- સમગ્ર સુરત જિલ્લો મેઘમય
- સુરત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ
- ઉમરપાડા, માંગરોળ, માંડવી,ઓલપાડ, કામરેજ સહિતના વિસ્તારોમાં વરસાદ
- સારો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હરખની હેલી
- ઉલ્લેખનીય છેકે સપ્ટેમ્બર મહિના ની શરૂઆત થી જ સુરત જિલ્લામાં વરસી રહ્યો છે સારો વરસાદ
Breaking News : સમગ્ર સુરત જિલ્લો મેઘમય
14:00 September 07
સમગ્ર સુરત જિલ્લો મેઘમય
13:43 September 07
અંબાજીમાં કડાકા ભડાકા સાથે વરસાદ
- અંબાજીમાં કડાકા ભડાકા સાથે વરસાદ
- 15 મિનિટમાં પડ્યો ભારે વરસાદ
- એક વાદળ ફાટ્યું 15 મિનિટ માં અરધા ઇંચ જેટલો પડ્યો વરસાદ
- અંબાજીના બજારોમાં ફરી એકવાર નદીઓ ના વહેણ જોવા મળ્યા
- હાઇવે માર્ગ પાણીમાં ગરકાવ
- અનેક વાહનો અટવાયા બજારોમાં પાણી ફરી વળ્યાં
- સિલાઈના સંચા પણ પાણીમાં ઘરકાવ જોવા મળ્યા
- સતત ત્રીજા દિવસે જોવા મળ્યુ વરસાદ
12:55 September 07
ગાંધીનગર: 10 થી 19 સુધી થનાર ગણેશ મહોત્સવને લઈને પોલીસની ગાઈડલાઈન જાહેર
- ગાંધીનગર: આગામી ગણેશ મહોત્સવને લઈને શહેર એડિશન સીપીની પ્રેમવીરસિંહ પ્રેસ
- આગામી તારીખ 10 થી 19 સુધી થનાર ગણેશ મહોત્સવને લઈને પોલીસની ગાઈડલાઈન
- ગણેશ સ્થપના માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની લેવી પડશે મંજૂરી
- લાઉડ સ્પીકર વગાડવા માટે પણ પોલીસ મંજૂરી લેવી પડશે
- ગણેશ વિસર્જન માટેના સરઘસની પણ પોલીસ પરવાનગી લેવી પડશે
- ગણેશ પાડાલ શક્ય હોય એટલો નાનો રાખવા સૂચના
- કોરોનાના ગાઈડ લાઈન મુજબ દર્શન કરવુંના રહેશે .
- પૂજા આરતી પ્રસાદ સિવાય અન્ય કોઈ ધાર્મિક કે સંસ્કૃતિ કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ
- સરઘસ કાઢવા માટે નો રૂટ એમ જોન કરતા વધુ આવતો હશે તો કમીશ્નર કચેરી ની પરવાનગી જરૂરી .
12:43 September 07
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાશે
- સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાશે.
- વડાપ્રધાનનો જન્મદિવસ 17.9.21 ના રોજ ઉજવવાશે.
- 71 કિલોની કેક કાપવામાં આવશે
- 71 જેટલી સામાજિક સંસ્થા જોડાશે
- 710 બોટલ રક્તદાન કરવાનો નીર્ધાર.
- રક્તદાન કરનાર ને 2 લાખ નું વીમા કવચ આપવામાં આવશે.
- શ્રી રાધાકૃષ્ણ મંદિર સામાજિક સંઘઠન દ્વારા યોજાશે કાર્યક્રમ.
11:59 September 07
પાટણ: ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ યુવા પ્રમુખ તીર્થ નગરી શંખેશ્વર પ્રવાસે
- પાટણ: ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ યુવા પ્રમુખ તીર્થ નગરી શંખેશ્વર પ્રવાસે
- જૈન તીર્થ સ્થાન શંખેશ્વર ખાતે પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ચાલી રહેલ વ્યાખ્યાનમાં આપી હાજરી
- પ્રશાંત કોરટ પ્રદેશ યુવા મોરચા પ્રમુખે જૈન મુનિના લીધા આશીર્વાદ
- દિવસ દરમિયાન અનેક વિધ કાર્યક્રમો માં આપશે હાજરી
11:59 September 07
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય
- વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય.
- મેડિકલ વેસ્ટનો ઢગ ખડકાતા તંત્રની સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા અભિયાનની પોલમ પોલ.
- કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે મેડિકલ વેસ્ટ રઝળતી હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા
- વિશ્વામિત્રી નદીની આસપાસ લાગવાયેલી લોખંડની જારીઓ તેમજ એંગલની પણ ચોરી.
- ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા બાદ પણ વિશ્વામિત્રી નદીમાં કોઈ સાફ સફાઈ નહીં થતા તંત્ર સામે રોષ.
11:54 September 07
Gandhinagar : મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ઉદ્યોગ અને ખાણ વિભાગે વિશ્વવિખ્યાત ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે MOU કર્યા
મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ઉદ્યોગ અને ખાણ વિભાગે વિશ્વવિખ્યાત ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે MOU કર્યા
11:38 September 07
અમદાવાદ : ધંધુકા બગોદરા રોડ પર ટ્રાવેલ્સ બસે મારી પલ્ટી 35 થી વધુ મુસાફરો ઘાયલ 11 ગંભીર
- અમદાવાદ : ધંધુકા બગોદરા રોડ પર ટ્રાવેલ્સ બસે મારી પલ્ટી 35 થી વધુ મુસાફરો ઘાયલ 11 ગંભીર
- ધંધુકાના ખડોળ પાટિયા પાસે બની ઘટના
- જેમાં 3 નાના બાળકો સહિત 11 લોકો ગંભીર
- ટ્રાવેલ્સ બસ અમદાવાદ થી સૌરાષ્ટ્ર તરફ ટુર લઈ આવતા નડ્યો અકસ્માત
- ઘટનાની જાણ થતા ધંધુકા,ફેદરા,બગોદરા, ધોલેરા, બરવાળા,અને રાણપુર 6 જેટલી 108 ઘટના સ્થળે
- તમામ ને ધંધુકા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડયા ત્યાર બાદ 4 (108) દ્વારા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા
- વહેલી સવારે બની ઘટના
11:34 September 07
SC માં પેગાસસ કેસની સુનાવણી 13 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે
- SC માં પેગાસસ કેસની સુનાવણી 13 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે
10:54 September 07
તાપી: વાલોડ નગરમાં ગ્રામ પંચાયત દ્વારા રસ્તાની મરામત ન કરાતાં રાહદારીઓને ફાળો આપવા વિનંતી કરતું પોસ્ટર લાગ્યું.
- તાપી: વાલોડ નગરમાં ગ્રામ પંચાયત દ્વારા રસ્તાની મરામત ન કરાતાં રાહદારીઓને ફાળો આપવા વિનંતી કરતું પોસ્ટર લાગ્યું.
- દોઢ મહિના અગાઉ ગટર લાઈનની કામગીરી માટે રસ્તા પર કરાયું હતું ખોદકામ.
- રસ્તા પર અનેક જગ્યાએ ખાડા પડ્યા હોય દોઢ મહિનાથી રાહદારીઓને અવરજવરમાં હાલાકી.
10:41 September 07
અરુણાચલ પ્રદેશમાં કોરોનાના 70 નવા કેસ નોંધાયા, 3 લોકોના મોત
- અરુણાચલ પ્રદેશમાં કોરોનાના 70 નવા કેસ
- 124 લોકો સાજા થયા, 3 ના મોત થયા
10:36 September 07
રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુના કેસો વધ્યા, આંકડો 100 દર્દીઓને વટાવી ગયો
- રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુના કેસો વધ્યા
- આંકડો 100 દર્દીઓને વટાવી ગયો
10:05 September 07
સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, શહેરી મહોલ્લામાં ડીજે અને લાઉડસ્પીકર વગાડવા પ્રતિબદ્ધ
- સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું
- ગણેશ પર્વને લઈ જાહેરનામું બહાર પડાયું
- શહેરી મહોલ્લામાં ડીજે અને લાઉડસ્પીકર વગાડવા પ્રતિબદ્ધ
- વિસર્જન યાત્રા દરમિયાન એક જ વાહનમાં 15 લોકો જઇ શકશે
- વિસર્જન દરમિયાન પગપાળા જવાસે નહિ
- મૂર્તિ સ્થાપના કરી વિસર્જનની પરવાનગી લેવાની રહેશે
09:44 September 07
ઉત્તરાખંડ: રુદ્રપ્રયાગ, ચમોલી, બદ્રીનાથમાં મુશળધાર વરસાદ બાદ NH 58 બંધ
- ઉત્તરાખંડ: રુદ્રપ્રયાગ, ચમોલી, બદ્રીનાથમાં મુશળધાર વરસાદ બાદ NH 58 બંધ
09:35 September 07
કોરોના: છેલ્લા 24 કલાકમાં 31222 નવા કેસ
- કોરોના: છેલ્લા 24 કલાકમાં 31222 નવા કેસ
- સોમવારે 1.13 કરોડ રસીઓ આપવામાં આવી
09:21 September 07
ગુજરાતમાં આગામી બે દિવસ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી
- ગુજરાતમાં આજે વરસાદનું જોર વધશે
- આગામી બે દિવસ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી
08:53 September 07
મેરઠ એક્સપ્રેસ વે ગાઝીયાબાદ નજીક કાર-ટ્રકની ટક્કરમાં 5 ના મોત
- મેરઠ એક્સપ્રેસ વે ગાઝીયાબાદ નજીક કાર-ટ્રકની ટક્કરમાં 5 ના મોત
08:08 September 07
AIMIM ના પ્રમુખ ઓવૈસી આજે અયોધ્યાની મુલાકાતે
- AIMIM ના પ્રમુખ ઓવૈસી આજે અયોધ્યાની મુલાકાતે
- રુદૌલી વિધાનસભામાં સંબોધન કરશે
07:59 September 07
કરનાલ: આજે કિસાન મહાપંચાયતને કારણે કલમ 144 લાગુ કરવામાં આવી
- કરનાલ: આજે કિસાન મહાપંચાયતને કારણે કલમ 144 લાગુ કરવામાં આવી છે
- ઇન્ટરનેટ સેવા બંધ
07:54 September 07
સાબરકાંઠા: ગુજરાત રાજસ્થાન સરહદ પર વરસાદ.
- સાબરકાંઠા: ગુજરાત રાજસ્થાન સરહદ પર વરસાદ.
- વિજયનગર વિસ્તારમાં એક ઇંચ વરસાદ.
- વરસાદને પગલે કવેલ નદીમાં આવ્યા નવા નીર.
- હરણાવ નદીમાં પણ વરસાદને પગલે ભારે પાણીની આવક.
- રાજસ્થાનના સરહદી વિસ્તારમા ભારે વરસાદ.
- હરણાવ નદીમાં પુર આવતા સ્થાનિકો ઉમટ્યા.
07:20 September 07
હરિયાણાના કરનાલમાં આજે મહાપંચાયત, ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ
- હરિયાણાના કરનાલમાં આજે મહાપંચાયત
- ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ
06:31 September 07
ભારતમાં ફરી એક વાર 1 કરોડથી વધારે લાગ્યા વેક્સિનના ડોઝ, 11 દિવસમાં ત્રીજી વાર મળી સિદ્ધી
- ભારતમાં ફરી એક વાર 1 કરોડથી વધારે લાગ્યા વેક્સિનના ડોઝ, 11 દિવસમાં ત્રીજી વાર મળી સિદ્ધી
06:28 September 07
Breaking News : સમગ્ર સુરત જિલ્લો મેઘમય
- ભારતની જીત પર પીએમ મોદીનું ટ્વિટ, વેક્સિનેશન અને ક્રિકેટ બન્નેની દ્રષ્ટિએ આજનો દિવસ શાનદાર