ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Breaking News: વિજય રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય - live page

http://10.10.50.85//gujarat/27-July-2021/768-512-12021502-thumbnail-3x2-surat_2707newsroom_1627348995_732.jpg
http://10.10.50.85//gujarat/27-July-2021/768-512-12021502-thumbnail-3x2-surat_2707newsroom_1627348995_732.jpg

By

Published : Jul 27, 2021, 6:56 AM IST

Updated : Jul 27, 2021, 1:04 PM IST

13:04 July 27

વિજય રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય

વિજય રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય

કોરોનામાં એક વાલી ગુમાવનારા બાળકને અપાશે સહાય

માતા અથવા પિતા બે માંથી કોઈ એક ગુમાવનારને મળશે સહાય

આ પહેલા માતા અને પિતા બંને ગુમાવનારને મળતી હતી સહાય

મહિને 2 હજાર રૂપિયાની સહાય અપાશે

બીજી ઓગસ્ટથી સહાય ચૂકવવાની થશે શરૂઆત

એક વાલી ગુમાવનારા બાળકના બેન્ક ખાતા ખોલવા આદેશ કરવામાં આવ્યાં

09:35 July 27

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલી પાઠવી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલી પાઠવી

મુખ્યપ્રધાને યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને  આત્મીય  સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી

યુવાઓમાં વ્યસન મુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશેઃ મુખ્યપ્રધાન

તેમના દેહ વિલય અને  પરમધામ ગમનથી લાખો શોકમગ્ન અનુયાયીઓના દુઃખમાં સહભાગી થતાં મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ સ્વામીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી

08:17 July 27

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડના મુખ્ય જવાબદારી જતીન સોનીએ આપ્યું રાજીનામું

બહુચર્ચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું માટી કૌભાંડ મામલો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડના મુખ્ય જવાબદારી જતીન સોનીએ આપ્યું રાજીનામું

રજિસ્ટ્રાર જતીન સોનીએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું

હજુ માટી કૌભાંડની તપાસ પૂર્ણ નથી થઈ એ અગાઉ આપ્યું રાજીનામું

જતીન સોનીએ પારિવારિક કારણ અને તબિયતને લઈને આપ્યું રાજીનામું

યુનિવર્સિટીના સત્તાધીશોએ પણ રાજીનામું સ્વીકારી લીધું

આજે માટી કૌભાંડને લઈને યુનિવર્સિટીમાં મહત્વની બેઠક

07:07 July 27

10 મીટર એર પિસ્તોલની ભારતીય જોડી મનુ ભાકર અને સૌરભ ચૌધરી ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર

10 મીટર એર પિસ્તોલની ભારતીય જોડી મનુ ભાકર અને સૌરભ ચૌધરી ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર  

ક્વોલિફિકેશનના બીજા રાઉન્ડમાં ફક્ત 7 મું સ્થાન જ મેળવી શક્યા

આ રાઉન્ડમાં પ્રથમ બે સ્થાનની ટીમ ગોલ્ડ મેડલ મેચ માટે જાય છે

જ્યારે ત્રીજા અને ચોથા સ્થાનની ટીમો બ્રોન્ઝ મેડલ માટે જાય છે

07:00 July 27

ટોક્યો ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલની જોડી યશસ્વિની દેસવાલ અને અભિષેક વર્માની જોડી બહાર

ટોક્યો ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલની જોડી યશસ્વિની દેસવાલ અને અભિષેક વર્માની જોડી બહાર

ક્વોલિફિકેશન રાઉન્ડમાં પ્રથમ 8 માં સ્થાન મેળવવામાં રહ્યા નિષ્ફળ

આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહ્યા છે

આ સાથે ટોક્યો ઓલિમ્પિક્સમાં આ જોડીની સફળ થઈ ખત્મ

06:53 July 27

Breaking News: વિજય રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય

10 મીટર એર પિસ્ટોલ જોડી મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ ક્વોલિફાય રાઉન્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય 10 મીટર એર પિસ્ટોલ જોડી મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ ક્વોલિફાય રાઉન્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું

આ સાથે જ તેઓએ બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું છે

Last Updated : Jul 27, 2021, 1:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details