નવી દિલ્હી: 'બુલ્લી બાઈ' એપની તપાસમાં (Bulli Bai App Case) પોલીસને હાથે લાગી મોટી સફળતા. ગિટહબ પર બુલી બાઈના મુખ્ય આરોપી (Neeraj Bishnoi bulli bai app), સર્જક અને બુલી બાઈના મુખ્ય ટ્વિ્ટર એકાઉન્ટ ધારકની IFSO સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસ (Delhi POlice) દ્વારા આસામમાંથી ધરપકડ કરાય છે. આરોપીનું નામ નીરજ બિશ્નોઈ છે.
આરોપી નીરજ બિશ્નોઈ આસામના દિગંબર જોરહાટનો રહેવાસી
આસામમાંથી ધરપકડ કરાયેલો આરોપી નીરજ બિશ્નોઈ આસામના દિગંબર જોરહાટનો રહેવાસી છે. નીરજ બિશ્નોઈ વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ભોપાલમાં B.Techનો વિદ્યાર્થી છે. અગાઉ આ કેસમાં મુંબઈ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં શ્વેતા સિંહ, વિશાલ કુમાર અને મયંક રાવલનો સમાવેશ થાય છે. શ્વેતા સિંહ ઉત્તરાખંડમાંથી પકડાય હતી.
મુંબઈ પોલીસે બુલ્લી બાઈ' એપ કેસમાં ત્રણની ધરપકડ કરી
મુંબઈ પોલીસે બુધવારે કહ્યું કે 'બુલ્લી બાઈ' એપ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુસ્લિમ મહિલાઓની તસવીરો ઓનલાઈન પોસ્ટ કરીને બદનામ કરવામાં આવી રહી હતી. પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે, આરોપીઓએ લોકોને ગેરમાર્ગે દોરવા માટે તેમના ટ્વિટર હેન્ડલ પર શીખ સમુદાયના નામોનો ઉપયોગ કર્યો હતો જેથી તેના માધ્યમથી આરોપીની ઓળખ થઈ શકે નહીં.
18 વર્ષની શ્વેતા સિંહ મુખ્ય આરોપી
આ અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શહેર પોલીસના સાયબર યુનિટ દ્વારા ઉત્તરાખંડમાંથી ધરપકડ કરાયેલી 18 વર્ષની મહિલા શ્વેતા સિંહ મુખ્ય આરોપી છે, જેણે એપનું ટ્વિટર હેન્ડલ બનાવ્યું હતું. તેણીએ દાવો કર્યો હતો કે, સિંહે 12માં ધોરણની પરીક્ષા પાસ કરી છે અને તે એન્જિનિયરિંગ કરવાનું વિચારી રહી હતી. અગાઉ એવો દાવો કર્યો હતો કે, મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ કેસમાં કેટલાક વધુ લોકો સંડોવાયેલા હોવાની આશંકા છે.
મયંક રાવલની ઉત્તરાખંડમાંથી ધરપકડ કરાય