નવી દિલ્હીઃમોંઘવારીનો માર સામાન્ય જનતા પર પડી રહ્યો છે. મહિલાઓ રસોડામાં જઈ શકે નહીં તેવી સ્થિતી જોવા મળી રહી છે. કારણ કે ઘરવખરીની તમામ વસ્તુઓથી લઈને ખાવા-પિવાની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. પરંતુ આ વચ્ચે તહેવારના સમયમાં લોકોને રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹99.75નો ઘટાડો કર્યો છે.
LPG Cylinder Price: કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં બમ્પર ઘટાડો - Bumper reduction in commercial
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹99.75નો ઘટાડો કર્યો હોવાની વિગતો મળી રહી છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા તેની વેબસાઈટ પર નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. એક બાજૂ તહેવારનો સમય છે તો બીજી બાજુ ભાવ ઓછા થતા લોકોને આંશિક રાહત થઈ છે.
જાણો તમારા શહેરના ભાવઃતમને જણાવી દઈએ કે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલકાતામાં કોમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડરનો દર ₹1895.50 થી ઘટીને ₹1802.50 થઈ ગયો છે. ચેન્નાઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત પહેલા ₹1945.00 હતી પરંતુ હવે તે ₹1852.50 થઈ ગઈ છે. આર્થિક રાજધાની મુંબઈમાં તે ₹1733.50 થી ઘટીને ₹1640 પર આવી ગયો છે. ચેન્નાઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1945.00 રૂપિયાથી ઘટીને 1852.50 રૂપિયા થઈ ગઈ છે.
સિલિન્ડરની કિંમતમાં કેટલો થયો ઘટાડો: રાંધણ ગેસના ભાવમાં વધારા વચ્ચે આ ભાવ ઘટાડો રાહના સમાચાર કહી શકાય. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 19 KG કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 99.75 રૂપિયાનો ઘટાડો થયો છે, ત્યારબાદ રાજધાની દિલ્હીમાં 19 KG કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ₹1,680 થઈ ગઈ છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એલપીજી સિલિન્ડરના ભાવ આજથી (1 ઓગસ્ટ 2023)થી અમલમાં આવ્યા છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને તેની વેબસાઈટ પર નવી કિંમતો અપડેટ કરી છે.