદીશ પટેલ છે. 3જો આરોપી બેંગલુરુનો અભિ ભંડારા, 4થો આરોપી ઉડુપીનો ગણેશ ભજંત્રી, 5મો આરોપી કેરળનો કેએમ ઈસ્માઈલ, 7મો આરોપી મહેશ અછાંગી હસનનો, 8મો આરોપી કેરળનો સંતોસા એમબી અને 9મો આરોપી ઉડુપીનો બનાન્જે રાજા છે. 10મો આરોપી જગદીશ ચંદ્રરાજ છે.
આ પણ વાંચો:Liquor smuggling in ST Bus Ahmedabad: ST બસમાં દારૂની હેરાફેરી, વિદેશી દારૂની 52 બોટલો સાથે ડ્રાઇવરની ધરપકડ
રાજ્યમાં પ્રથમ કોકા કેસ :21 ડિસેમ્બર 2013ના રોજ અંગોલામાં આરએન નાયક હત્યા કેસમાં આરોપીઓ વિરુદ્ધ COCA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. રાજ્યમાં આ પ્રથમ કોકા કેસ હતો. સરકાર વતી સ્પેશિયલ પ્રોસિક્યુટર કેજી પુરાણિકમથ અને એડિશનલ પ્રોસિક્યુટર શિવપ્રસાદ આલ્વા હાજર થયા હતા.