ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gujarat devotees Bus accident: રૂરકી મેંગ્લોર હાઇવે પર ગુજરાતના શ્રદ્ધાળુઓની બસને નડ્યો કાળમૂખો અકસ્માત - मंगलौर हाईवे पर पलटी श्रद्धालुओं की बस

હરિદ્વારથી મથુરા ગુજરાતના (Gujarat devotees Bus accident) શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ગઈકાલે રાત્રે મેંગ્લોર હાઈવે પર પલટી જતાં 1 મહિલાનું કરુણ મૃત્યુ થયું હતું અને 5 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. તે જ સમયે એક બાઇક સવાર યુવક પણ બસની અડફેટે આવી ગયો, જેનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.

Gujarat devotees Bus accident: રૂરકી મેંગ્લોર હાઇવે પર ગુજરાતના શ્રદ્ધાળુઓની બસને નડ્યો કાળમૂખો અકસ્માત
Gujarat devotees Bus accident: રૂરકી મેંગ્લોર હાઇવે પર ગુજરાતના શ્રદ્ધાળુઓની બસને નડ્યો કાળમૂખો અકસ્માત

By

Published : Apr 24, 2022, 1:36 PM IST

રૂરકી: ગુજરાતના શ્રદ્ધાળુઓથી (Gujarat devotees Bus accident) ભરી હરિદ્વારથી મથુરા જઈ રહેલી બસ ગઈકાલે રાત્રે મેંગ્લોર હાઈવે (Roorkee Mangalore Highway ) પર બેકાબૂ થઈને પલટી ગઈ હતી, આ અકસ્માતમાં 1 મહિલાનું મોત થયું હતું અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે 1 બાઇક સવાર યુવક પણ બસની અડફેટે આવી ગયો હતો. જેને રૂરકી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Gujarat devotees Bus accident: રૂરકી મેંગ્લોર હાઇવે પર ગુજરાતના શ્રદ્ધાળુઓની બસને નડ્યો કાળમૂખો અકસ્માત

ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓની એક બસઃ સિવિલ હોસ્પિટલમાં દાખલ યુવકની ગંભીર હાલતને જોતા તેને ઉચ્ચ કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓની એક બસ (Roorkee devotee bus accident) હરિદ્વાર સ્નાન માટે આવી હતી, ગઈકાલે રાત્રે તમામ મુસાફરો મથુરા પરત ફરતા હતા કે, બસ મેંગલોર-કોતવાલી નજીક હાઈવે પર પહોંચી ત્યાં જ બસ બેકાબૂ થઈને પલટી ગઈ.

વાંચો- Pm modi J&K visit: પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા PM મોદી આજે J-Kની મુલાકાત લેશે

ઘટના (roorkee road accident news ) બાદ ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારબાદ પોલીસે આસપાસના લોકોની મદદથી તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા અને 108ની મદદથી તેમને રૂરકી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી અને બસની ટક્કર થયેલા બાઇક સવારને હાયર સેન્ટરમાં રીફર કર્યો હતો, જ્યાં યુવાનનું પણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવકનું નામ અર્જુન (26) હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે મુંડલાના ગામનો રહેવાસી છે. અન્ય ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

વાંચો- Will Smith in India: શું આ કારણે ઓસ્કર સ્લેપ ગેટ પછી વિલ સ્મિથ ભારતમાં છે?

ABOUT THE AUTHOR

...view details