ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Breaking News : સુરત કલેક્ટરે લીધી સાયણની આકસ્મિક મુલાકાત - 27 september news

Breaking News
Breaking News

By

Published : Sep 27, 2021, 6:40 AM IST

Updated : Sep 27, 2021, 5:55 PM IST

17:52 September 27

આકસ્મિક મુલાકાતથી લેતા તંત્રની ખુલી પોલ

ઓલપાડના સાયણ ખાતે રોગચાળો મામલો સુરત કલેક્ટરે લીધી આકસ્મિક મુલાકાત

સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઑક અને જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લેતા તંત્રની પોલ ખુલી

દૂષિત પાણીને ઝાડા ઉલ્ટી તાવના કેસો નોંધાયા હોવાનું કારણ જણાવ્યું, સુરત મહાનગર પાલિકાની ટિમ સાયણ આવશે

ગ્રામ પંચાયતને તાત્કાલિક નવી ગટર લાઈન નાખવાના આદેશ કર્યા, ઓલપાડ પ્રાંતને જવાદબારી સોંપાઈ

ઝાડા, ઉલટી,તાવના છેલ્લાં ત્રણ દિવસમાં 150થી વધુ કેસો અને એક 5 વર્ષીય બાળકીનું થયું છે  

મોત આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં હોવાનું નોંધાયું

17:50 September 27

આવતીકાલથી રેગ્યુલર અને સમય મર્યાદા પૂર્ણ થતો હોવાથી H.N.G યુનિવર્સીટી વિદ્યાર્થીઓની MCQ પદ્ધતિથી લેશે ઓફલાઇન પરીક્ષા અનુસ્નાતક સેમેસ્ટર  2 અને સ્નાતક સેમિસ્ટર 4ની 22 તમામ પરીક્ષાઓ OMR પદ્ધતિથી લેવાશે

B.A , B.Com, B.S.C, B.ed. M.A. M.Com, M.Sc, MSW સહિતના વિષયના વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

યુનિવર્સિટી સંલગ્ન 18 પરીક્ષા કેન્દ્રો ઉપર બે સેશનમાં લેવાશે પરીક્ષા

3,251 વિદ્યાર્થીઓ આપશે ઓફલાઈન પરીક્ષા

સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોય તેવા 947 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

17:50 September 27

રાજકોટના ઉપલેટામાં આવેલ મોજ ડેમ ફરી થયો ઓવરફ્લો

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં ઓવરફ્લો

ડેમ ઓવરફ્લો થતાં ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા

ડેમના દરવાજા ખોલાયા છે ત્યારે નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ

મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમના ખોલાયા છે 6 જેટલા દરવાજાઓ

ડેમમાં હાલ ક્યુસેક પાણીની આવક/જાવક 6,351 ક્યુસેક જોવા મળી રહી છે

હાલ પાણીના પ્રવાહમાં તેમજ નદીના પટમાં ન જવા માટે તંત્ર તરફથી અપાયું છે ખાસ સૂચન

ઉપલેટા નદી કાંઠાના ઉપલેટા, મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખી જાળીયા, નવાપરા, સેવંત્રાં, વાડલા સહિતના ગામોને કરાયા એલર્ટ

17:03 September 27

ભારત બંધના એલાનને સમર્થન આપી કર્યો વિરોધ પ્રદર્શન

સુરત ખાતે આપના કાર્યકર્તાઓએ નેશનલ હાઇવે કર્યો ચક્કાજામ

ભારત બંધના એલાનને સમર્થન આપી કર્યો વિરોધ પ્રદર્શન

કૃષિ કાયદાઓ અંગે વિરોધ દર્શાવી હાઇવે ઉપર ટાયર સળગાવ્યા

કામરેજ પોલીસ દ્વારા આપ પાર્ટીના તમામ કાર્યકર્તાઓની કરવામાં આવી અટકાયત

15:13 September 27

ઉકાઇ ડેમની સપાટી હવે રૂલ લેવલ અને ભયજનક સપાટી, 345 ફુટથી માત્ર પોણા 3 ફુટ દુર

ઉકાઇ ડેમની જળ સપાટી 342.12  ફુટ પર પહોંચી

હાલ ઉકાઇ ડેમમાં 79884 ક્યુસેક પાણીની આવક

ઉકાઈ ડેમના 13 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા

હાલ 149827 ક્યુસેક પાણી હાઈડ્રો પાવર મારફતે તાપી નદીમાં છોડાય રહ્યું છે

ઉકાઇ ડેમમાં પાણીનો ગ્રોથ જથ્થો 90 ટકા થી વધુ

ડેમનું રૂલ લેવલ અને ભયજનક સપાટી છે 345 ફુટ.

13:54 September 27

H.N.G યુનિવર્સીટી દ્વારા આવતી કાલથી રેગ્યુલર અને સમય મર્યાદા પૂર્ણ થઈ

  • H.N.G યુનિવર્સીટી દ્વારા આવતી કાલથી  રેગ્યુલર અને સમય મર્યાદા પૂર્ણ થઈ હોય તેવા વિધાર્થીઓ Mcq પદ્ધતિથી ઓફલાઇન પરીક્ષા લેવાશે
  • અનુસ્નાતક સેમેસ્ટર  2 અને સ્નાતક સેમિસ્ટર 4ની 22 પરીક્ષાઓ ઓએમઆર પદ્ધતિથી લેવાશે
  • બી.એ ,બી.કોમ, બી.એસ.સી,બી.એડ્.એમ.એ. એમ.કોમ. એમ.એસ.સી.msw સહિતના વિષયના વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
  • યુનિવર્સિટી સંલગ્ન 18 પરીક્ષા કેન્દ્રો ઉપર બે સેશનમાં લેવાશે પરીક્ષા
  • 3251 વિદ્યાર્થીઓ આપશે ઓફલાઈન પરીક્ષા
  • સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોય તેવા 947 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

13:53 September 27

પાટણ : અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંતના આગેવાનોએ યુનિવર્સિટીના કુલપતિને આપ્યું આવેદનપત્ર

  • પાટણ : અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંતના આગેવાનોએ યુનિવર્સિટીના કુલપતિને આપ્યું આવેદનપત્ર
  • ગુજરાતી ભાષા ભવન ચાલુ કરવા બાબતે આપ્યું આવેદનપત્ર
  • એચ એન જી યુનિવર્સીટી માં ૩૭ વર્ષથી ગુજરાતી ભાષા ભવન નથી
  • ભાષાભવન ન હોવાને કારણે વિદ્યાર્થીઓને પડે છે હાલાકીઓ
  • એચ એન જી યુનિવર્સીટી માં ugc ના નિયમ મુજબ ગ્રાન્ટેડ ગુજરાતી ભાષા ભવન ચાલુ કરવાની કરી માંગ

13:14 September 27

સાબરકાંઠાના હિમતનગર ખાતે ભારતીય કિસાન સભાના સદસ્યોના દેખાવો

  • સાબરકાંઠાના હિમતનગર ખાતે ભારતીય કિસાન સભાના સદસ્યોના દેખાવો
  • બસ સ્ટેન્ડ સામે ટ્રાફિક જામ નું હતું આયોજન
  • ટ્રાફીક જામ સર્જાય તે પહેલા પોલીસે કરી અટકાયત.
  • સંયુક્ત કિસાન મોરચાના આહવાન નું સાબરકાંઠામાં સુરસુરિયું.
  • ભારત બંધના મામલે જિલ્લાના તમામ માર્કેટ ખુલ્લા.
  • વિરોધ પ્રદર્શન કરવા જતા કિસાન સભાના સદસ્યો ની અટકાયત કરાઈ

13:09 September 27

રાજકોટમાં ભારત બંધને સમર્થન નહિ

  • રાજકોટમાં ભારત બંધને સમર્થન નહિ
  • તમામ બજારો રાબેતા મુજબ રાજકોટમાં શરૂ
  • વરસાદી માહોલ વચ્ચે પણ બજારો શરૂ.

13:08 September 27

મગફળી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં પૂછ્યો પ્રશ્ન

  • પરેશ ધાણાની : 19 અને 20 માં 15 ટકા ખરીદી કરી જ્યારે વર્ષ 2020 અને 21 માં 3.5 ટકા ખરીદી કરી કૃષિ મત્રી ટેકા માટે બિલ ગૃહમાં લાવે.
  • મગફળી ખરીદી મા કૌભાંડ , બારદાન ખરીદવાના કૌભાંડ 
  • મગફળીમાં ધૂળઢેફા ઉમેરવાના કૌભાંડ
  • કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં પૂછ્યો  પ્રશ્ન
  • રાઘવજી પટેલ એનો સંતોષકારક જવાબ નહી આપી શકતા
  • વિપક્ષના નેતા પરેશ ધાનાણી બોલવા ઉભા થયા

12:51 September 27

ગાંધીનગર : રાજ્યના 509 માછીમારીઓ હજુ પાકિસ્તાનમાં

  • ગાંધીનગર :  રાજ્યના 509 માછીમારીઓ હજુ પાકિસ્તાનમાં
  • 31 જુલાઈ 2021 સુધીમાં 509 જેટલા માછીમારો પાકિસ્તાનના કેદ
  • રાજ્ય સરકાર આપ્યો જવાબ
  • 509 માછીમારો અને 1141 બોટ પાકિસ્તાન દ્વારા કબજે કરવામાં આવી
  • 509 માછીમારો માંથી વર્ષ 2019-20માં 8 તથા વર્ષ 2020-21માં 10 એમ કુલ 18 રજુવાત કેન્દ્ર સરકારમાં કરાઈ
  • છેલ્લા 2 વર્ષમાં 376 માછીમારો પાકિસ્તાનમાંથી મુક્ત કરવામાં આવ્યા
  • જ્યારે છેલ્લા 2 વર્ષમાં એક પણ બોટ મુક્ત થઈ નથી

12:50 September 27

ગાંધીનગર : રાજ્યના પોલીસ કર્મીઓને કરવામાં આવશે ટેકનોલોજીથી સજ્જ

  • ગાંધીનગર :  રાજ્યના પોલીસ કર્મીઓને કરવામાં આવશે ટેકનોલોજીથી સજ્જ
  • રાજ્યમાં 10,000 બોડી કેમેરા ખરીદવામાં આવશે
  • વિધાનસભા ગૃહમાં રાજ્યગૃહપ્રધાન આપ્યો લેખિતમાં જવાબ
  • બોડી કેમેરા સીધા કનેક્ટ હશે પોલીસના સર્વરમાં

12:34 September 27

અમદાવાદ : શહેરમાં મેઘરાજાની બેટિંગથી અડધો ઇંચ વરસાદ , સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1. 56 ઇંચ વરસાદ પડ્યો

  • અમદાવાદ : શહેરમાં મેઘરાજાની બેટિંગથી અડધો ઇંચ વરસાદ
  • સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1. 56 ઇંચ વરસાદ પડ્યો
  • ઠેરઠેર ભરાયા પાણી,  વાહનચાલકોને પડી મુશ્કેલી
  • અત્યાર સુધી 26.07ઇંચ વરસાદ પડ્યો

12:27 September 27

નીમાબેન આચાર્ય વિધાનસભા અધ્યક્ષ, આજે વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ દિવસ છે

  • નીમાબેન આચાર્ય વિધાનસભા અધ્યક્ષ
  • આજે વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ દિવસ છે
  • એમના જ જન્મ દિન નિમિત્તે હું પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમણુંક થઈ છે..
  • પ્રથમ વખત ગુજરાતમાં મહિલા અધ્યક્ષ તરીકે નિમણુંક થઈ છે..
  • પૂર્વ અધ્યક્ષ જેવા સીમા ચિન્હ આપ્યા છે તે મને મદદ રૂપ થશે
  • 4609 દિવસ પીએમ મોદી વિધાનસભા ગૃહમાં હાજર રહ્યા હતા.

11:43 September 27

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પહોચ્યા વિધાનસભા

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પહોચ્યા વિધાનસભા
  • હર્ષ સંઘવીએ તેમને રિસીવ કર્યા
  • પ્રથમ દિવસની કાર્યવાહી પહેલા તમામ ધારાસભ્યો અને પ્રધાનો સાથે થઇ બેઠક

11:36 September 27

ગૃહ રાજ્યપ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવી પ્રથમ વખત વિધાનસભા પહોચ્યા

  • ગૃહ રાજ્યપ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવી પ્રથમ વખત વિધાનસભા પહોચ્યા
  • આજે વિધાનસભા ખાતે વિપક્ષના તમામ ધારાસભ્યોની એક બેઠક વિપક્ષ નેતા કાર્યાલયે મળી

11:33 September 27

કોંગ્રેસના ધારાસભ્યો ઇમરાન ખેડાવાળા અને ગાયસુદ્દીન શેખ પહોચ્યા વિધાનસભા

  • કોંગ્રેસના ધારાસભ્યો ઇમરાન ખેડાવાળા અને ગાયસુદ્દીન શેખ પહોચ્યા વિધાનસભા
  • બે દિવેસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ કોરોનામાં મૃતકોને 4 લાખની સહાયની માંગ કરશે 
  • 25 ટકા ફી માફીની જાહેરાત છત્તા ફી માફી મળી નથી 
  • કોરનાના મૃતકોના પરિવારજનો સ્મશાનની પાવતી સાથે કોંગ્રેસને મળે અમે તેમને ન્યાય અપાવવા પ્રત્યન કરીશું 

11:32 September 27

રાજકોટમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ

  • રાજકોટમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ.
  • અઠવાડિયાના વિરામ બાદ રાજકોટમાં જોવા મળ્યું વરસાદી વાતાવરણ.
  • શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ આવતા રસ્તાઓ પાણી પાણી.
  • મનપા તંત્ર પણ વરસાદને પગલે થયું છે એલર્ટ.
  • રાજકોટમાં વરસાદી માહોલ છાવતા વાતાવરણમાં ઠંડક.

11:31 September 27

ગાંધીનગર : વિધાનસભા બે દિવસીય ચોમાસા સત્રની શરૂઆત

  • ગાંધીનગર : વિધાનસભા બે દિવસીય ચોમાસા સત્રની શરૂઆત
  • પ્રથમ દિવસે વિધાનસભા અધક્ષની ચૂંટણી થશે
  • ચૂંટણી બાદ વિધાનસભામાં તારાકિત પ્રશ્નોતરી પર ચર્ચા થશે
  • વિધાનસભા ગૃહમાં શોક દર્શક ઉલ્લેખો રજૂ કરવામાં આવશે
  • કોરોનામાં અવસાન પામનારને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે
  • વિધાનસભા પ્રથમ દિવસે ઉપાધક્ષની ચૂંટણી થશે
  • ઉપાધક્ષ માટે ભાજપમાંથી જેઠા ભરવાડ, કોંગ્રેસમાંથી અનિલ જોષીયરાનું ઉમેદવાર
  • વિધાનસભામાં બે સરકારી બિલ રજૂ કરવામાં આવશે
  • ગુજરાત ખાનગી યુનિવર્સીટી દ્વિતીય સુધારા વિદ્યયક રજૂ થશે
  • શિક્ષણપ્રધાન ખાનગી યુનીવર્સીટી દ્વિતીય સુધારા વિધયક રજૂ કરશે
  • નાણાંપ્રધાન ગુજરાત માલ સેવા વેરા સુધારા વિધયક રજૂ કરશે

10:54 September 27

સુરત : મનપાને કામગીરી માટે SRP ટીમ મળી

  • સુરત : મનપાને કામગીરી માટે SRP ટીમ મળી
  • ઢોર પકડવા,દબાણ હટાવવા ગેરકાયદેસર કબજા દૂર કરવા, ભિક્ષુક મુક્ત શહેર બનાવવા SRP ને સાથે રાખવામાં આવશે
  • મનપા ની કામગીરી સુચારુ રૂપે થાય તે માટે રાજ્ય સરકારે SRP ની ટિમ સુરત મનપા ને ફાળવી.
  • અગાઉ મનપા કામગીરી માં ઘર્ષણ થતા હતા.
  • ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ,મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીના પ્રયત્નથી સુરત મનપાને SRPની ટીમ મળી.

10:22 September 27

સુરત : પાલ રોડના સુમેરુ સિલ્વર લીફમાં કોરોનાના કેસો મળ્યા

  • સુરત : પાલ રોડના સુમેરુ સિલ્વર લીફમાં કોરોનાના કેસો મળ્યા
  • 10થી 14 વર્ષના ત્રણ બાળક સહિત પાંચને કોરોના
  • 7 દિવસમાં 5 કેસ મળતાં સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટ પણ સીલ
  • અન્ય 77 બાળકોના ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ
  • એપાર્ટમેન્ટમાં ચેપ વધતાં બાકી રહેલા 47 રહીશોએ 4 જ દિવસમાં રસી લઈ લીધી
  • પોઝિટિવ​​​​​​​ આવેલા બાળકોમાં શરદી, ખાંસી અને તાવના લક્ષણ મળ્યાં, ગંભીર કેસ એકપણ નહીં

09:50 September 27

સુરત : ઓલપાડના મુખ્ય બજારમાં ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરે તે પહેલા જ અટકાયત

  • સુરત : ઓલપાડના મુખ્ય બજારમાં ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરે તે પહેલા જ અટકાયત.
  • સંયુક્ત કિસાન મોરચાએ ખેડુત વિરોધી કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન.
  • બંધ ને ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા આપવામાં આવ્યો છે ટેકો.
  • બંધ ને ટેકો આપવા સહકારી મંડળીઓ,એપીએમસી ના વહીવટકર્તાઓને બંધ મા જોડાવા કરાયું છે આહવાન.
  • દક્ષિણ ગુજરાત ખેડૂતના પ્રમુખ રમેશ પટેલ સહિત ખેડૂતોની કરાઈ અટકાયત.

09:47 September 27

અમદાવાદમાં સવારથી વાદળછાયુ વાતાવરણ

  • અમદાવાદમાં સવારથી વાદળછાયુ વાતાવરણ
  • વરસાદ આવે તેવી શક્યતા

09:44 September 27

કેરળમાં ભારત બંધની અસર, દુકાનોમાં તાળાબંધી

  • કેરળમાં ભારત બંધની અસર
  •  દુકાનો બંધ


 

09:34 September 27

પાટણ શહેર સહિત જિલ્લામાં ખેડૂત દ્વારા અપાયેલ બંધની કોઈજ અસર નહિ

  • પાટણ શહેર સહિત જિલ્લામાં ખેડૂત દ્વારા અપાયેલ બંધની કોઈજ અસર નહિ
  • પાટણમાંથી કોઈજ નેતાની અટકાયત નહિ
  • પાટણ જિલ્લાના ખેડૂતો એ રાબેતામુજબ કામગીરી શરૂ કરી
  • કોંગ્રેસ પણ બંધ સમર્થન થી દૂર રહ્યું કોઈજ કાર્યક્રમ નહિ
  • બીજી બાજુ વરસાદી માહોલ સર્જાતાં સમી સાંજ જેવું વાતાવરણ
  • બંધને લઈ પોલિસ બંદોબસ્ત તૈનાત

09:22 September 27

કર્ણાટકમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા

  • કર્ણાટકમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા


 

09:18 September 27

આજે ખેડૂતોનું ભારત બંધ: ખેડૂતો બહાદુરગઢ રેલવે સ્ટેશન પહોંચ્યા ટ્રેકની વચ્ચે ઉભા રહીને સૂત્રોચ્ચાર કર્યા

  • આજે ખેડૂતોનું ભારત બંધ: ખેડૂતો બહાદુરગઢ રેલવે સ્ટેશન પહોંચ્યા
  •  ટ્રેકની વચ્ચે ઉભા રહીને સૂત્રોચ્ચાર કર્યા

08:34 September 27

ભારત બંધ: યુપીથી ગાઝીપુર સુધી અવરજવર બંધ

  • ભારત બંધ: યુપીથી ગાઝીપુર સુધી અવરજવર બંધ

08:30 September 27

ખેડૂત સંગઠનોનો દ્વારા ભારત બંધ દિલ્હીમાં શરૂ થયો

  • ખેડૂત સંગઠનોનો દ્વારા ભારત બંધ દિલ્હીમાં શરૂ થયો
  •  NH-9 અને NH-24 ગાઝીપુર બોર્ડર પર જામ


 

08:18 September 27

નવસારી : સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે કૃષિ કાયદા રદ્દ કરવા સાથે અન્ય મુદ્દાઓને લઈ આપવામાં આવ્યુ છે ભારત બંધનુ એલાન માંગ

  •  નવસારી : સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે કૃષિ કાયદા રદ્દ કરવા સાથે અન્ય મુદ્દાઓને લઈ આપવામાં આવ્યુ છે ભારત બંધનુ એલાન માંગ
  • ભારત બંધના અર્થ જિલ્લા કિસાન મોર્ચા દ્વારા આપવામાં આવ્યુ હતુ સમર્થન
  • નેશનલ હાઇવે નં. 48 પર ઉન ગામ નજીક ચક્કજામનો આપ્યો હતો કાર્યક્રમ
  • ખેડૂતો ચક્કાજામનો કાર્યક્રમ આપે એ પૂર્વે જ આગેવાનોને કરાયા ડિટેન અથવા નજરકેદ
  • નવસારી જિલ્લા કોંગ્રેસ કિસાન મોર્ચાના હિમાંશુ વશી, નવસારી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભરત વાળને કરાયા ડિટેન
  • નવસારી ખેડૂત સમાજના પ્રમુખ પીનાકીન પટેલને કરાયા ડિટેન
  • ખેડૂતોના આંદોલન પૂર્વે જ પોલીસે આગવવાનોને ડિટેન કરતા ચક્કાજામ કાર્યક્રમનો ફિયાસ્કો થવાની સંભાવના

07:27 September 27

ગુલાબ વાવાઝોડાની અસર નીચે ભારતીય હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

  • ગુલાબ વાવાઝોડાની અસર નીચે ભારતીય હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
  • જુનાગઢ ગીર સોમનાથ દિવ અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની વ્યક્ત કરી આગાહી
  • આગામી 24 કલાક દરમ્યાન સૌરાષ્ટ્ર ના જીલ્લા ઓમા વરસાદ જોવા મળે તેવી હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતાઓ

06:38 September 27

ખેડૂતોએ આજે ​​ભારત બંધનું એલાન કર્યું, 15 જિલ્લા પોલીસ હાઈ એલર્ટ પર

  • ખેડૂતોએ આજે ​​ભારત બંધનું એલાન કર્યું, 15 જિલ્લા પોલીસ હાઈ એલર્ટ પર


 

06:38 September 27

પીએમ મોદી આજે સવારે 11 કલાકે આયુષ્માન ભારત ડિજિટલ મિશન લોન્ચ કરશે

  • પીએમ મોદી આજે સવારે 11 કલાકે આયુષ્માન ભારત ડિજિટલ મિશન લોન્ચ કરશે


 

06:36 September 27

Breaking News : આકસ્મિક મુલાકાતથી લેતા તંત્રની ખુલી પોલ

IPL: RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રનથી આપ્યો પરાજય, 111 રનમાં સમેટાઈ MIની ટીમ

Last Updated : Sep 27, 2021, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details