નવી દિલ્હી:સીમા સુરક્ષા દળના એલર્ટ જવાનોએ પંજાબની ફાઝિલ્કા બોર્ડર (Indo-Pak border in Punjabs Fazilka) પર મોટું ઑપરેશન પાર પાડ્યું છે. પાકિસ્તાની દાણચોરોની યોજના (BSF Recovered 25 kg heroin from Border) પર ઠંડું પાણી ફેરવી દેતા જવાનોએ 25 કિલો શંકાસ્પદ હેરોઈન જપ્ત કરી લીધું છે. પાકિસ્તાની દાણચોરો ઘૂસણખોરી (Drugs Smuggling punjab border) કરીને તેને ભારતીય સરહદમાં મોકલવાની યોજના ઘડી હતી. પરંતુ BSF જવાનોની કામગીરીને કારણે તેઓ આ યોજનામાં સફળ થઈ શક્યા ન હતા. હેરોઈનના પેકેટને સરહદની વાડની સામે મૂકીને ભાગી ગયા હતા.
આ પણ વાંચો: ઉધમપુરમાં ભૂસ્ખલન બાદ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ
પ્રવક્તાએ આપી માહિતી:BSFના પ્રવક્તાએ કહ્યું કે તારીખ 21 ડિસેમ્બરે સવારે 1.50 વાગ્યે પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં સ્થિત ગામ ગટ્ટી અજાયબ સિંહમાં સરહદની વાડની બંને બાજુએ દાણચોરોની શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. તેના પર બીએસએફની એલર્ટ ટીમે બોર્ડર પર પાકિસ્તાની દાણચોરો પર ફાયરિંગ કર્યું હતું. જોકે ગાઢ ધુમ્મસનો લાભ લઈને પાકિસ્તાની દાણચોરો નાસી છૂટવામાં સફળ થયા હતા, પરંતુ BSFએ વિસ્તારને કોર્ડન કરીને સ્થાનિક પોલીસ અને સંબંધિત વિભાગોને જાણ કરી હતી.