ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BREAKING NEWS: આજે કુલ 455 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - BREAKING LIVE PAGE

BREAKING NEWS
BREAKING NEWS

By

Published : Jun 13, 2021, 9:06 AM IST

Updated : Jun 13, 2021, 8:12 PM IST

20:11 June 13

બનાસકાંઠામાં અંગત આઇડી બનાવી રેલવેની ઇ-ટિકિટની કાળા બજારી કરતો શખ્સ ઝડપાયો

બનાસકાંઠામાં અંગત આઇડી બનાવી રેલવેની ઇ-ટિકિટની કાળા બજારી કરતો શખ્સ ઝડપાયો

ભીલડી રેલવે પોલીસે 17 ઇ-ટિકિટ્સ સાથે ડી સાથી એક શખ્સને ઝડપી પાડ્યો

શખ્સ પોતાના અંગત આઇડીથી રેલવે ની ઇ-ટિકીટ્સ મેળવી વધુ ભાવે કરતો હતો વેચાણ

આરપીએફની ટીમે ડીસાના અખર ચોકડી રાજપુર(ગવાડી) વિસ્તારમાથી સોહેલ મહમદ હનીફ શેખ નામના શખ્સને ઝડપી હાથ ધરી કાર્યવાહી  

શખ્સ છેલ્લા ત્રણ વર્ષથી ઇ- ટિકિટનો કાળો કારોબાર ચલાવતો હોવાનું આવ્યું સામે

આરપીએફની ટીમે શખ્સની અટકાયત કરી આ નેટવર્કમાં કેટલા અને કોણ કોણ સંડોવાયેલુ છે તે દિશામાં હાથ ધરી તપાસ

20:10 June 13

બનાસકાંઠા - પાલનપુરના નયનભાઈ રાવલનો મેગ્નેટ મેન મામલો

બનાસકાંઠા - પાલનપુરના નયનભાઈ રાવલનો મેગ્નેટ મેન મામલો

પાલનપુર અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ પહોંચ્યા તપાસ અર્થે

નયનભાઈ રાવલના શરીરની આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કરી તપાસ

નયનભાઈ રાવલના મેગ્નેટ મામલે આરોગ્ય વિભાગ પણ અચરજમાં

સોમવારના રોજ નયનભાઈ રાવલના ટેસ્ટ કરી ચુંબકીય તત્વ શા કારણે વધ્યું તેનો થશે ટેસ્ટ

20:09 June 13

રાજકોટ : આનંદ બંગલા ચોક ખાતે થયો ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું થયું મોત

રાજકોટ : આનંદ બંગલા ચોક ખાતે થયો ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું થયું મોત

ટ્રક ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે

ટ્રક ચાલક ઠોકર મારી થતો હતો ફરાર

ફરાર થવાની કોશિશ બેકાર જતા સ્થાનિક લોકોએ દબોચી લીધો

સ્થાનિક લોકોએ ટ્રક ચાલકને પકડી પોલીસને સોંપી કરાવ્યું કાયદાનું ભાન

19:45 June 13

આજે કુલ 455 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

Gujarat Corona Update - આજે કુલ 455 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

  • આજે રાજ્યમાં કુલ 1063 કોરોના દર્દીને ડિસ્ચાર્જ કરાયા
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસ - 10,249
  • આજના મોત - 6
  • રાજ્યનો રિકવરી રેટ - 97.53

17:24 June 13

Breaking Surat - સુરતમાં લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ રસિકો મેચ પૂર્ણ થઇ ગયા બાદ વિજય ઉત્સવ મનાવ્યો

Breaking Surat - સુરતમાં લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ રસિકો મેચ પૂર્ણ થઇ ગયા બાદ વિજય ઉત્સવ મનાવ્યો

સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

એકત્રિત થયેલા ક્રિકેટ ખેલાડીઓ પૈકી એકના ચહેરા પર માસ્ક ન દેખાયું

આ પ્રકારની બેદરકારીને કારણે સુરત શહેરમાં ફરી કોરોના સંક્રમણમાં થઇ શકે છે વધારો

16:42 June 13

અરવિંદ કેજરીવાલે કર્યું ગુજરાતીમાં ટ્વીટ

અરવિંદ કેજરીવાલે કર્યું ગુજરાતીમાં ટ્વીટ

હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું, ગુજરાતના બધા ભાઈ-બહેનોને મળીશ - અરવિંદ કેજરીવાલ

15:42 June 13

ગાંધીનગર : નરેશ પટેલના cm પાટીદાર હોવાના નિવેદન બાદ દિલીપ સાંઘાણીએ તેમનું નિવેદન પરત લીધું

ગાંધીનગર : નરેશ પટેલના cm પાટીદાર હોવાના નિવેદન બાદ દિલીપ સાંઘાણીએ તેમનું નિવેદન પરત લીધું

નરેશ પટેલ દ્વારા cm આગામી પાટીદાર હોવો જોઈએ, ત્યારે આ સંદર્ભે ભાજપ રાજકીય આગેવાન પાટીદાર નેતા દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતું કે, ધાર્મિક સંસ્થાઓમાં બેસી રાજકીય નિવેદનો ન થવા જોઈએ

જો કે મામલો ગરમાતા તેમને પોતાનુ નિવેદન પરત ખેંચતા જણાવ્યું કે, મારું નિવેદન પહેલા હતું, કેમ કે, સ્પષ્ટતા દેખાતા મારું નિવેદન પરત લઈ રહ્યો છું

ખોડલધામ મિટિંગનો સાર ન હતો, મિટિંગ પહેલા તેમને આ નિવેદન આપ્યું હતું, એ તેમનો વ્યક્તિગત મત આપી શકે છે.

14:11 June 13

ડીસામાં બનાસ પુલ પાસે અકસ્માતની ઘટના

ડીસામાં બનાસ પુલ પાસે અકસ્માતની ઘટના

ડીસાના જાણીતા વકીલ કૈલાશ માળીની ગાડી ને અકસ્માત નડ્યો

ટ્રક ચાલકે ફોર્ચ્યુનર ગાડીને અડફેટે લેતા અકસ્માત

વકીલની ફોર્ચ્યુનર ગાડી પલટી ખાતા અકસ્માત, સદનસીબે જાનહાની ટળી

14:10 June 13

નવસારીના પારસીઓની વર્ષો જૂની ઘી-ખીચડીની પરંપરાને લાગી બ્રેક

નવસારીના પારસીઓની વર્ષો જૂની ઘી-ખીચડીની પરંપરાને લાગી બ્રેક

કોરોના કાળમાં સતત બીજા વર્ષે પારસી યુવાનોએ ન મનાવ્યો ઘી-ખીચડીનો તહેવાર

વરસાદને રીઝવવા બમન માસ અને બમન રોજના દિવસે પારસી યુવાનો પારસીઓના ઘરે-ઘરે ફરી ઉઘરાવે છે ચોખા, દાળ, તેલનું સીધુ

પારસીઓ સારા વરસાદ માટે ખીચડી બનાવી પ્રાણીઓને ખવડાવે છે

ફક્ત નવસારીમાં જ પારસીઓ ઉજવે છે ઘી-ખીચડીનો તહેવાર

13:44 June 13

પાટણના હારીજમાં ગત રોજ બનેલો ફાયરિંગ મામલો

પાટણના હારીજમાં ગત રોજ બનેલો ફાયરિંગ મામલો

પાટણ પોલીસ એ 7 માંથી 3 આરોપીઓ ને ઝડપી લીધા

પકડાયેલ આરોપીઓ સામે ગુજસીટોક લાગુ  કર્યો

પાટણ જિલ્લા મા ગુજસીટોક ની પ્રથમ ફરિયાદની બની ઘટના

પકડાયેલ આરોપીઓ પાસે થી દેશી બંધુક નો કટ્ટો તેમજ ખંજર જપ્ત કર્યું

13:36 June 13

ગાંધીનગરના દેહગામમાં મા કાર્ડ અને મા અમૃતમ કાર્ડ કાઢવાની સિસ્ટમ છેલ્લા એક અઠવાડીયાથી બંધ

ગાંધીનગરના દેહગામમાં મા કાર્ડ અને મા અમૃતમ કાર્ડ કાઢવાની સિસ્ટમ છેલ્લા એક અઠવાડીયાથી બંધ

રાજ્ય સરકાર દ્વારા મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ કાઢવાની સુવિધા ગ્રામ વિસ્તારોમાં પીએચસી સેન્ટરોને પણ આપવામાં આવી છે

લોકો દેહગામમાં માં અમૃતમ કાર્ડ કઢવા માટે આવે છે પણ ત્યાં લોકોને ધરમ ધક્કો ખાવો પડે છે

13:28 June 13

બનાસકાંઠાના થરા -રાધનપુર હાઇવે પર બની લુંટની ઘટના

બનાસકાંઠાના થરા -રાધનપુર હાઇવે પર બની લુંટની ઘટના

કાંકરેજના ઉણ ગામ પાસે ભાગ્યોદય પેટ્રોલ પંપની ઘટના

સ્વીફ્ટ ડીઝાયર કારમાં આવેલ ત્રણ શખ્સોએ રિવોલ્વર બતાવી કરી લુંટ

પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી 15 હજાર રૂપિયા ની લૂંટ કરી ફરાર

લૂંટ કરતાની સમગ્ર ઘટના CCTV માં થઈ કેદ

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

11:40 June 13

જામનગર ભાજપે કારોબારીની રચના કરી, 77 સભ્યોનો સમાવેશ

જામનગર ભાજપે કારોબારીની રચના કરી, 77 સભ્યોનો સમાવેશ

જામનગર ભાજપે કારોબારીની રચના કરી

77 સભ્યોનો કારોબારીમાં સમાવેશ

11:03 June 13

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા પહેલા જળયાત્રાની તૈયારીઓ કરાઈ શરુ

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા પહેલા જળયાત્રાની તૈયારીઓ કરાઈ શરુ

જેમાં આવતીકાલે મંદિરના ટ્રસ્ટી દ્વારા જળયાત્રા યોજવા માટે પોલીસ કમિશ્નરને આપવામાં આવશે અરજી

પ્રદીપસિંહ જાડેજાએ પ્રોટોકોલ મુજબ જળયાત્રા યોજાવવાનું આપ્યું હતું  નિવેદન

જેઠ સુદ પૂનમે જગન્નાથ મંદિરમાં જળયાત્રા યોજાનાર છે.

09:53 June 13

બનાસકાંઠાના પાલનપુરમાં સામે આવ્યો મેગ્નેટ મેન જેવો કિસ્સો

બનાસકાંઠાના પાલનપુરમાં સામે આવ્યો મેગ્નેટ મેન જેવો કિસ્સો  

પાલનપુરના એક વૃદ્ધની છાતી પર મોબાઈલ,ચમચી,સિક્કા ચોટવા લાગ્યા  

અચાનક વૃદ્ધની છાતી પર મોબાઈલ, ચમચી,સિક્કા ચોંટવા લાગતા પરિવાર ચોંકી ઉઠ્યો  

વૃદ્ધનું ચેકઅપ કરાવવા સિવિલ હોસ્પીટલમાં પહોંચતા આ કિસ્સો જોઈએ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો  

અચાનક વૃદ્ધના શરીરમાં આવેલા બદલાવને લઇ પરિવાર મૂકાયો ચિંતામાં

06:10 June 13

BREAKING NEWS: આજે કુલ 455 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના કપાટ 61 દિવસ બાદ આજે ખુલ્યા

મંદિરના દરવાજા પર સેનેટાઈઝ મશીન લગાવ્યા

કોવીડ ગાઈડ લાઈન મુજબ ભક્તો દર્શન કરી શકશે

માતાજીનું મંદિર 13 એપ્રિલથી હતું બંધ

સવારે 7.30 થી સાંજના 7 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે

સાંજની આરતીમાં યાત્રાળુઓનો પ્રવેશ રહેશે બંધ

Last Updated : Jun 13, 2021, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details