ગુજરાત

gujarat

ETV Bharat / bharat

13માં બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન, ભારત અધ્યક્ષ - BRICS SUMMIT

વડાપ્રધાન મોદીએ આજે 13માં બ્રિક્સ સંમેલનને સંબોધી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા દોઢ દાયકામાં બ્રિક્સે ઘણી સિદ્ધીઓ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે, આજે અમે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે એક પ્રભાવશાળી અવાજ છીએ. ઉલ્લેખનીય છે કે, ભારત આ સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યું છે.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

By

Published : Sep 9, 2021, 7:54 PM IST

  • બ્રિક્સ આગામી 15 વર્ષમાં વધુ પરિણામદાયી થાય
  • વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બ્રિક્સનું મંચ ઉપયોગી રહ્યું છે
  • છેલ્લા દોઢ દાયકામાં બ્રિક્સે ઘણી સિદ્ધીઓ હાંસલ કરી છે

નવી દિલ્હી: 13માં બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ આજે કહ્યું કે, વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બ્રિક્સનું મંચ ઉપયોગી રહ્યું છે. તેમણે કહ્યું કે, આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે બ્રિક્સ આગામી 15 વર્ષમાં વધુ પરિણામદાયી થાય.

તકનીકીની મદદથી સ્વાસ્થ્ય સુધી પહોંચ વધારવા માટે આ એક ઇનોવેટિવ પગલું છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતે પોતાની અધ્યક્ષતા માટે જે થીમ નક્કી કરી છે, એ આ પ્રાથમિકતા દર્શાવે છે. તેમણે કહ્યું કે, હાલમાં જ બ્રિક્સ ડિજિટલ હેલ્થ સંમેલનનું આયોજન થયું હતું. તકનીકીની મદદથી સ્વાસ્થ્ય સુધી પહોંચ વધારવા માટે આ એક ઇનોવેટિવ પગલું છે. વડાપ્રધાને આગામી કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે, નવેમ્બરમાં આપણા જળ સંસાધન પ્રધાન બ્રિક્સ ફોર્મેટમાં પહેલીવાર મળશે. તેમણે કહ્યું, આ પણ પહેલીવાર થયું છે કે, BRICS એ બહુાયામી સિસ્ટમની મજબૂતી અને સુધાર પર એક સારુ સ્ટેન્ડ લીધુ છે.

બ્રિક્સ આતંકવાદ સામે કાઉન્ટર ટેરરિઝમ એક્શન પ્લાન પણ અપનાવ્યો છે

આતંકના મુદ્દાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, 'અમે બ્રિક્સ આતંકવાદ સામે કાઉન્ટર ટેરરિઝમ એક્શન પ્લાન(Counter Terrorism Action Plan) પણ અપનાવ્યો છે. આ વર્ષના બ્રિક્સ સંમેલનની થીમ બ્રિક્સ એટ 15: ઇન્ટ્રા-બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટીન્યૂટી, કન્સોલિડેશન એન્ડ કંન્સેસસ(BRICS at 15: Intra-BRICS Cooperation for Continuity, Consolidation and Consensus) રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details