નવી દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો કેસ લડી રહેલા સુપ્રીમ કોર્ટના એડવોકેટ ડો. એ.પી. સિંહે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, મને એવા કેસ લડવામાં રસ છે જ્યાં મને લાગે છે કે આ કેસમાં ષડયંત્ર હેઠળ કોઈને ફસાવવામાં આવ્યા છે. એ.પી. સિંહે કહ્યું કે, બ્રિજભૂષણ શરણ સિંહને એક ષડયંત્ર હેઠળ આ કેસમાં ફસાવવામાં આવ્યા છે.
એ.પી. સિંહેના આક્ષેપ :એ.પી. સિંહે વધુમાં કહ્યું કે, જે કુસ્તીબાજોએ આરોપ લગાવ્યા છે તેઓ ટ્રાયલ વિના આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રમવા માંગતા હતા. બ્રિજભૂષણ શરણ સિંહે એવો નિયમ બનાવ્યો છે કે, જે ખેલાડી પહેલા જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય રમત રમશે. પછી જ તેને આંતરરાષ્ટ્રીય રમતોમાં મોકલવામાં આવશે. આ કુસ્તીબાજોની ઉંમર વીતી ગઈ છે. હવે તે ટ્રાયલનો સામનો કરવા માંગતો નથી. જેના કારણે બ્રિજભૂષણ શરણ સિંહે સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે.
કોણ છે એ.પી.સિંહ ?એ.પી. સિંહ અગાઉ પણ ગાયત્રી પરિવાર મિશનના સ્થાપક રામ શર્મા આચાર્ય અને ભાજપના પૂર્વ સાંસદ સ્વામી ચિન્મયાનંદ સામે યૌન શોષણના આરોપમાં ઘણા કેસ લડી ચૂક્યા છે. ઉપરાંત તે લોકોને ન્યાય અપાવવા માટે કામ કર્યું છે. બ્રિજ ભૂષણનો પક્ષ લેતા એ.પી. સિંહે હાથરસ ગેંગરેપનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, હાથરસની ઘટનામાં પણ એક આરોપીની સાથે વધુ ત્રણ નિર્દોષ છોકરાઓને પણ આરોપી બનાવીને ફસાવવામાં આવ્યા હતા. મેં આગળ વધીને તેનો કેસ પણ લડ્યો અને તે કેસમાં કોર્ટે ત્રણ છોકરાઓને નિર્દોષ જાહેર કર્યા. એ.પી.સિંહે નિર્ભયા કેસમાં આરોપીઓ વતી પણ વકીલાત કરી છે.
મીડિયા ટ્રાયલ :બનાવ્યા એ.પી. સિંહે કહ્યું કે, ઘણા કેસમાં મીડિયા ટ્રાયલ એટલી વધી જાય છે કે ચાર્જશીટ રજૂ થાય તે પહેલા જ મીડિયાના લોકો અનેક આરોપો લગાવે છે. ટ્રાયલ શરૂ થાય તે પહેલા જ તે કેસમાં નિર્ણયો આપવાનું શરૂ કરી દે છે. બ્રિજભૂષણના કેસમાં પણ છ મહિનાથી સતત મીડિયા ટ્રાયલ ચાલી રહી છે. જ્યારે પોલીસે 15 મી જૂને ચાર્જશીટ દાખલ કરી હતી. કુસ્તીબાજોએ પોલીસને કોઈ ફરિયાદ આપ્યા વિના, કોઈ પીસીઆર કોલ, કોઈ 100 નંબર કોલ અને ઘટનાનું કોઈ સ્થળ, કોઈ સમય કે કોઈ નિશ્ચિત સ્થળ નથી.
શા માટે મળ્યા જામીન ? તેમણે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો લેખિત ચુકાદો છે કે જે કેસમાં સાત વર્ષથી ઓછી સજા હોય તેવા કેસમાં નિયમિત જામીન આપવામાં આવે. તેના આધારે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને નિયમિત જામીન આપવામાં આવ્યા છે. હવે આ કેસમાં ચાર્જશીટ પર ચર્ચા થશે. તેમણે કહ્યું કે, આ કેસમાં ઘણી બધી બાબતોને અતિશયોક્તિ કરીને અને ફેરવીને રજૂ કરવામાં આવી છે. છેડતીના કેસને યૌન શોષણ નામ આપવામાં આવ્યું છે.
- Sexual Harassment Case : પોલીસે ઝડપેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
- Sexual harassment case: જામનગરમાં આપ નેતા ઈસુદાન ગઢવીએ યૌન શોષણ પીડિતાઓની મુલાકાત લીધી, કમિટી નહિ ફરિયાદ નોંધવા માંગ કરી