નવી દિલ્હી: લોકસભામાં આજે બજેટ સત્રની બીજા તબક્કાની કાર્યવાહી શરૂ થયાના થોડા સમય બાદ તેને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ પછી બપોરે કાર્યવાહી શરૂ થતાં જ રાહુલના વિદેશમાં નિવેદનને લઈને ફરી એકવાર હોબાળો શરૂ થઈ ગયો. લગભગ 15 મિનિટ સુધી ગૃહની કાર્યવાહી આ રીતે ચાલી અને ત્યારબાદ લોકસભાના અધ્યક્ષે ગૃહની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દીધી.
ભારતીય લોકશાહી વિશે ટિપ્પણી:સંસદના બજેટ સત્રના બીજો તબક્કામાં શરૂઆતમાં સ્પીકર ઓમ બિરલાએ ચાર દિવંગત ભૂતપૂર્વ સભ્યોના નિધનનો ઉલ્લેખ કર્યો અને સભ્યોએ થોડી ક્ષણો માટે મૌન રહીને શોક વ્યક્ત કર્યો હતો. શાસક પક્ષના સભ્યોએ લંડનમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધી દ્વારા ભારતીય લોકશાહી વિશે કરેલી ટિપ્પણીને વખોડીને માફીની માંગણી કરી હતી. શાસક પક્ષના સભ્યોએ સોમવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પાસે માંગ કરી હતી કે કોંગ્રેસના સાંસદને સંસદમાં આવવા માટે સૂચના આપે.
ગૃહની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત: કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ લંડનમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ભાષણ પર વાત કરી હતી. જેના વિરોધમાં વિરોધ પક્ષના નેતાઓ હોબાળો મચા્યો હતો. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીએ લંડનમાં કહ્યું કે સાંસદોને સંસદમાં બોલવાની મંજૂરી નથી. આ લોકસભાનું અપમાન કરવા પર ગૃહના અધ્યક્ષે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. આપણી લોકશાહીનું અપમાન કરવા બદલ તેમની સામે દેશદ્રોહનો કેસ નોંધવો જોઈએ.
સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર:રાહુલ ગાંધી માફી માગો'ના નારાઆ પછી બીજેપી સાંસદોએ પોતાની બેઠક પરથી 'રાહુલ ગાંધી માફી માગો'ના નારા લગાવવા લાગ્યા. તે જ સમયે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સભ્યો બેઠકની નજીક આવી ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે 'રાહુલ ગાંધી, જે આ ગૃહના સભ્ય છે, તેમણે લંડન જઈને ભારતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.' તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતમાં લોકશાહી સંપૂર્ણ રીતે નાશ પામી છે અને વિદેશી દળોએ આવીને લોકશાહી બચાવવી જોઈએ.