ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બ્રિટિશ હાઈ કમિશનર પહોંચ્યા જલિયાવાલા બાગ, શહીદોને શ્રદ્ધાંજલિ આપી કહ્યું - ભારતના ઈતિહાસનો 'કાળો દિવસ' - કાળો દિવસ

બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસ (Alex Ellis) અને ડેપ્યુટી હાઈ કમિશનર કેરોલીન રોવેટ (Carolyn Rowett) ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે શ્રી હરમંદિર સાહિબમાં દર્શન કર્યા હતા. તેમણે જલિયાવાલા બાગ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

બ્રિટિશ હાઈ કમિશનર પહોંચ્યા જલિયાવાલા બાગ શહીદોને આપી શ્રદ્ધાંજલિ કહ્યું,ભારતના ઈતિહાસનો 'કાળો દિવસ'
બ્રિટિશ હાઈ કમિશનર પહોંચ્યા જલિયાવાલા બાગ શહીદોને આપી શ્રદ્ધાંજલિ કહ્યું,ભારતના ઈતિહાસનો 'કાળો દિવસ'

By

Published : Jun 18, 2022, 9:51 AM IST

ચંદીગઢ: બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસ (Alex Ellis) બુધવારે જલિયાવાલા બાગ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જલિયાવાલા બાગ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી (tribute to the martyrs) હતી. આ પ્રસંગે તેમણે જલિયાવાલા બાગ હત્યાકાંડને શરમજનક ઘટના ગણાવી અને દુખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે આ હત્યાકાંડને ક્યારેય ભૂલી શકાય નહીં.

આ પણ વાંચો:દિલ્હીમાં વિરોધ કરતા ખેડૂતોને હાઈવે તાત્કાલિક ખાલી કરવા સિંઘુ બોર્ડરના સ્થાનિકોએ આપી ચીમકી

શહીદોને આપી શ્રદ્ધાંજલિ :બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસ (Alex Ellis) અને ડેપ્યુટી હાઈ કમિશનર કેરોલિન રોવેટ (Deputy High Commissioner Carolyn Rowett) ભારત પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જલિયાવાલા બાગ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન, બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે 13 એપ્રિલ, 1919ના હત્યાકાંડને બ્રિટન અને ભારતના ઈતિહાસનો 'કાળો દિવસ' (Black day) ગણાવ્યો હતો. તેમણે વિઝિટર બુકમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, 13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગમાં જે થયું તે ખૂબ જ શરમજનક હતું. તે સમયે જે કંઈ બન્યું તે ખૂબ જ દુઃખદ હતું અમે આ માટે ખૂબ જ દિલગીર છીએ. તેમણે વધુમાં કહ્યું કે, આ હત્યાકાંડને ક્યારેય ભૂલી શકાશે નહીં. અગાઉ UKના રાજદ્વારીઓ તેમના પરિવારો સાથે શ્રી હરમંદિર સાહિબની મુલાકાતે ગયા હતા, જ્યાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (Shiromani Gurdwara Parbandhak Committee) પ્રમુખ હરજિન્દર સિંહ ધામીએ તેમને બિન-શીખ શિષ્ટાચાર અને પરંપરાઓ વિશે માહિતગાર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details