અમદાવાદ:દેશમાં હવાઈ મુસાફરોની સંખ્યા વધી રહી છે અને એર ટ્રાવેલિંગને ઉત્તેજન આપવા માટે સરકાર 50 નવા એરપોર્ટ તૈયાર કરવા જઈ રહી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના માટેના ફંડમાં પણ 66 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેથી બધાને રહેવા માટે ઘર મળી રહે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે રસ્તાઓ અને રાજમાર્ગ, રેલવે, આવાસન અને શહેરી કાર્ય પર વિશેષ જોર આપવા માટે પૂજીંગત વ્યયમાં વધારો થયો છે. જે સીધી રીતે દેશના આર્થિક વિકાસને પ્રભાવિત કરે છે.
ઈકોનોમિક કોરિડોરની સંખ્યામાં પણ વધારો: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં કહ્યું હતું કે નેશનલ હાઈવે નેટવર્કમાં છેલ્લા 8 વર્ષમાં 55 ટકાથી વધુ વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત 550 જિલ્લાના હાઈવેથી જોડવાના પ્લાન પર કામ કરી રહી છે. ઈકોનોમિક કોરિડોરની સંખ્યામાં પણ વધારો થશે.
અર્બન ઈન્ફ્રા ફંડ હેઠળ બજેટની ફાળવણી:સરકારે બજેટમાં જાહેરાત કરી કે, સરકાર અર્બન ઈન્ફ્રા ફંડ હેઠળ શહેરોને સુંદર બનાવશે. આ ફંડ હેઠળ સરકાર 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. જાહેરાત પ્રમાણેસ પ્રાયોરિટી લેન્ડિંગ માટે અર્બન ઈન્ફ્રા ફંડ તૈયાર કરવામાં આવશે. આ ફંડની જવાબદારી NHB પર હશે.