- કેન્દ્ર સરકારે સીમા સુરક્ષા બળ (BSF)ના કાયદામાં કર્યું સંશોધન
- પંજાબ, પશ્ચિમ બંગાળ અને અસમમાં આંતરરાષ્ટ્રીય સીમા પર થશે અમલી
- આ ત્રણેય રાજ્યોની સીમામાં હવે 50 કિલોમીટર સુધી BSF તપાસ, જપ્તી અને ધરપકડ કરી શકશે
- પંજાબના મુખ્યપ્રધાને કેન્દ્ર સરકારને નિર્ણયને ગણાવ્યો સંઘવાદ પર હુમલો
ચંદીગઢઃ કેન્દ્ર સરકારે સીમા સુરક્ષા બળ (BSF) કાયદામાં સંશોધન કરીને તેને પંજાબ, પશ્ચિમ બંગાળ અને અસમમાં આંતરરાષ્ટ્રીય સીમા (International Borders) પર વર્તમાન 15 કિલોમીટરની જગ્યાએ 50 કિલોમીટરથી મોટા ક્ષેત્રમાં તપાસ કરવા, જપ્તી કરવા અને ધરપકડ કરવાની શક્તિ આપી દીધી છે. તો પંજાબ સરકારે BSFને આ અધિકાર આપવાના કેન્દ્ર સરકારના કથિત પગલા પર બુધવારે વાંધો વ્યક્ત કર્યો હતો અને તેને 'સંઘવાદ પર હુમલો' ગણાવ્યો હતો. તો પાકિસ્તાનની સીમાથી લાગેલા ગુજરાતના ક્ષેત્રમાં આ અંતર 80 કિલોમીટરથી ઘટાડીને 50 કિલોમીટર કરી દેવાયો છે. તથા રાજસ્થાનમાં 50 કિલોમીટર સુધીના ક્ષેત્ર સીમામાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે (Central Home Ministry) આ અંગે 11 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર કર્યું હતું.
આ પણ વાંચોઃનાગાલેન્ડ 6 મહિના માટે ‘અશાંત વિસ્તાર’માં ફેરવાયું, ગૃહ મંત્રાલયે આપી માહિતી
કેન્દ્રિય અધિનિયમ અંતર્ગત દંડનીય કાર્યવાહી કરવાની શક્તિ મળશે
BSFએ એક નિવેદનમાં કહ્યું હતું કે, આનાથી સીમા પારથી થતા અને ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ તથા આસામમાં 50 કિલોમીટરની રેન્જ સુધી ગુનાઓ પર અંકુશ લગાવવામાં બળના અભિયાનની ક્ષમતામાં વૃદ્ધિ થશે. તો આ સંબંધે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, નોટિફિકેશન સીમા સુરક્ષા બળને પાસપોર્ટ અધિનિયમ, વિદેશીઓના રજિસ્ટ્રેશ અધિનિયમ, સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ, વિદેશી અધિનિયમ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, કસ્ટમ એક્ટ અથવા કોઈ પણ અન્ય કેન્દ્રિય અધિનિયમ અંતર્ગત દંડનીય કોઈ પણ ગંભીર ગુનાને રોકવા માટે તપાસ, જપ્તી અને ધરપકડ કરવાની શક્તિ આપશે. BSF અધિનિયમમાં નવા સંશોધન બળને કોઈ પણ એવા વ્યક્તિને પકડવાનો અધિકાર આપશે, જેણે કાયદા અંતર્ગત ગુનો કર્યો હશે. સીમા સુરક્ષા બળ મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય તથા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 'પૂરા ક્ષેત્ર'માં આ શક્તિઓનો પ્રયોગ કરવાનું ચાલુ રાખશે.