અયોધ્યા (ઉત્તર પ્રદેશ):શુક્રવારે લખનૌ ગોરખપુર હાઇવેના અયોધ્યા કોતવાલી ક્ષેત્રમાં પેસેન્જર બસ અને ટ્રક સાથે અથડાતા માર્ગ અકસ્માતમાં સાત મુસાફરોના મોત થયા હતા. ઉપરાંત 40થી વધુ ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અયોધ્યાથી આવી રહેલી ખાનગી બસ આંબેડકરનગર તરફ જવા માટે હાઈવે પર વળાંક લઈ રહી હતી ત્યારે સામેથી આવી રહેલી એક ટ્રક સાથે અથડાઈ હતી.
Accident In Ayodhya: હાઈવે પર બસ અને ટ્રકની ટક્કરથી 7ના મોત, 40 ઘાયલ
અયોધ્યાથી આવી રહેલી ખાનગી બસ આંબેડકરનગર તરફ જવા માટે હાઈવે પર વળાંક લઈ રહી હતી ત્યારે સામેથી આવતી ટ્રક સાથે અથડાતા ખમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં સાત લોકોના મોત: અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રક પલટી મારી ગઈ અને બસ તેની નીચે દબાઈ ગઈ. અયોધ્યાના ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર અજય રાજાના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું હતું કે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે પીટીઆઈને જણાવ્યું હતું કે ઘાયલોની સારવાર માટે એક ડઝનથી વધુ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. કુમારે કહ્યું કે, જિલ્લા અધિકારીઓ હજુ પણ દુર્ઘટનાગ્રસ્ત વાહનમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી રહ્યા છે.
ચારધામ યાત્રા 2023 આજથી શરૂ, ખુલશે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા, કુદરતે કર્યુ બરફનું શણગાર
યોગી આદિત્યનાથે ટ્વિટર પર દુઃખ વ્યક્ત કર્યું:આ ઘટના પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટર પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે જિલ્લા પ્રશાસનને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. "UPCM @myogiadityanath જીલ્લા અયોધ્યામાં માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. મૃતકના આત્માને શાંતિની કામના કરતા, મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લાના અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે વહીવટીતંત્ર ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જાય અને તેમને યોગ્ય સારવાર પૂરી પાડે અને રાહત કાર્યને વેગ આપે. સાથે જ ઈજાગ્રસ્તોની ઝડપથી સ્વસ્થતા માટે પણ શુભેચ્છા પાઠવી,” મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું.