ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BSFનું કાર્યક્ષેત્ર વધારવું એ એક અસરકારક પગલું, લોકસભામાં કેન્દ્ર સરકાર - લોકસભામાં સરકારનું નિવેદન

કેન્દ્ર સરકારે કહ્યું છે કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની સરહદો (extension of BSF jurisdiction) પર બીએસએફના અધિકારક્ષેત્રને વધારવાનું પગલું અસરકારક રહ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કાર્યક્ષેત્રમાં વધારો થવાને કારણે BSF માદક પદાર્થો અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરીને રોકવામાં સફળ થયું છે.

BSFનું કાર્યક્ષેત્ર વધારવું એ એક અસરકારક પગલું, લોકસભામાં કેન્દ્ર સરકાર
BSFનું કાર્યક્ષેત્ર વધારવું એ એક અસરકારક પગલું, લોકસભામાં કેન્દ્ર સરકાર

By

Published : Jul 27, 2022, 7:06 AM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની ભારતની સરહદો પર (extension of BSF jurisdiction) તેના અધિકારક્ષેત્રમાં વધારો કર્યા પછી માદક દ્રવ્ય અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરીને રોકવામાં સફળ થઈ છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, પંજાબ અને કેટલાક અન્ય રાજ્યોમાં BSFની પ્રાદેશિક સત્તાના વિસ્તરણનો હેતુ તેને તેની જવાબદારીઓને (BSF gets success after extension of territorial jurisdiction) વધુ અસરકારક રીતે નિભાવવામાં સક્ષમ બનાવવાનો છે.

આ પણ વાંચો:પાટલીપુત્ર એક્સપ્રેસના ડબ્બા એકબીજાથી છૂટા પડ્યા, પ્રવાસીઓના જીવ તાળવે

હવાઈ વાહનોનો ઉપયોગ:પંજાબમાં BSFના કાર્યક્ષેત્રના વિસ્તરણ અંગે સાંસદ પ્રનીત કૌરના પ્રશ્નના જવાબમાં નિત્યાનંદ રાયે કહ્યું કે, ડ્રોન અને માનવરહિત હવાઈ વાહનોનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી દળો દ્વારા દેખરેખ માટે અને શસ્ત્રો, માદક પદાર્થો અને નકલી ભારતીય ચલણની દાણચોરી માટે કરવામાં આવે છે. (UAV) જેવી ટેક્નોલોજીનો ઉપયોગ, BSFના અધિકારક્ષેત્રને વધારવા માટેનું પગલું અસરકારક રહ્યું છે.

આ પણ વાંચો:કર્ણાટકની Govt સ્કૂલમાં રોબોટ બન્યો શિક્ષક, જે વિદ્યાર્થીઓને...

પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી: "અધિકારક્ષેત્ર વધારીને, BSF માદક દ્રવ્ય અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરીને રોકવામાં સફળ થયું છે," રાયે કહ્યું. પ્રધાને નિર્ણયના અમલ પછી BSF દ્વારા જપ્ત કરાયેલા સામાનની યાદી પણ આપી. જેમાં પાકિસ્તાની ડ્રોન, મોટી સંખ્યામાં હથિયારો, દારૂગોળો અને નાર્કોટિક્સનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે 11 ઓક્ટોબર 2021 થી 15 જુલાઈ 2022 સુધી કાર્યક્ષેત્ર વધારવાની સૂચના જારી કરવાની તારીખથી, છ પાકિસ્તાની ડ્રોન, એક ભારતીય ડ્રોન, 314.045 કિલો હેરોઈન, 1.582 કિલો અફીણ, 48 હથિયારો, 553 ગોળીઓ, 92,50 ગ્રામ મેગ્ઝીન. બીએસએફ દ્વારા આરડીએક્સ અને એક લાખ રૂપિયા જપ્ત.

ABOUT THE AUTHOR

...view details