ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Breaking News : સુરત : હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત તથા સુરતમાં ભારે વરસારદ - આજના સમાચાર

Breaking News
Breaking News

By

Published : Sep 23, 2021, 6:29 AM IST

Updated : Sep 23, 2021, 2:08 PM IST

14:07 September 23

અમદાવાદ : સાબરમતી નદીના પ્રદુષણને લઇ ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો સુનાવણી

  • અમદાવાદ : સાબરમતી નદીના પ્રદુષણને લઇ ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો સુનાવણી
  • કોર્ટે GPCB અને AMC ને આપ્યા નિર્દેશ
  • સુવેજ લાઈનમાં એફ્લ્યુઍન્ટ પાણી ઠાલવતા એકમોના નામ જાહેર કરવા કર્યો આદેશ
  • પ્રદુષિત પાણીને ખેતરો સુધી લઇ જવા ઉપર કોર્ટે વ્યક્ત કરી નારાજગી
  • મીરોલી પિયત સહકારી મંડળીને સાબરમતીના પાણીનો ઉપયોગ કરવા ઉપર ફરમાવ્યો મનાઈ હુકમ

13:21 September 23

સુરત : હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત તથા સુરતમાં ભારે વરસારદ વર્ષી રહ્યો છે

  • સુરત : હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત તથા સુરતમાં ભારે વરસારદ વર્ષી રહ્યો છે.
  • મોડી રાત્રિથી શરૂથયેલા વરસાદે સુરત શહેર ને પાણીથી તરબોળ.
  • મોડી રાતથી વર્ષી રહેલા વરસાદે 2 કલાક વિરામ બાદ ફરી વરસાદ વર્ષયો.
  • સમગ્ર શહેરમાં મુશાળદાર વરસાદ વર્ષી રહ્યો છે.
  • શહેરમાં અત્યાર સુધીમાં બે ઇંચ વરસાદ વર્ષી ચુક્યો છે.
  • સતત વરસાદને કારણે નીચાળ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
  • શહેરના વરાછા થી કામરેજ રોડ ઉપર પાણી ભરાય.
  • પાણી ભરાતા વાહન ચાલકોને થઇ રહી છે ભારે હાલાકી.

13:05 September 23

ચાઇના બોર્ડર નજીક હોવાથી અરુણાચલ પ્રદેશના 15 DYSP લઈ રહ્યા છે ચાઈનીઝ ભાષા શિખવાની ટ્રેનિંગ

  • ચાઇના બોર્ડર નજીક હોવાથી અરુણાચલ પ્રદેશના 15 DYSP લઈ રહ્યા છે ચાઈનીઝ ભાષા શિખવાની ટ્રેનિંગ

13:01 September 23

ગાંધીનગર: પાક નુકસાન અને જમીન ધોવાણ સહાય મામલે બેઠક

  • ગાંધીનગર: પાક નુકસાન અને જમીન ધોવાણ સહાય મામલે બેઠક
  • નાણાપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજાશે
  • બેઠકમાં કૃષિપ્રધાન, મહેસુલપ્રધાન રહેશે હાજર
  • પાક નુકસાન સહાયમાં વધારો કરવા બાબતે થશે, જમીન ધોવાણ સહાય વધારા બાબતે થશે ચર્ચા
  • બેઠકમાં સહાયની રકમ નક્કી કરવામાં આવશે, SDRF ના ધારા ધોરણ કરતા વધારે સહાય આપવા બાબતે થશે ચર્ચા
  • આગામી સોમવારથી સહાય ચૂકવવાનું શરૂ થાય તેવું આયોજન
  • પ્રાયોગિક ધોરણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ ફરી લાગુ થઈ શકે છે.

12:48 September 23

રાજકોટમાં દીવાલ પડતા બે શ્રમિકોને મોત એક ઘાયલ

  • રાજકોટમાં દીવાલ પડતા બે શ્રમિકોને મોત એક ઘાયલ
  •  નાનામવા રોડ પર આવેલા જીવરાજપાર્કમાં અવ બિલ્ડીંગનું રીનોવેશનનું ચાલતું હતું કામ
  •  બિલ્ડીંગમાં કામ કરી રહેલ શિવાનંદ અને રાજુ ખુશાલભાઈ સાગઠિયાનું મોત
  •  સુરજકુમાર નામના વ્યક્તિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

12:47 September 23

ભાવનગર: સિહોર તાલુકાના સણોસરા ગામે દીપડો ઘૂસવાનો મામલો

  • ભાવનગર: સિહોર તાલુકાના સણોસરા ગામે દીપડો ઘૂસવાનો મામલો
  • 20 થી વધુ બકરા નું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો
  • સણોસરાના લોકભારતી સંકુલ નજીક દે.પૂ.વિસ્તારમાં ઘુસ્યો હતો દીપડો
  • ઘુસી આવેલા દીપડાએ  20 જેટલા બકરાનું કર્યું હતું મારણ
  • ગામમાં દીપડા ઘુસી આવતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી
  • વન વિભાગને ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પુરવા માં સફળતા મળી
  • દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં હાશકારો
  • વનવિભાગ દ્વારા દિપડાને વડાલ એનિમલ કેર સેન્ટર મોકલાયો
  • સણોસરા દેવીપૂજક વિસ્તારમાં બે દીપડા ઘુસી આવ્યા હોવાનું ગામલોકો કહી રહ્યા છે
  • હાલ વનવિભાગે એક દિપડાને પાંજરે પૂરતા લોકોને રાહત મળી છે
  • બીજા દીપડા માટે વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવી શોધખોળ ચાલુ રાખવામાં આવી છે

12:46 September 23

પંચમહાલ: પાવાગઢ મંદિર ટ્રસ્ટએ રાજુ ભટ્ટ ને કર્યા હોદ્દો પરથી દૂર

  • પંચમહાલ: પાવાગઢ મંદિર ટ્રસ્ટએ રાજુ ભટ્ટ ને કર્યા હોદ્દો પરથી દૂર
  • રાજુ ભટ્ટ પર હાલમાં લાગ્યો છે દુસકર્મ નો આરોપ
  • આજરોજ મેલળી મિટીંગ માં લેવાયો નિર્ણય

12:05 September 23

પાટણ : સિદ્ધપુર સબજેલમાંથી આંગડીયા પેઢી લૂંટ કેસના આરોપી થયા ફરાર

  • પાટણ : સિદ્ધપુર સબજેલમાંથી આંગડીયા પેઢી લૂંટ કેસના આરોપી થયા ફરાર
  • આંગડીયા લૂંટના બંને આરોપીઓ સબજેલમાંથી ફરાર
  • મોડીરાતે  સબજેલ પર ફરજ બજાવતા ASI નું મોટરસાઇકલ લઇને લૂંટના આરોપી થયા ફરાર
  •  સિઘ્ઘપુરના દેથળી ચાર રસ્તા નજીક બનેલી આંગડીયા લૂંટના આરોપી સબજેલમાંથી થયા ફરાર.
  • LCB , SOG ,સિઘ્ઘપુર પોલીસની ટીમો થઇ દોડતી
  • પાટણ SP સહિતનો કાફલો સિદ્ધપુર સબજેલ જવા રવાના
  • લૂંટ કેસના બંને આરોપી
  • _ દેવુસિંહ ચૌહાણ
  • _ ઉપેન્દ્રસિંહ ચૌહાણ
  • જેલર ASIને ચકમો આપી આરોપીઓ મોટરસાયકલ લઇને થયા ફરાર
  • - સિદ્ધપુર સબજેલના પોલીસકર્મીઓની બેદરકારીને લઇને લૂંટ કેસના બંને મુખ્ય આરોપીઓ થયા ફરાર.

11:56 September 23

સુરત :કીમ માંડવી રાજ્ય ધોરી માર્ગ કરાયો બંધ

  • સુરત :કીમ માંડવી રાજ્ય ધોરી માર્ગ કરાયો બંધ
  • ભારે વરસાદને લઈ રોડ પર ફરી વળ્યાં  પાણી
  • એક કિલોમીટર સુધી રોડ પર પાણી
  • અનેક વાહનો અટવાયા
  • માંડવી કોલેજ જતા વિદ્યાર્થીઓ અટવાયા.

11:54 September 23

અમદાવાદ : રાજપથ અને કર્ણાવતીમાં નહીં યોજાય નવરાત્રિ

  • અમદાવાદના ગરબા રસીકો માટે મોટા સમાચાર
  • રાજપથ અને કર્ણાવતીમાં નહીં થાય નવરાત્રિ
  • સરકાર છૂટ આપે તો પણ નહીં યોજે નવરાત્રિ
  • મહામારીને લઈને આયોજકો દ્વારા નિર્ણય
  • આ વખતે પણ કલબોમાં નહિ યોજાય નવરાત્રી
  • માત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન નડી
  • મોટા ભાગના ક્લબોમાં નહીં યોજાય નવરાત્રિ

11:41 September 23

રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘ ગુજરાતે શિક્ષણ પ્રધાન જીતુ વાઘણીને લખ્યો પત્ર

  • રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘ ગુજરાતે શિક્ષણ પ્રધાન જીતુ વાઘણીને લખ્યો પત્ર
  • ફાયર NOC માટે શાળાઓને 6 મહિનાનો સમય આપવા કરી માંગ
  • સ્કૂલ સીલ કામગીરી અટકાવવા કરી માંગ
  • અમદાવાદની 250થી વધુ અને નવસારીની 4સ્કૂલને અપાઈ છે ક્લોઝર નોટીસ
  • ફાયર વિભાગે NOC રજૂ કરવા સાત દિવસની આપી છે મુદ્દત

11:15 September 23

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આયુષમાન ભારત દિવસની ઉજવણી

  • અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આયુષમાન ભારત દિવસની ઉજવણી.
  • આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હાજર
  • રાજ્યની સરકારી હોસ્પિટલોમાં PMJAY-MA કાર્ડની સેવા માટે “ગ્રીન કોરિડોર”ની વ્યવસ્થા ઉભી કરાશે
  • ગ્રીનકોરિડર દ્વારા દર્દીઓને આરોગ્ય સેવાઓ ત્વરીત ઉપલબ્ધ કરાવાશે..
  • આજથી  રાજ્યભરમાં PMJAY-MA કાર્ડ માટે મેગાડ્રાઇવનું આયોજન*
  • 80 લાખ કુટુંબોને PMJAY-MA કાર્ડના લાભ અપાશે.
  • આયુષમાન ભારતના 3 વર્ષ પૂર્ણ નિમિતે આરોગ્ય પ્રધાન પહોંચ્યા સિવિલ હોસ્પિટલ.
  • નવ નિયયુક્ત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ આવી પહોંચ્યા સિવિલ હોસ્પિટલ.
  • આયુષમાંન દિવસની સિવિલ હોસ્પિટલમાં ઉજવણી.
  • Pm jay યોજનાનો ચોથા વર્ષમાં પ્રવેશ.
  • Pm jay અને ma યોજનાના લાભાર્થીના હિતાથ્રે ગ્રીન કોરીદોર વ્યવસ્થાનું લોકપર્ણ.
  • આરોગ્ય પ્રધાનની સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન નિમિષા સુથાર પણ આવી પહોંચ્યા.
  • સામાજિક ન્યાય અને અધિકારના કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર પણ આવ્યા સિવિલ હોસ્પિટલ
  • મનોજ અગવાલ, જય પ્રકાશ શિવહરે રેમ્યા મોહન સહિતના આરોગ્ય ઉચ્ચ અધિકારીઓ પણ આવી પહોંચ્યા

10:48 September 23

મજબૂત વૈશ્વિક સંકેતો સાથે શેરબજારની જોરદાર શરૂઆત, SENSEX 59,429 સુધી ઉછળ્યો

મજબૂત વૈશ્વિક સંકેતો સાથે શેરબજારની જોરદાર શરૂઆત, SENSEX 59,429 સુધી ઉછળ્યો

10:36 September 23

હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે

  • હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે
  •  સુરતમાં મોડી રાતથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. 
  • તેમજ રાતથી શરુ થયેલો વરસાદ સવારમાં પણ યથાવત રહ્યો હતો
  •  જેને લઈને સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા

10:33 September 23

સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ

  • સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ
  • ઓલપાડ, માંડવી, માંગરોળ, ઉમરપાડા વિસ્તારમાં વરસાદ
  • કીમ - માંડવી રાજ્યધોરી માર્ગ પર ભરાયા પાણી
  • મુખ્યમાર્ગ પર પાણી ભરાતા વાહનો ચાલકો મુકાયા મુશ્કેલીમાં.

10:32 September 23

પાટણ : સાંતલપુરમાં માનવતાને સર્મસાર કરતી ઘટના સામે આવી

  • પાટણ : સાંતલપુરમાં માનવતાને સર્મસાર કરતી ઘટના સામે આવી
  • મહિલા દ્વારા 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નખાવી સત્યતાના કર્યા પારખાં
  •  એક જ વિસ્તારમાં રહેતી મહિલા અને બાળકી
  •  મહિલા દ્વારા વાતની ખરાઈ કરવા બાળકીને ઉકળતા તેલમાં હાથ નખાવામાં આવ્યો
  • બાળકી બુમાંબૂમ કરતી રહી પરંતુ માનવતા ભૂલેલી મહિલાએ અમાનુસી અત્યાચાર કર્યું
  • હાથના ભાગે દાઝેલ બાળકીને સાંતલપુર સરકારી હોસ્પિટલમાં અપાઈ સારવાર
  • ઘટનાને લઈ બાળકીના પિતા દ્વારા મહિલા વિરુદ્ધ સાંતલપુર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી
  • પોલીસે આરોપી મહિલાને ઘરેથી ઝડપી પાડી

10:32 September 23

જામનગર : જોડીયા તાલુકામા સાંબેલાધાર વરસાદ

જામનગર : જોડીયા તાલુકામા સાંબેલાધાર વરસાદ.

આજે વહેલી સવારે છ થી આઠ વાગ્ય વચ્ચે મુશળધાર  વરસાદ

બે કલાકમા 5 ઈંચ વરસાદ નોંધાયો.

ભારે વરસાદથી  નિચાણવારા વિરતારોમા પાણી ભરાયા.

હજુ પણ વરસાદ ચાલુ.

10:15 September 23

કર્ણાટકમાં કોરોનાના 847 નવા કેસ નોંધાયા

  • કર્ણાટકમાં કોરોનાના 847 નવા કેસ
  • છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના મોત


 

09:43 September 23

જામનગર: લાંબા વિરામ બાદ ફરી જામનગરમાં વરસાદ

  • જામનગર: લાંબા વિરામ બાદ ફરી જામનગરમાં વરસાદ
  • જીલાના ધ્રોલ, જોડીયા અને જામનગરમાં વરસાદ શરૂ.
  • જોડીયામાં 20-20 મેચ ની જેમ ધુવાંધાર બેટિંગ કરતા મેઘરાજા.
  • સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા સુધીમાં  5 ઇંચ વરસાદ પડ્યો. 

09:42 September 23

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

  • સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ 
  • કામરેજમાં નેશનલ હાઇવે 48 અને સર્વિસ રોડ પર ભરાયા પાણી.
  • હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દર્શયો.
  • પાણી ભરાતા વાહન ચાલકો કરી રહયા છે હાલાકીનો સામનો.
  • કામરેજમાં વીજ કડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ.

09:25 September 23

કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 31,923 નવા કેસ, 282 મોત

કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 31,923 નવા કેસ, 282 મોત


 

09:20 September 23

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

  • નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ.
  • રાત્રે 10:00 થી 8:00 સુધી ગણદેવી તાલુકામાં નોંધાયો સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ
  • છેલ્લા બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસતાં વેગણીયા ખાડીનો લો લેવલ પુલ પાણીમાં થયો ગરકાવ.
  • બીજી તરફ રહેતા 250 થી વધુ પરિવારો થયા પ્રભાવિત.
  • સિઝનમાં ત્રીજી વખત લો લેવલ બ્રિજ   પાણીમાં ગરકાવ થયો

09:20 September 23

અમદાવાદ: અભિનેતા સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ થયા

  • અમદાવાદ: અભિનેતા સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ થયા
  • અમદાવાદમાં ખાનગી હોટલમાં બંધ બારણે કરી હતી બેઠક
  • IT રેડમાં 20 કરોડનો લાગ્યો છે આરોપ
  • આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે બંધ બારણે બેઠક
  • ગઈકાલે પણ આપ ના નેતાઓ સાથે કરી હતી બેઠક - સૂત્રો
  • સિંધુભવન પાસે ખાનગી હોટલમાં ગઈકાલે દિવસ દરમિયાન આપ ના નેતાઓ સાથે અલગ અલગ કરી બેઠક
  • ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓ પણ હતા બેઠકમાં હાજર

09:19 September 23

રાજકોટમાં વધુ એક શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

  •  રાજકોટમાં વધુ એક શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
  • સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો 610 કિલોગ્રામ ગાંજો
  •  શહેરના રેલનગર મેઈન રોડ પરથી સુરેશભાઈ ગૌરીશંકર જોશી નામનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો
  •  પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો ગુન્હો.

08:56 September 23

અફઘાનિસ્તાન પરથી હવે જલ્દી જ આર્થિક પ્રતિબંધો હટાવી લઈશું: ચીની વિદેશ પ્રધાન

અફઘાનિસ્તાન પરથી હવે જલ્દી જ આર્થિક પ્રતિબંધો હટાવી લઈશું: ચીની વિદેશ પ્રધાન

08:30 September 23

નવસારી : હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ

  •  નવસારી : હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ.
  • જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ
  • જિલ્લામાં સૌથી વધુ વરસાદ નવસારી તાલુકામાં 111 mm જેટલો નોંધાયો.
  • ભારે પવન સાથે વરસાદ આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા
  • રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

06:40 September 23

Global COVID-19 Summit: PM મોદીએ કહ્યું ‘બીજી લહેર દરમિયાન વિશ્વ ભારતની સાથે એક પરિવારની જેમ ઊભું રહ્યું’

  •  PM મોદીએ કહ્યું ‘બીજી લહેર દરમિયાન વિશ્વ ભારતની સાથે એક પરિવારની જેમ ઊભું રહ્યું’

06:34 September 23

મોરબી: માળીયા હાઈવે પર ટીંબડી નજીક ગમખ્વાર અકસ્માત, પાર્ક કરેલા ટ્રેલરની પાછળ કાર અથડાતા 5 વ્યક્તિઓના મોત

  • મોરબી: માળીયા હાઈવે પર ટીંબડી નજીક ગમખ્વાર અકસ્માત
  •  પાર્ક કરેલા ટ્રેલરની પાછળ કાર અથડાતા 5 વ્યક્તિઓના મોત

06:34 September 23

લખનઉ : ઉત્તર પ્રદેશ સરકારે મહંત નરેન્દ્ર ગિરિના મોત મામલે સીબીઆઈ તપાસની કરી ભલામણ

  • ઉત્તર પ્રદેશ સરકારે મહંત નરેન્દ્ર ગિરિના મોત મામલે સીબીઆઈ તપાસની કરી ભલામણ

06:19 September 23

Breaking News : સુરત : હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત તથા સુરતમાં ભારે વરસારદ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા
  •  ભારતીયોએ સ્વાગત કર્યું


 

Last Updated : Sep 23, 2021, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details