મહારાષ્ટ્ર : રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન ફડણવીસે જાહેરાત કરી હતી કે, એકનાથ શિંદે આજે ગુરુવારે સાંજે 7:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. રાજભવનમાં એકલા મુખ્યપ્રધાન શિંદે શપથ લેશે.
Breaking News : એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન
17:19 June 30
એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન
16:33 June 30
આજે દેવેન્દ્ર ફડણવીસ CM તરીકે લઈ શકે છે શપથ
મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન (Devendra Fadnavis Maharashtra CM) તરીકે અન્ય ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનઓ સાથે તેલંગાણામાં યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપી શકે છે. એકનાથ શિંદે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસને તેમના નિવાસસ્થાને મળ્યા, ત્યારબાદ બંને નેતાઓ રાજ્યપાલને મળવા ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફડણવીસ ગુરુવારે સાંજે જ એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોના સમર્થનથી શપથ (Devendra Fadnavis to take oath) લઈ શકે છે.
16:13 June 30
કૉંગ્રેસ વિપક્ષ નેતા સહિતના નેતા જગન્નાથ મંદિર પહોંચ્યા
- કૉંગ્રેસ વિપક્ષ નેતા સહિતના નેતા જગન્નાથ મંદિર પહોંચ્યા
- સુખરામ રાઠવા, અર્જુન મોઢવાડિયા, હિંમત સિંહ જગદીશ ઠાકોર હાજર
- કૉંગ્રેસ દ્વારા 25 કિલો લાડુનો પ્રસાદ ધરવામાં આવ્યો
- કૉંગ્રેસના તમામ નેતા મંદિરના ગર્ભ ગૃહમાં પહોંચ્યા વ્યવસ્થા ખોરવાઇ
- સૂચના કરવા છતાં કોઈ નેતા ઉતરવા તૈયાર નહીં
- જગદીશ ઠાકોર જાતે નીચે ઉતારવા જોવા મળ્યા
15:06 June 30
કનૈયાલાલના હત્યારાનું કરાયું પૂતળા દહણ
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભટાર ચાર રસ્તા ઉપર ઉદયપુરની ઘટનાના વિરોધમાં આરોપીઓના પૂતળાદહન અને ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું.
13:34 June 30
ફરિયાદની અદાવત રાખી ફાયરિંગ
- અગાઉની ફરિયાદની અદાવત રાખી ફાયરિંગ
- ગત મોડી રાતે રામોલમાં બે રાઉન્ડ ફાયરીંગ કરવામા આવ્યા
- ભુપેન્દ્ર ઉર્ફે શીનુ ખટીક તથા સંદીપ પાટીલે કર્યા ફાયરિંગ
- રામોલ પોલીસે હત્યાના પ્રયાસનો અને હથિયાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
11:42 June 30
જગન્નાથ મંદિરે આવ્યા ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ
- જગન્નાથ મંદિરે આવી શકે છે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ
- નરેશ પટેલ બાદ BCCI જનરલ સેક્રેટરી પણ હાજર રહેશે
- બપોરના સમયે ગુજરાત પ્રદેશ પ્રમુખ કાર્યકર્તા અને AMC કાઉન્સલર હાજરી આપશે
11:36 June 30
ગુજરાત સુધી ઉદયપુર હત્યાકાંડના પડઘા
રાજસ્થાનના ઉદયપુરમાં થયેલા હત્યાકાંડના પડઘા ગુજરાત સુધી પડ્યા છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભટાર ચાર રસ્તા ઉપર ઉદયપુરની ઘટનાના વિરોધમાં આરોપીઓના પૂતળાદહન અને ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.