ગુજરાત

gujarat

Brics ICC 2023: 8મા બ્રિક્સ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સંમેલનનું યજમાન ભારત બનશે, દિલ્હીમાં 11 ઓક્ટોબરથી આયોજન

By PTI

Published : Oct 10, 2023, 7:46 PM IST

પાટનગર દિલ્હીમાં આ અઠવાડિયે 8મા બ્રિક્સ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં 600થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ શકે છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

8મા બ્રિક્સ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સંમેલનનું યજમાન ભારત બનશે
8મા બ્રિક્સ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સંમેલનનું યજમાન ભારત બનશે

નવી દિલ્હીઃ ભારત આ અઠવાડિયે રાષ્ટ્રીય રાજધાનીમાં આઠમા બ્રિક્સ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સંમેલન(Brics International Competition Conference 2023)નું યજમાન બનશે. આ કાર્યક્રમમાં 600થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે તેવી આશા છે. ભારતીય સ્પર્ધા આયોગની અધ્યક્ષ રવનીત કૌરે મંગળવારે પત્રકારોને જણાવ્યું કે સંમેલનમાં ત્રણ પૂર્ણ અને ચાર બ્રેકઆઉટ સત્ર યોજાશે.

600થી વધુ પ્રતિનિધિઓ જોડાશેઃ ઉલ્લેખનીય છે કે બ્રિક્સ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સહયોગને વધારવાનો તેમજ શીખવાની પ્રતિભાને વહેંચવાનો છે. ભારતીય સ્પર્ધા આયોગના અધ્યક્ષ રવનીત કૌરે આ સંમેલનમાં 600થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ શકવાની આશા હોવાનું જણાવે છે. રવનીત કૌર ઉમેરે છે કે બ્રિક્સ સંમેલનમાં ડિજિટલ અર્થ વ્યવસ્થા અને ટેકનોજાયન્ટ કંપનીઓ સાથે સ્પર્ધા થવાનું શક્ય બન્યું છે.

સહયોગની ભાવના શક્તિશાળીઃ રવનીત કૌરે જણાવ્યું કે, બ્રિક્સ સંમેલનમાં ભાગીદાર દેશોને પોતાના મનની વાતો વહેંચવા તેમજ એકબીજાને સુવિધા પૂરી પાડતા ઉપકરણો તૈયાર કરવા માટે હળીમળીને કામ કરવા પરવાનગી આપશે. બ્રિક્સ દેશોની સહયોગ ભાવના એક શક્તિશાળી લાગણી છે જે વૈશ્વિક આર્થિક વ્યવસ્થાને આકાર આપવા અને નવા વિચારોને આગળ વધારવા મદદ કરી શકે છે.

જિમ ઓનિલે બ્રિક્સ શબ્દ આપ્યોઃ બ્રિક્સએ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા જેવા દેશોના સંગઠનનું ટૂંકુ સ્વરૂપ છે. આ એક સહયોગી સંગઠન છે. જે સભ્ય દેશોમાં સહયોગ અને સંચારને પ્રાધાન્ય આપે છે. બ્રિક્સ દેશો વચ્ચે કોઈ કાયદાકીય કે ઔપચારિક સમજુતિ થઈ નથી. બ્રિક્સ શબ્દે જિમ ઓનિલ દ્વારા આપવામાં આવ્યો હતો. ઓનીલ એ સમયે વૈશ્વિક અર્થવ્યવસ્થા અંદર આ દેશોની ક્ષમતા પર ભાર મુકતા આ શબ્દનો પ્રયોગ કર્યો હતો. જ્યારે ઓનીલે 'બ્લિડિંગ બેટર ગ્લોબલ ઈકોનોમિક્સ બ્રિક્સ' શીર્ષક હેઠળ પોતાનું પેપર રજૂ કર્યુ હતું. ત્યારે તેમનું અનુમાન હતું કે આવનારા વર્ષોમાં આ દેશો પોતાના આર્થિક વિકાસ, સંસાધનો અને વધતી વસ્તીને પરિણામે 21મી સદીમાં આર્થિક મહાશક્તિ બની જશે.

  1. બ્રિક્સ સંમેલનમાં જોવા મળી મોદી-પુતિનની દોસ્તી, ચીન રાષ્ટ્રપતિને મળ્યા PM
  2. 13માં બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન, ભારત અધ્યક્ષ

ABOUT THE AUTHOR

...view details