મુંબઈઃસોમવારે મોડી રાત્રે મુંબઈમાં ચાર માળની રહેણાંક ઇમારત (BUILDING COLLAPSED IN THE KURLA) ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 11 અન્ય ઘાયલ થયા હતા. ફાયર બ્રિગેડના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. કુર્લાની નાઈક મ્યુનિસિપલ સોસાયટીમાં સ્થિત એક રહેણાંક મકાનની 'પાંખ' સોમવારે મોડી રાત્રે તૂટી પડી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઘાયલોને ઘાટકોપર અને સાયનની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા 30 વર્ષીય વ્યક્તિને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
રેસ્ક્યુ વાન ઘટનાસ્થળે તૈનાત: ફાયર બ્રિગેડના કર્મચારીઓ કાટમાળ નીચે ફસાયેલા અન્ય લોકોને શોધવા માટે બચાવ અને શોધ અભિયાન ચલાવી રહ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોએ તેમને કાટમાળ નીચે ફસાયેલા 20 થી 22 લોકો વિશે જાણ કરી જ્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાની માહિતી મેળવ્યા બાદ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે લગભગ 12 ફાયર ટેન્ડરો સિવાય બે રેસ્ક્યુ વાન ઘટનાસ્થળે તૈનાત છે.
આ પણ વાંચો:આજથી GST કાઉન્સિલની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
5 લોકોને બહાર કાઢવામાં આવ્યા:મુંબઈના કુર્લાના નાઈક નગરમાં 4 માળની ઈમારત ધરાશાયી (Mumbai Building Collapse) થઈ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, કાટમાળ નીચે 20-25 લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે. રેસ્ક્યુ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ શેર કરવી પત્રકારને પડી ભારે, પછી શું થયું, જૂઓ
ચારેય બિલ્ડીંગોને BMC દ્વારા નોટિસ આપવામાં આવી: મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, કાટમાળમાંથી 5 લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ચારેય બિલ્ડીંગોને BMC દ્વારા નોટિસ આપવામાં આવી હતી. હજુ પણ કેટલાક લોકો ત્યાં રહેતા હતા. પ્રથમ પ્રાથમિકતા એ છે કે તમામ લોકોને ત્યાથી ખસેડવામાં આવે. મંગળવારે સવારે ભેગા મળીને લોકોને બહાર કાઢીને ડિમોલિશન કરવામાં આવશે. તેમણે લોકોને અપીલ કરી છે કે, જ્યારે પણ BMC નોટિસ આપે ત્યારે તેને ઝડપથી ખાલી કરી દેવી જોઈએ, જેથી આવી ઘટના ન બને.