નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં બહુ પ્રતિક્ષિત સામાન્ય બજેટ 2021-2022 રજૂ કરી રહ્યા છે. સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને પૂર્વનિર્ધારિત શેડ્યૂલ મુજબ નાણાં પ્રધાન લોકસભામાં કાર્યવાહી શરૂ થયા બાદ ભારતની આર્થિક યોજનાઓને સંસદના ટેબલ પર મૂકી રહ્યા છે.
- જાહેર બસ સેવા માટે 18 હજાર કરોડ
- રેલવે માટે 1 લાખ 10 હજાર કરોડ
- મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટે 11 હજાર કરોડ
પરિવહન ક્ષેત્રનાં બજેટની કેટલીક વિશેષતાઓ
- માર્ગ પરિયોજના માટે પરિવહન મંત્રાલયને 1.18 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે
- 1.03 લાખ કરોડના રોકાણ સાથે તામિલનાડુમાં 3,500 કિ.મી.નાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવામાં આવશે
- પશ્ચિમ બંગાળમાં 25,000 કરોડનાં ખર્ચે 675 કિલોમીટરનો હાઇવે બનાવવામાં આવશે
- આસામમાં 34000 કરોડના ખર્ચે 675 કિલોમીટરનો હાઇવે બનાવવામાં આવશે
- કેરળમાં 1,100 કિલોમીટરનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ 65,000 કરોડ રૂપિયાનાં ખર્ચે કરાશે
રેલવે દ્વારા રાષ્ટ્રીય રેલવે યોજના 2030 તૈયાર કરાઈ
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતીય રેલ્વે દ્વારા દેશ માટે રાષ્ટ્રીય રેલ્વે યોજના 2030 તૈયાર કરી છે. 2030 સુધીમાં ભવિષ્ય માટે રેલ્વે સિસ્ટમ તૈયાર કરવાની યોજના છે. તેમણે કહ્યું કે, 3.3 લાખ કરોડનાં ખર્ચે 13,૦૦૦ કિ.મી.થી વધુ લંબાઈનાં રસ્તાઓ 35 લાખ કરોડનાં ખર્ચે ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત બની રહ્યાં છે. જેમાં 8,8૦૦ કિ.મી. માર્ચ 2022 સુધીમાં, 8,500 કિ.મી. અને નેશનલ હાઇવે કોરિડોરનાં વધારાનાં 11,000 કિ.મી.ની કામગિરી પૂર્ણ કરાશે.