ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Budget 2023 Highlight: જાણો મોદી સરકારના બજેટની મોટી અને મહત્વની જાહેરાતો - Senior Citizen provision in Budget 2023

કેન્દ્ર સરકારે બજેટ 2023 માં 157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત દેશમાં હવાઈ મુસાફરોની સંખ્યા વધી રહી છે અને એર ટ્રાવેલિંગને ઉત્તેજન આપવા માટે સરકાર 50 નવા એરપોર્ટ તૈયાર કરવા જઈ રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઈન્કમટેક્સમાં 8 વર્ષ પછી મોટી રાહત આપી છે. હવે વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઈન્કમટેક્સ ભરવો નહીં પડે.

budget-2023-highlight-from-new-income-tax-slabs-costlier-cigarettes-to-pan-card-everything-you-need-to-know
budget-2023-highlight-from-new-income-tax-slabs-costlier-cigarettes-to-pan-card-everything-you-need-to-know

By

Published : Feb 1, 2023, 3:16 PM IST

અમદાવાદ: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં કેન્દ્ર સરકારે દરેક સેકટરને લઈને પોતાનું વિઝનની જાહેરાત કરી હતી. દેશમાં એજ્યુકેશન, હેલ્થ, ઇન્ફ્રા. અને કૃષિ ક્ષેત્રે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઈન્કમટેક્સમાં 8 વર્ષ પછી મોટી રાહત આપી છે. હવે વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઈન્કમટેક્સ ભરવો નહીં પડે. જોકે આ માત્ર નવા ટેક્સ સ્લેબ હેઠળ મળશે.

ટેક્સમાં મોટી રાહત

ટેક્સમાં મોટી રાહત:લોકસભામાં બજેટ સત્ર દરમિયાનની અતિ મહત્ત્વની પ્રક્રિયારુપે કેન્દ્રીય બજેટ રજૂ થયું છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામન કેન્દ્ર સરકારનું કેન્દ્રીય બજેટ આજે 1 ફેબ્રુઆરીએ (Central Government) રજૂ કર્યું છે. આ બજેટને લઈને ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. સામાન્ય જનતાથી લઈને તમામ વર્ગના લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.દેશના આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે કેન્દ્રીય બજેટ 2023 બ્લોકબસ્ટર બજેટ બન્યું છે. આવતા વર્ષે લોકસભા ચૂંટણીઓ આવશે તેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. તેવામાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવે તેવી સામાન્ય જનતાની લાગણી છે. ત્યારે સૌથી મોટી જાહેરાત થઇ કે 7 લાખની આવક સુધી કોઇ ટેક્સ ભરવો નહીં પડે.

સસ્તું Vs મોંઘુ

સસ્તું Vs મોંઘુ: કેન્દ્રીય બજેટમાં થયેલા એલાન અનુસાર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાથી રમકડાં સહિતની ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે. કેમેરા લેન્સ, મોબાઈલ પાર્ટસ અને સાઈકલ પણ સસ્તી થઈ છે. રસોડું મોંઘું થઈ ગયું છે. કેન્દ્ર સરકારના બજેટથી દરેક દેશવાસીઓને મોટી અપક્ષે હતી. પણ ટેક્સમાં રાહત આપીને સરકારે મોટું કામ કર્યું છે.

કૃષિ ક્ષેત્ર માટે મોટી જાહેરાત

કૃષિ ક્ષેત્ર માટે મોટી જાહેરાત:કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે ગૃહમાં મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ સમયનું બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2024માં થનારી સામાન્ય ચૂંટણીઓ અને ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નાણામંત્રીએ ખેડૂતોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે અનેક પગલાં લીધા છે. આ બજેટમાં પીએમ મત્સ્ય યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

શિક્ષણને લઈને મોટી જાહેરાત

શિક્ષણને લઈને મોટી જાહેરાત:નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટના ભાષણમાં જાહેરાત કરતાં કહ્યું કે દેશમાં મેડિકલ કોલેજ સાથે નર્સિંગ કોલેજો પણ બનશે. હાલ 157 નર્સિંગ કોલેજ ખોલવામાં આવશે એવી યોજના બનાવવામાં આવી છે. આ સાથે જ ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગ્રામ ચલાવવામાં આવશે અને મેડિકલ સાધનો બનાવનારા પ્રોગ્રામ પણ શરૂ કરાશે.

હેલ્થ સેકટરને બુસ્ટર ડોઝ

હેલ્થ સેકટરને બુસ્ટર ડોઝ:નાણા પ્રધાન દ્વારા આરોગ્યને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, 157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે. વર્ષ 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. બજેટમાં હેલ્થને લઈ ICMR લેબની સંખ્યામાં દેશભરમાં વધારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. આરોગ્યને લઈ ચિકિત્સા ક્ષેત્રમાં પ્રવેશ માટે પણ વધારો કરવામાં આવશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરાયું

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરાયું:દેશમાં હવાઈ મુસાફરોની સંખ્યા વધી રહી છે અને એર ટ્રાવેલિંગને ઉત્તેજન આપવા માટે સરકાર 50 નવા એરપોર્ટ તૈયાર કરવા જઈ રહી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના માટેના ફંડમાં પણ 66 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેથી બધાને રહેવા માટે ઘર મળી રહે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે રસ્તાઓ અને રાજમાર્ગ, રેલવે, આવાસન અને શહેરી કાર્ય પર વિશેષ જોર આપવા માટે પૂજીંગત વ્યયમાં વધારો થયો છે. જે સીધી રીતે દેશના આર્થિક વિકાસને પ્રભાવિત કરે છે.

ABOUT THE AUTHOR

...view details