સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને NDRFની ટિમ સુરત પહોંચી છે. સુરત અને નવસારીમાં NDRF તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF ટિમ તૈયાર કરાવામાં આવી છે. આ NDRF ની ટિમમાં 25 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ટિમ દ્વારા નીચાણવાળા વિસ્તારનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
BREAKING NEWS: ભારે વરસાદને પગલે NDRFની ટિમ સુરત પહોંચી - live news updates

14:18 July 04
ભારે વરસાદને પગલે NDRFની ટિમ સુરત પહોંચી
13:08 July 04
દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા લોકો સાથે વીજળી અને અન્ય મુદ્દાઓ પર વાતચીત
દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતનો બીજો દિવસ છે. આજે ગુજરાતમાં વીજળી અને અન્ય મુદ્દાાઓને લઈને વાતચીત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી પ્રથમ વખત ગુજરાતમાં સક્રિય ચૂંટણી લડવાની છે. નેતાઓ મોટા મોટા ભાષણ આપે છે અને માત્ર વાતો કરે છે.
11:56 July 04
શિંદે સરકારને મળી બહુમતી, 164 ધારાસભ્યોનું સમર્થન
મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રમાં શિંદે સરકારે બહુમતી મેળવી લીધી છે. તેની ઔપચારિક જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે. આ પહેલા શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય સંતોષ બાંગર મુખ્યપ્રધાન એકનાથ શિંદે જૂથમાં જોડાયા હતા. તેમણે વિશ્વાસ મતની તરફેણમાં મતદાન કર્યું હતું. વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન એકનાથ શિંદેને તેમના પક્ષમાં 164 મત મળ્યા હતા. હવે વિપક્ષની બેન્ચમાંથી વિશ્વાસ મત વિરૂદ્ધના મતોની ગણતરી કરવામાં આવશે.
11:35 July 04
ગુજરાત કોંગ્રેસ પ્રમુખને દિલ્લીથી આવ્યું તેડું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના કોંગ્રેસ પ્રમુખને દિલ્લીથી તેડું આવ્યું છે. રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને બોલાવવામાં આવ્યા છે. આથી, જગદીશ ઠાકોર આજે સવારે દિલ્લી જવા થયા રવાના છે. આ સાથે જ, અડધો ડઝનથી વધુ કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. જેમાં, સુખરામ રાઠવા, અમિત ચાવડા, પરેશ ધાનાણી, દિપક બાબરીયા સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. આ બેઠક, KC વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી, પી. ચિદંમ્બરમ સહિતના નેતાઓ સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે યોજાશે. આ ઉપરાંત, પ્રભારી રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના આયોજનો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરશે.
10:10 July 04
કુલ્લુમાં મોટી દુર્ઘટના: ખીણમાં ખાબકી બસ, અનેક લોકોના મોતની આશંકા
કુલ્લુ: કુલ્લુની સાંઈજ ખીણના જંગલમાં સોમવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થઈ. જ્યાં એક ખાનગી બસ કાબુ બહાર જઈને રોડ ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે. બસના અકસ્માતની જાણકારી મળતા જ સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. આ બસ સાંજ ઘાટીના શેનશરથી સાંજ તરફ આવી રહી હતી.
07:50 July 04
સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો
કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો. જ્યારે રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ અને ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ સેકન્ડ રનર અપ રહી હતી. રવિવારે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે મિસ ઈન્ડિયા 2022ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ હતી, જેમાં એક શાનદાર સ્પર્ધા બાદ સિની શેટ્ટીને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ વખતે મિસ ઈન્ડિયા રેસમાં 31 સ્પર્ધકો વચ્ચે જોરદાર સ્પર્ધા હતી, જેમાં સિની શેટ્ટીને પાછળ છોડીને ટાઈટલ જીત્યું હતું.
07:02 July 04
રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં નવા 456 કેસ
રાજ્યમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ 456 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 3548 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 03 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 3545 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,947 મૃત્યુ નોંધાયા છે, આજે 386 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દીનુ મૃત્યુ નોંધાયું નથી
06:34 July 04
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 4 જુલાઇના રોજ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી ડિજિટલ ઇન્ડિયા વીકનો પ્રારંભ કરાવશે જેમાં કરોડો રૂપિયાના સ્ટાર્ટ અપ લોન્ચ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતની મુલાકાતે છે.