નવી દિલ્હી :સંસદ 2023ના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે.કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. લોકસભામાં બજેટ ભાષણમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, અમારો આર્થિક એજન્ડા નાગરિકો માટે તકો ઉપલબ્ધ કરાવવા, વૃદ્ધિ અને રોજગાર સર્જનને વેગ આપવા અને મેક્રો ઇકોનોમિક સ્થિરતાને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે 47 લાખ યુવાનોને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. જેના માટે રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ યોજના શરૂ કરવામાં આવશે. આ સાથે જ દેશભરમાં 30 સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખોલવામાં આવશે.
પીએમ પ્રણામ યોજના : નાણાપ્રધાને બજેટમાં વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે પીએમ પ્રણામ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ગોબરધન યોજના હેઠળ 500 નવા પ્લાન્ટ ખોલવાની પણ જાહેરાત કરી હતી. તેમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે, વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે પીએમ પ્રણામ યોજના શરૂ કરવામાં આવશે. સીતારમણે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવશે. યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો માટે કૌશલ્ય પ્રદાન કરવા માટે 30 સ્કિલ ઈન્ડિયા નેશનલ સેક્ટર પણ ખોલવામાં આવશે.
આ પણ વાંચો :PM Modi on Budget 2023: આ બજેટ વંચિતોને પ્રાધાન્ય આપશે, દરેકના સપના પૂરા કરશે