ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Up Crime: બુલંદશહેરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા, પાડોશીના ઘરમાંથી મળ્યો મૃતદેહ - Rape Case

બુલંદશહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી. આ દરમિયાન, તે અચાનક તેના પરિવારના સભ્યોની નજરથી ગાયબ થઈ ગઈ હતી. યુવકે માસૂમને ભોળવીને પોતાની સાથે લઈ ગયો હતો. બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ બાળકીનો મૃતદેહ પાડોશી યુવકના ઘરેથી મળી આવ્યો હતો.

બુલંદશહેરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા, પાડોશીના ઘરમાંથી મળ્યો મૃતદેહ
બુલંદશહેરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા, પાડોશીના ઘરમાંથી મળ્યો મૃતદેહ

By

Published : Apr 24, 2023, 3:59 PM IST

બુલંદશહેરઃઆજના સમયમાં લોકો ભાન ભૂલ્યા છે. સતત નાની બાળકીઓના દુષ્કર્મના કેસમાં વધારો થઇ રહ્યો છે. જે બાળકી માસૂમ છે તેને પોતાની હેવાનિયતનો શિકાર બનાવી રહ્યા છે. કદાચ આ ભવમાં પોલીસ આવા લોકોને એક વાર માફ કરી શકે. પરંતુ એ માતાની બદદુઆઓ આવા નરાધમ ક્યારેય નહીં છોડે. ફરી એક વાર હવસખોરે હદ હટાવી છે. બુલંદ શહેરના જહાંગીરાબાદમાં રવિવારે રાત્રે ચાર વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી.

4 વાગ્યે અચાનક ગુમ:આ દરમિયાન તે સાંજે 4 વાગ્યે અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. રાત્રે માસૂમનો મૃતદેહ પાડોશી યુવકના ઘરેથી મળી આવ્યો હતો. સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસ પણ પહોંચી ગઈ હતી. યુવકને માર માર્યા બાદ લોકોએ તેને પોલીસને હવાલે કર્યો હતો.પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો Cultivation of Exotic Vegetables: પુલવામાના ખેડૂતે શરૂ કરી વિદેશી શાકભાજીની ખેતી, જાણો વાર્ષિક આવક

બાળકીને ભોળવી:પોલીસ અધિકારી અનવિતા ઉપાધ્યાયે જણાવ્યું કે એક વ્યક્તિનો પરિવાર જહાંગીરાબાદ શહેરના એક વિસ્તારમાં રહે છે. તેમના પરિવારમાં ચાર વર્ષની છોકરી હતી. રવિવારે સાંજે ચાર વાગ્યે બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી. આ દરમિયાન અચાનક પાડોશના એક યુવકે બાળકીને ભોળવીને પોતાની સાથે લઈ ગયો. તે બાળકીને તેના ઘરે લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યો. આ પછી તેના બાળકીના મૃતદેહને પલંગની નીચે છુપાવી દીધો.

આ પણ વાંચો Amritpal's mother claims: મારા પુત્રએ શીખ ડ્રેસમાં આત્મસમર્પણ કર્યું, અમૃતપાલની માતાનો દાવો

હોસ્પિટલમાં દાખલ: તે જ સમયે યુવતીના પરિવારજનો તેને શોધી રહ્યા હતા. તેમ છતાં બાળકી વિશે કોઈ માહિતી મળી શકી નથી. આ પછી પરિવારના સભ્યોએ વિસ્તારમાં રહેતા લોકોના ઘરે જઈને શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પરિવારના સભ્યો પાડોશી યુવકના ઘરે પહોંચ્યા હતા. અહીં બાળકીનો મૃતદેહ પલંગ નીચેથી મળી આવ્યો હતો. જેના પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ આરોપી યુવકને પકડી લીધો. આ પછી તેણે તેને જોરથી માર માર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોએ આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીના ઘરેથી બાળકીના લોહીથી ખરડાયેલા કપડાં પણ કબજે કર્યા છે. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તે જ સમયે, ઘાયલ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details