નવી દિલ્હીઃદિલ્હીના કથિત એક્સાઈઝ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે મોડી રાત્રે વેપારી દિનેશ અરોરાની મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરી હતી. ED શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરોરાને રજૂ કરશે. આ પહેલા સીબીઆઈએ દિનેશ અરોરાની પણ ધરપકડ કરી હતી પરંતુ, દિનેશ સરકારી સાક્ષી બની ગયો હતો. તેમણે એક્સાઈઝ કૌભાંડની તમામ માહિતી આપવાની વાત કરી હતી.
સહાકાર આપવા આદેશઃ આ કેસની તપાસમાં સહકાર આપવા પણ ટાંક્યું હતું. આ પછી સીબીઆઈએ દિનેશ અરોરા સામેનો કેસ ખતમ કરવાની તૈયારી શરૂ કરી દીધી. તારીખ 8મી જૂને થયેલી સુનાવણીમાં દિનેશ અરોરા સામે જારી કરાયેલી લુકઆઉટ નોટિસ પાછી ખેંચી લેવાનું કહેવામાં આવ્યું હતું. નવેમ્બર 2022માં કોર્ટે અરોરાને સીબીઆઈના સાક્ષી બનવાની મંજૂરી આપી હતી.
કોના કોના નામઃ દારૂ કૌભાંડમાં CBI અને EDએ કુલ 29 લોકોની ધરપકડ કરી છે. જેમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટીના સંચાર વિભાગના અધ્યક્ષ વિજય નાયર અને ઘણા દારૂના ધંધાર્થીઓ સામેલ છે. જેમાં દિનેશ અરોરા અને શરદ પી રેડ્ડી સરકારી સાક્ષી બન્યા છે. આ સિવાય ગૌતમ મલ્હોત્રા, રાજેશ જોશીને કોર્ટમાંથી નિયમિત જામીન મળ્યા છે. સાથે જ શરદ પી રેડ્ડી અને રાઘવ મગુંટાને વચગાળાના જામીન મળી ગયા છે. બાકીના આરોપીઓ જેલમાં છે.
જામીન માટે પ્રયાસ ચાલુંઃ જામીન માટે પ્રયાસ કરી રહ્યા છે. ED અને CBI બંને કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી રાઉઝ એવન્યુ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગુરુવારે સિસોદિયાએ ED અને CBI બંને કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પહેલા મનીષ સિસાદિયા પણ લીકર કેસને લઈને કોર્ટમાં હાજર થયા હતા. એ પહેલા એમની ઓનલાઈન સુનાવણી કરાઈ હતી. જોકે, આ કેસમાં હજુ કેટલાક બીજી લોકો પણ જોડાયેલા હોવાની ઈડીને આશંકા છે.
- Manish Sisodia Issue: કેજરીવાલને વિપક્ષનો ટેકો, વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
- વિજય નાયરની ધરપકડ પર CM અરવિંદ કેજરીવાલે BJPને ઘેર્યું