ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP Election Results 2022 : 'બુલડોઝર બાબા' પહોંચ્યા ભાજપ કાર્યાલય, જીતની ઉજવણીમાં ડૂબ્યા કાર્યકરો

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના (UP Election Results 2022) પરિણામો આવતાં જ ભાજપના કાર્યકરો ઉજવણીમાં ડૂબી ગયા છે. ભાજપના કાર્યકરો પાર્ટી કાર્યાલય પહોંચ્યા બાદ જશ્ન મનાવી રહ્યા છે. આ દરમિયાન બુલડોઝર બાબા (Bulldozer Baba) તરીકે ઓળખાતા કાર્યકરો પણ ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા હતા.

UP Election Results 2022 : 'બુલડોઝર બાબા' પહોંચ્યા ભાજપ કાર્યાલય, જીતની ઉજવણીમાં ડૂબ્યા કાર્યકરો
UP Election Results 2022 : 'બુલડોઝર બાબા' પહોંચ્યા ભાજપ કાર્યાલય, જીતની ઉજવણીમાં ડૂબ્યા કાર્યકરો

By

Published : Mar 10, 2022, 2:35 PM IST

લખનઉ:ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના (UP Election Results 2022) પરિણામો આવતાની સાથે જ ભાજપના કાર્યકરોના ચહેરા ખીલવા લાગ્યા છે. ભાજપના સમર્થકો લખનઉમાં રાજ્ય પાર્ટી કાર્યાલય પહોંચ્યા પછી ઉજવણી કરી રહ્યા છે. આ સાથે, હોળી અને દીપાવલી બંનેની ઉજવણી પાર્ટી ઓફિસમાં એકસાથે જોવા મળે છે.

આ પણ વાંચો:UP Election 2022 : ગોરખપુર સદર બેઠકના યોગી આદિત્યનાથની રાજકીય કારકિર્દી

ભાજપ 268 સીટો પર અને સપા 126 સીટો પર આગળ

બુલડોઝર બાબા (Bulldozer Baba) તરીકે ઓળખાતા કાર્યકરો પણ ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા હતા. તેમણે ભાજપની જીતની ઉજવણી કરી હતી. યુપીમાં 403 વિધાનસભા સીટો માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 268 સીટો પર અને સપા 126 સીટો પર આગળ છે. બસપા ત્રણ સીટો પર આગળ છે.

આ પણ વાંચો:Election Result 2022: પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામોને લઈને નેતાઓના નિવેદનો

ABOUT THE AUTHOR

...view details