ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BREAKING NEWS: વેપારીઓ માટે રસી લેવાની સમયમર્યાદા વધી - live page

breaking page
breaking page

By

Published : Jul 31, 2021, 8:20 AM IST

Updated : Jul 31, 2021, 7:17 PM IST

19:15 July 31

15 ઑગસ્ટ સુધી લઇ શકશે રસી

રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેક્સિનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.૧પમી ઑગસ્ટ ર૦ર૧ સુધી લંબાવવામાં આવી.

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય 

વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેકસીનેશન લેવાની સમયમર્યાદા તા.૩૧ જુલાઇએ પૂર્ણ થતી હતી તે હવે તા.૧પ ઑગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

18:23 July 31

સોના ચાંદીના દુકાનના વેપારીને વાતોમાં રાખીને કરી તસ્કરી

રાજકોટમાં મહિલા તસ્કરી ગેંગ સક્રિય

સોના ચાંદીના દુકાનના વેપારીને વાતોમાં રાખીને કરી તસ્કરી 

વેપારીની નજર ચૂકવી 3 કિલો ચાંદીના દાગીના ભરેલો ડબ્બો સેરવી ફરાર

A ડિવિઝન પોલીસમાં સોની વેપારીએ નોંધાવી ફરિયાદ

સોની બજારમાં આવેલ શક્તિ જવેલર્સ નામનો શો-રૂમ કરેલી કળા CCTVમાં કેદ

17:33 July 31

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બંગાળ ભાજપના નેતા હતા બાબુલ સુપ્રિયો

બાબુલ સુપ્રિયોએ રાજનિતીને કહી અલવીદા  

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બંગાળ ભાજપના નેતા હતા બાબુલ સુપ્રિયો  

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આપી માહિતી  

"રાજનિતીમાં સમાજ સેવા કરવા આવ્યો હતો હવે રસ્તો બદલીશ "

16:51 July 31

વિશ્વની નંબર 1 ખેલાડી તાઇ ઝૂ યિંગ સામે થયો પરાજય

પીવી સિંધુ સેમીફાઇનલમાં હારી

વિશ્વની નંબર 1 ખેલાડી તાઇ ઝૂ યિંગ સામે થયો પરાજય  

હવે બ્રોન્ઝ મેડલ માટે ચીનની ખેલાડી સામે ઉતરશે સિંધુ 

16:16 July 31

શાળાનો સમય રાબેતા મુજબનો કરાયો

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો

સ્કૂલ ઓનલાઈન હતી તે દરમિયાન શાળાનો સમય સવારે કરાયો હતો

હવે સ્કૂલો ઓફલાઈન થતા સ્કૂલોને પુનઃ અગાઉના રાબેતા સમય મુજબ શાળા શરૂ કરવા કરાયો પરિપત્ર

બપોરની સ્કૂલો હવે બપોરે શાળા શરૂ કરી શકશે અને સવારની સ્કૂલો સવારે શિક્ષણ કાર્ય કરી શકશે

11:47 July 31

આણંદ: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આણંદ ની મુલાકાતે

  • વાસદ બગોદરા હાઇવે નિર્માણ કાર્યનું કરશે નિરીક્ષણ
  • વિદ્યાનગર cvm યુનિવર્સિટીની અદ્યતન હોસ્ટેલનું કરશે લોકાર્પણ
  • કાર્યક્રમ બાદ સોખડા જવા થશે રવાના

09:34 July 31

બોર્ડના ઇતિહાસનું ખરાબ પરિણામ

4 લાખમાંથી ફકત 691 વિધાર્થીઓ જ A1 Grade આવ્યો

100% વિધાર્થીઓ પાસ પણ ગ્રેડ વાઇઝ ડાઉન

09:12 July 31

રાજકોટઃ આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ

  • રાજકોટમાં 231 વિદ્યાર્થીઓને મળ્યો A1 ગ્રેડ
  • 1688 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ
  • B1 4049 વિદ્યાર્થીઓને અને B2 6681 વિદ્યાર્થીઓને મળ્યો
  • રાજ્યમાં સૌથી વધુ A1 ગ્રેડ રાજકોટના વિદ્યાર્થીઓએ મેળવ્યો

09:01 July 31

સુરત: ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર

  • સુરતમાં A1 ગ્રેડ મેળવનાર 187 વિદ્યાર્થીઓ
  • A2માં 2172, B1માં 6380 અને B2 11067
  • ગયા વર્ષે સુરતમાં 189 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા હતા

08:25 July 31

રાજકોટમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરતા પહેલા પોલીસ પાસેથી મેળવવી પડશે મંજૂરી

  • તાજેતરમાં જમ્મુ કશ્મીરમાં ડ્રોન હુમલો થયો હતો
  • જેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું
  • એરપોર્ટ, મહત્વની કચેરી નજીક, VVIP રહેણાંક વિસ્તારમાં ડ્રોન કેમેરાના ઉપયોગ પર પ્રતિબંધ

06:41 July 31

BREAKING NEWS:15 ઑગસ્ટ સુધી લઇ શકશે રસી

  • ભાવનગરના પૂર્વ ભાજપ પ્રમુખનું નિધન
  • સનતભાઈ મોદીનું લાંબા સમયની બીમારી બાદ નિધન
  • CM અને DY CM એ ઘરે જઈ પૂછ્યા હતા ખબર અંતર
  • કેન્સર જેવી બીમારીથી પીડાતા હતા સનતભાઈ મોદી
Last Updated : Jul 31, 2021, 7:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details