રાયપુરઃ લોકસભામાં બજેટસત્ર ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સામે ભૂપેશ બઘેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર એ વાત હતી કે, એમને સત્તા પર લાવવા એ ખોટી વિચારધારા છે. સત્તા પર પાછા ફરવાની વાત ખોટી લાલચ સમાન છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશને ભ્રષ્ટાચારથી આઝાદી મળી રહી છે. તેજીથી થતો વિકાસ એ ભારત સરકારની ઓળખ બની ગઈ છે. ભારતમાં છેલ્લા બેથી ત્રણ દાયકા અસ્થિરતા રહી હતી. પણ હવે સરકાર પણ સ્થિર છે. બુહમતીની સરકાર રાષ્ટ્રહિતમાં નિર્ણય લેતી સરકાર છે.
આ પણ વાંચોઃ Up woman kidnap: નેતાજીએ ફિલ્મી સ્ટાઈલમાં ઉપાડી પોતાની પ્રેમિકાને, જાણો પછી શું થયું?
શું બોલ્યા મોદીઃવડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશમાં સમયની માંગને અનુસાર કામ કરી રહ્યા છીએ. ભારતે દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવ્યું છે. કરોડો ભારતીયોને ફ્રીમાં વેક્સિન આપી છે. EDએ તમામ વિપક્ષને એક હરોળમાં મૂકી દીધા છે. આવા કેસમાં ઈડીનો આભાર વ્યક્ત કરવો જોઈએ. કારણ કે ચૂંટણીનું પરિણામ પણ આ લોકોને ભેગા કરી શક્યું નહીં. છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે આ મામલે કાઉન્ટર જવાબ આપતા કહ્યું હતું કે, આ દેશમાં પ્રગતિ કોના થકી છે? ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો. શું વિકાસનો માપદંડ માત્ર અદાણી છે?