ગુજરાત

gujarat

BUDGET 2023: પ્રાદેશિક હવાઈ જોડાણ સુધારવા માટે 50 વધારાના એરપોર્ટ બનાવાશે

By

Published : Feb 1, 2023, 2:00 PM IST

બજેટ 2023માં હવાઈ ટ્રાફિકમાં (Budget 2023 on Aviation Industry) સુધારાને લઈને ઘણા મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રાદેશિક એર કનેક્ટિવિટી સુધારવા માટે 50 વધારાના એરપોર્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત હેલીપોડ, વોટર એરો ડ્રોન વિકસાવવામાં (Parliament budget session 2023) આવશે.

BUDGET 2023: પ્રાદેશિક હવાઈ જોડાણ સુધારવા માટે 50 વધારાના એરપોર્ટ બનાવાશે
BUDGET 2023: પ્રાદેશિક હવાઈ જોડાણ સુધારવા માટે 50 વધારાના એરપોર્ટ બનાવાશે

નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે જાહેરાત કરી હતી કે પ્રાદેશિક હવાઈ જોડાણ સુધારવા માટે 50 વધારાના એરપોર્ટ, વોટર એરપોર્ટ અને હેલીપોર્ટ બનાવવામાં આવશે. તેમણે 2023-24નું કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે આની જાહેરાત કરી હતી. આ પગલાથી ચાલી રહેલી UDAN યોજનાને વધુ વેગ મળવાની અપેક્ષા છે, જેનો હેતુ સમગ્ર દેશમાં પ્રાદેશિક જોડાણ સુધારવાનો છે. સીતારમને કહ્યું, "કનેક્ટિવિટી વધારવા માટે 50 વધારાના એરપોર્ટ, એરોડ્રોમ અને હેલિપેડ તેમજ જળમાર્ગો પણ બનાવવામાં આવશે."

એર ઇન્ડિયાનું નોંધપાત્ર ડિસઇન્વેસ્ટમેન્ટ: વર્ષ 2022માં 50 નવા RCS રૂટ શરૂ કરવામાં આવ્યા હતા. UDAN 4.2 અને 4.3 હેઠળ 140 નવા RCS રૂટ આપવામાં આવ્યા હતા. ઓપરેશન ગંગા હેઠળ 90 ઇવેક્યુએશન ફ્લાઇટ્સ ચલાવીને 22500 થી વધુ ભારતીય નાગરિકોને યુક્રેનથી સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા હતા. છેલ્લા દાયકામાં 2022માં ડીજીસીએ દ્વારા જારી કરાયેલા સૌથી વધુ કોમર્શિયલ પાઈલટ લાઇસન્સ (CPL) એર ઇન્ડિયાનું નોંધપાત્ર ડિસઇન્વેસ્ટમેન્ટ પૂર્ણ.

આ પણ વાંચો:Budget 2023: બજેટ પહેલા શેરબજારમાં તેજી, તમામની નજર નાણાપ્રધાનના ભાષણ પર

નાગરિકની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો ઉદ્દેશ:નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, પ્રાદેશિક એર કનેક્ટિવિટી સુધારવા માટે 50 વધારાના એરપોર્ટ, હેલિપોડ્સ, વોટર એરો ડ્રોન, એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડને પુનર્જીવિત કરવામાં આવશે. મલ્ટીપલ ટચ પોઈન્ટ્સ પર ટિકિટ અને આઈડી વેરિફિકેશનની જરૂરિયાત વિના એરપોર્ટ પર સરળ અને મુશ્કેલી મુક્ત અનુભવ પ્રદાન કરવા માટે ડિજી યાત્રા શરૂ કરવામાં આવી હતી. પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ UDAN (ઉડે દેશ કા આમ નાગરિક), નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મુખ્ય કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ ટાયર II અને ટાયર III શહેરોમાં અદ્યતન ઉડ્ડયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી સાથે સામાન્ય નાગરિકની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો છે. UDAN યોજનાએ વર્ષ 2022માં ઘણી નવી મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે.

નવા એરોડ્રોમ લાઇસન્સ જારી કરાયા: 1 જાન્યુઆરી, 2022 અને ડિસેમ્બર 08, 2022 વચ્ચે 50 નવા RCS રૂટ કાર્યરત થયા. કેશોદ, દેવઘર, ગોંદિયા, જયપુર અને અલમોડા (H) ખાતેના 05 એરપોર્ટ/હેલીપોર્ટ કાર્યરત થયા. દેશના પૂર્વોત્તર રાજ્યોમાં 10 નવા RCS રૂટ શરૂ થયા. UDAN 4.2 અને 4.3 હેઠળ 140 નવા RCS રૂટ આપવામાં આવ્યા હતા. UDAN હેઠળ, 16 નવા એરપોર્ટ/હેલિપોર્ટ/વોટર એરોડ્રોમ ઓળખવામાં આવ્યા છે. ડીજીસીએએ અત્યાર સુધીમાં 2022 દરમિયાન દેવઘર, હોલોંગી, જેપોર અને ન્યૂ ગોવા ખાતે નવા એરોડ્રોમ લાઇસન્સ જારી કર્યા છે.

આ પણ વાંચો:Union Budget 2023: દેશમાં ગરીબી, બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે: અધીર રંજન

ડિજી યાત્રા પોલિસી લાગુ: ડિજી યાત્રા પોલિસી એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એરપોર્ટ પર ટિકિટો અને ઓળખના પુરાવાઓની ચકાસણીની જરૂર વગર બહુવિધ ટચ પોઈન્ટ પર મુસાફરોને સીમલેસ અને મુશ્કેલી વિનાની સેવા પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલ પહેલ છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન દ્વારા 01.12.2022 ના રોજ દિલ્હી, બેંગલુરુ અને વારાણસી એરપોર્ટ પર ડિજી યાત્રા શરૂ કરવામાં આવી છે. માર્ચ 2023 સુધીમાં કોલકાતા, પુણે, વિજયવાડા અને હૈદરાબાદ એરપોર્ટ પર આ યોજના લાગુ કરવાની યોજના છે. તબક્કાવાર તમામ એરપોર્ટ પર તેનો અમલ કરવામાં આવશે. DG યાત્રા એપ એન્ડ્રોઇડ તેમજ iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

ABOUT THE AUTHOR

...view details