તરનતારન (પંજાબ): બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ મંગળવારે પંજાબ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં પંજાબના તરનતારન જિલ્લામાં એક ખેતરમાંથી ચીની બનાવટનું પાકિસ્તાની ડ્રોન ઝડપી પાડ્યું છે. BSFએ કહ્યું કે તેમણે મારી કંબોકે ગામ પાસે બિઅંત સિંહ નામના ખેડૂતના ખેતરમાંથી ક્વાડકોપ્ટર ડ્રોન (મોડલ- DJI Mavic 3 ક્લાસિક, મેડ ઇન ચાઈના) રિકવર કર્યું છે.
કંબોકે ગામના એક ખેતર માંથી મળ્યું ડ્રોન: સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, BSF 103 બટાલિયન અને પંજાબ પોલીસને ખાલરા બોર્ડર નજીકના સરહદી વિસ્તાર પાસે BOP પોસ્ટ ધર્મ સિંહ નજીક શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિની માહિતી મળી હતી. જેના પગલે ખાલડા પોલીસ સ્ટેશનના વડા બલવિંદર સિંહ તેમની ટીમ સાથે બીએસએફની ટીમ સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા અને ખેતરોમાંથી એક ડ્રોન કબજે કર્યું હતું. આ ડ્રોન વિશે BSF તરફથી ચોક્કસ માહિતી પર, BSF અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. BSF તરફથી મંગળવારે એક જાહેર વિજ્ઞપ્તીમાં જણાવાયું હતું કે, તરનતારન જિલ્લાના મારી કંબોકે ગામ ઉપરાંત બહારના વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન, લગભગ 6:30 કલાકે, એક પાક-આધારિત ડ્રોન (ક્વાડકોપ્ટર), તૂટેલી હાલતમાં ખેતરમાં પડેલું જોવા મળ્યું હતું,"