નવી દિલ્હીઃ દિલ્હી પોલીસને બ્રિટિશ હાઈ કમિશને પત્ર લખ્યો છે. જેમાં બોગસ વિઝા એજન્ટ બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે નાગરિકોની વિઝા એપ્લિકેશન તૈયાર કરે છે. આ વિઝા એપ્લિકેશનની મોટી ફી પણ ગ્રાહકો પાસેથી પડાવતા હોય છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ગુજરાત રાજ્યના ગ્રાહકોને આ બોગસ વિજા એજન્ટ્સ છેતરતા હોય છે.
British High Commission's Letter: બ્રિટિશ હાઈ કમિશને બોગસ વિઝા એજન્ટ્સ વિશે દિલ્હી પોલીસને લખ્યો પત્ર - હરિયાણા
બ્રિટિશ હાઈ કમિશને દિલ્હી પોલીસને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા બોગસ વિઝા એજન્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું છે.
Published : Sep 30, 2023, 12:37 PM IST
બ્રિટિશ હાઈ કમિશનઃ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં બોગસ વિઝા એજન્ટ્સનો રાફડો ફાટ્યો છે. જેઓ પંજાબ, હરિયાણા અને ગુજરાતના ગ્રાહકોને છેતરે છે. આ બોગસ વિઝા એજન્ટ્સનું આખું ઓર્ગેનાઈઝ્ડ ક્રિમિનલ નેટવર્ક કાર્યરત છે. આ વિઝા એજન્ટ્સ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે બ્રિટિશ હાઈ કમિશનને વિઝા એપ્લિકેશન મોકલી રહ્યા છે. આ પત્ર બ્રિટિશ હાઈ કમિશનના ઈમિગ્રેશન એનફોર્સમેન્ટ ઈન્ટરનેશનલના થર્ડ સેક્રેટરી એન્ડ્રુ લોંગલેએ દિલ્હી પોલીસને લખીને ફરિયાદ કરી છે.
બોગસ વિઝા એપ્લિકેશનઃ છેલ્લા કેટલાક વર્ષોથી યુકે જવાની ઘલછા ભારતીયોમાં વધી રહી છે. સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા, પીઆર વગેરે વિઝા અપાવવાની લાલચ વિઝા એજન્ટ્સ ગ્રાહકોને આપતા હોય છે. યુકેની બ્રિટિશ હાઈ કમિશનમાં આવી બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે તૈયાર થયેલી અનેક વિઝા એપ્લિકેશનનો જમાવડો થઈ રહ્યો છે. બ્રિટિશ હાઈ કમિશન આવી બોગસ વિઝા એપ્લિકેશનને તરત જ રદ કરી દે છે. તેમ છતાં દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાંથી બોગસ વિઝા એજન્ટ્સ થોકબંધ બોગસ વિઝા એપ્લિકેશન મોકલતા રહે છે. આ એજન્ટ્સ ગ્રાહકો પાસેથી ભારે માત્રામાં ફી વસૂલતા હોય છે. અંતે વિઝા એપ્લિકેશન રદ થાય છે અને ગ્રાહકો છેતરાઈ જાય છે. આ બદીને ડામવા માટે બ્રિટિશ હાઈકમિશને દિલ્હી પોલીસને જ પત્ર લખીને જાણ કરી છે તેમજ આવા બોગસ વિઝા એજન્ટ પર કાર્યવાહી કરવાની વિનંતી પણ કરી છે.