પંજાબ : બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ શનિવારે પંજાબના ગુરદાસપુરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાની દાણચોરો સાથેના એન્કાઉન્ટર પછી હેરોઈનના 20 પેકેટ અને હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. બીએસએફની 113 બટાલિયનને ગુરુદાસપુર જિલ્લાના ખાસાવલી ગામ નજીક આજે સવારે દાણચોરોની શંકાસ્પદ હિલચાલ જોવા મળ્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
BSFએ ગુરદાસપુરમાં ડ્રગ્સ રિકવર કર્યું :બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ પ્રભાકર જોશીએ ગુરદાસપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "સવારે સાડા પાંચ વાગ્યે ગાઢ ધુમ્મસમાં પેટ્રોલિંગ કરતી વખતે, બીએસએફના કોન્સ્ટેબલ હેમરામને કેટલીક શંકાસ્પદ હિલચાલ જોવા મળી. જ્યારે તેણે દાણચોરોને પડકાર્યા તો તેઓએ પાકિસ્તાન તરફથી ગોળીબાર શરૂ કર્યો. સૈનિકોએ પણ જવાબમાં ગોળીબાર કર્યો હતો. જોશીએ જણાવ્યું કે પેટ્રોલિંગ કમાન્ડરની આગેવાની હેઠળની ટીમે પણ BSF જવાનોને સાથ આપ્યો. એન્કાઉન્ટર લાંબા સમય સુધી ચાલ્યું.