નવી દિલ્હી : દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં દબાણો હટાવવાનું કામ થોડા સમયમાં શરૂ થવાનું (Bulldozer in Shaheen Bagh) છે, પરંતુ તે પહેલા જ હંગામો મચી ગયો છે. કેટલાક સ્થાનિક નેતાઓ અને ત્યાં પહોંચેલા લોકો MCDના બુલડોઝરની સામે બેસી ગયા છે. હાલમાં એમસીડી અને બીજેપી વિરુદ્ધ તેમની નારાબાજી ચાલુ કરવામાં આવી છે.
ગેરકાયદેસર દબાણોને લઈને એક્શન : ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરકાયદેસર દબાણોને લઈને સંપૂર્ણ એક્શન મોડમાં છે. જેને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ ખાસ ઝુંબેશમાં પોલીસ પ્રોટેક્શનના અભાવે કાર્યવાહી થોડા દિવસો માટે સ્થગિત કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફરીથી ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે.