ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BREAKING NEWS: જુગાર રમતા ઝડપાયેલા ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ધરપકડ - નેશનલ ડોક્ટર્સ ડે

BREAKING NEWS
BREAKING NEWS

By

Published : Jul 1, 2021, 6:31 AM IST

Updated : Jul 1, 2021, 11:01 PM IST

22:58 July 01

જુગાર રમતા ઝડપાયેલા ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ધરપકડ

  • પંચમહાલ જિલ્લાના શિવરાજપુર નજીક જુગાર રમતા ઝડપાયા ખાનદાની નબીરાઓ
  • હાલોલ નજીક આવેલા શિવરાજપુર ખાતે જિમીના રિસોર્ટમાં ચાલી રહ્યું હતું મોટાપાયે જુગાર ધામ
  • 15 લોકોની લાખોની મતા સાથે પોલીસે કરી અટકાયત
  • ભાજપના ધારાસભ્ય  કેસરીસિંહ સોલંકીની ધરપકડ
  • જુગાર રમતા ઝડપાયા ભાજપના માતરના ધારાસભ્ય
  • પંચમહાલના ઝીમીના રિસોર્ટમાં પોલીસની રેડ
  • શિવરાજપુર પાસે રિસોર્ટમાં પોલીસે કરી રેડ
  • રેડ દરમિયાન જુગાર રમતા લોકો ઝડપાયા
  • જુગારની સાથે દારૂ પણ ઝડપાયાની શક્યતા

20:31 July 01

6,200 સફાઈ કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં આવી, AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય

6,200 સફાઈ કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં આવી, AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય

આશ્રિતોને વારસાઈનો હક અને અનફિટનો લાભ હવે સફાઈ કામદારોને મળશે

છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોએ આંદોલન કરી માગ કરી હતી

20:30 July 01

નવસારીમાં ગાંજો પીધેલા બાવાએ સ્ટેશન વિસ્તારને માથે લીધું

નવસારીમાં ગાંજો પીધેલા બાવાએ સ્ટેશન વિસ્તારને માથે લીધું

રસ્તા વચ્ચે સુઈ જતા ટ્રાફિક જામ કર્યું

પોલીસે તાત્કાલિક આવીને તેને રસ્તા વચ્ચેથી ખસેડયો

પોલીસ તેમજ અન્ય રાહદારીઓને અપશબ્દો આપી બાવાએ હંગામો કર્યો

પોલીસે શાંતિપૂર્વક ત્રણે મુખ્ય માર્ગથી બાવાને ખસેડયો

18:28 July 01

મુખ્યપ્રધાનની સ્પીચના વીડિયો એડિટિંગ કરવા બદલ વાવ તાલુકાના ફાંગડી ગામાના બે યુવકો પર ફરિયાદ

મુખ્યપ્રધાનની સ્પીચના વીડિયો એડિટિંગ કરવા બદલ વાવ તાલુકાના ફાંગડી ગામાના બે યુવકો પર ફરિયાદ

મુખ્યપ્રધાનની સ્પીચના વીડિયો એડિટિંગ કરી ડમી વીડિયો બનાવવા બાબતે ફરિયાદ

યુટ્યુબ આઇડીમાં છ જેટલા વીડિયો અપલોડ કરી મુખ્યપ્રધાનની મઝાક ઉડાડતા નોંધાઈ ફરિયાદ.

ભાવેશ સોઢા અને રાજકુમાર સોઢા નામના શખ્સ સામે નોંધી ફરિયાદ..

માવસરી પોલીસ અને સાઇબર ક્રાઇમએ નોંધી ફરિયાદ..

18:27 July 01

નવસારીના દાંતેજ સ્થિત ડિવાઈન પબ્લિક સ્કૂલમાં થઈ ચોરી

નવસારીના દાંતેજ સ્થિત ડિવાઈન પબ્લિક સ્કૂલમાં થઈ ચોરી

રાત્રિના સમયે ચડ્ડી બનીયનધારીઓએ સ્કૂલમાં કરી ચોરી

સ્કૂલમાં પ્રિન્સિપાલ ઓફિસમાં મૂકેલા 1.90 લાખ રૂપિયા રોકડા કર્યા ચોરી

સ્કૂલના સીસીટીવી કેમેરામાં ત્રણ ચડ્ડી બનીયનધારીઓ થયા કેદ

ચોરી કરવા આવેલા શખ્સોએ કેમેરાને ઊંચા કરી ઠંડે કલેજે ચોરી કરી ત્રણ ડિવિઆર ચોરી કરીને થયા ફરાર

નવસારી ગ્રામ્ય પોલીસે ડોગ સ્કવોર્ડ અને એફએસએલની ટીમ સાથે શરૂ કરી તપાસ

18:26 July 01

અમદાવાદ - શિવરંજ પર્વ શાહ હિટ એન્ડ રન બહુચર્ચિત કેસનો મામલો

અમદાવાદ - શિવરંજ પર્વ શાહ હિટ એન્ડ રન બહુચર્ચિત કેસનો મામલો

CCTVમાં દેખાતી અન્ય બીજી કાર પોલીસે શોધી કાઢી

બ્લેક કલરની વેન્ટો કાર ધીરજ પટેલની

તપાસ દરમિયાન કારમાં પોલીસ કર્મી કે હોમગાર્ડ જવાન પણ હતો

ધીરજ પટેલનું નિવેદન લઇ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો

કલમ 188 મુજબ ધીરજ પટેલની પણ પોલીસ કરશે ધરપકડ

ધીરજ પટેલની જાહેરનામા ભંગ બદલ પોલીસ ધરપકડ કરી કરશે પૂછપરછ

કેટલા વાગે તેમને પોલીસને જોયા, પોલીસે તેઓને કેટલા વાગે પકડ્યા, શા માટે પોલીસ તેઓની ગાડીમાં બેઠી, પોલીસ ગાડીમાં બેસી ક્યાં જવાનું કીધું જેવા અનેક સવાલો પર થઇ શકે છે પૂછપરછ

17:22 July 01

કોરોના અને મ્યુકોરમાઇકોસિસ અંગે રાજય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંધનામું

કોરોના અને મ્યુકોરમાઇકોસિસ અંગે રાજય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંધનામું

કોરોનાની ત્રીજી લહેર અંગે રાજ્ય સરકારે તૈયારીઓ અંગે સોગંધનામું રજૂ કર્યું

કોરોના કેસ ઘટ્યા હોવાથી નિયંત્રણોમાં છૂટછાટ આપી હોવાનો સોંગદનામામાં ઉલ્લેખ

વેપારીઓ માટે 10 જુલાઇ સુધીમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લેવો ફરજિઆત બનાવાયોની રજૂઆત

રાજકીય સામાજીક અને ધાર્મિક મેળાવળાઓમાં કોરોના ગાઇડલાઇન સાથે 200 લોકોને છૂટછાટ આપવામાં આવી

લગ્નમાં 100 લોકો અને મૃત્યુના કિસ્સામાં 40 લોકોને છૂટ અપાઇ

રાજ્યમાં હાલ 6,911 વેન્ટિલેટર ઉપલબ્ધ

રાજ્યમાં હાલ 1,45,285 રેમડેસિવિરના ઇન્જેકશન ઉપલબ્ધ

મયુકોરમાઇકોસિસની સારવાર માટે રાજ્ય પાસે હાલ 25,745 ઇન્જેકશન ઉપલબ્ધ

અત્યાર સુધીમાં રાજય સરકારે 4 કરોડ 23 લાખ 49 હજાર 700 ત્રિપલ લેયર માસ્ક ખરીદ્યા

31 લાખ N 95 માસ્ક ખરીદ્યા

4 લાખ 98 હજાર 500 PPE કીટ ખરીદી

17:20 July 01

પરપ્રાંતિય શ્રમિકો પર થયેલા કેસ પરત ખેંચવામાં આવશે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત

ગાંધીનગર :  પરપ્રાંતિય શ્રમિકો પર થયેલા કેસ પરત ખેંચવામાં આવશે

રાજ્ય સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત

લોકડાઉન દરમિયાન 188 અને એપેડેમીક એક્ટ હેઠળ નોંધાયા હતા કેસ

શ્રમિકો લોકડાઉનનો ભંગ કરીને પોતાના વતન જઇ રહ્યા હતા

અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મોટા શહેરોમાં અનેક જગ્યાએ સરકારનો વિરોધ જોવા મળ્યો હતો

હવે 1 વર્ષ બાદ રાજ્ય સરકાર 500 જેટલા કેસ પરત ખેંચશે

17:08 July 01

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પાલનપુર પહોંચ્યા

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પાલનપુર પહોંચ્યા

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકમાં પહોંચ્યા અમિત ચાવડા

પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાઇ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મળીને કરશે વિસ્તૃત ચર્ચા

17:06 July 01

રાજકોટના વૉર્ડ 7ના કોર્પોરેટર નેહલ શુક્લનું ફેક ફેસબુક અકાઉન્ટ બનાવી લોકો પાસે માંગ્યા પૈસા

રાજકોટ- ભાજપના કોર્પોરેટરનું બન્યું ફેક અકાઉન્ટ

ફેસબુક પર ફેક અકાઉન્ટ બનાવી માંગ્યા પૈસા

વૉર્ડ 7ના કોર્પોરેટર નેહલ શુક્લનું ફેક ફેસબુક અકાઉન્ટ બનાવી લોકો પાસે માંગ્યા પૈસા

સોશિયલ મીડિયાના માધ્યમથી કોર્પોરેટર નેહલ શુક્લને ખબર જાણ થઇ

નેહલ શુક્લએ પૈસા ન આપવા લોકોને કરી અપીલ

17:06 July 01

ભરૂચમાં આડાસંબંધના વહેમમાં પતિએ કરી પત્નીની હત્યા

ભરૂચમાં આડાસંબંધના વહેમમાં પતિએ કરી પત્નીની હત્યા

હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ પતિ ફરાર

ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ

17:03 July 01

સાબર ડેરીએ અમુલ ઘીમાં કર્યો ઘટાડો

સાબર ડેરીએ અમુલ ઘીમાં કર્યો ઘટાડો

લુઝ ઘીમાં કિલોએ 11 રૂપિયાનો ઘટાડો કર્યો

ઘીના ભાવમાં આજથી ઘટાડો અમલી થશે

અમુલ ઘીના 1 કિલોના 431 રૂપિયા ભાવ હતો, જેમાં 11 રૂપિયાનો ઘટાડો થયો 

હવે 420 રૂપિયામાં કિલો અમુલ ઘી મળશે

અમુલ ઘીના 15 કિલોના ટીનનો ભાવ 6,465 હતો 

હવે 15 કિલોનું ટીન 6,300 રૂપિયામાં મળશે

માત્ર 15 કિલો ઘીના ડબ્બામાં ભાવ ઘટાડો કરાયો

સાબર ડેરી દ્વારા બે મહિનામાં બે વાર ભાવ ઘટાડાયા

અગાઉ 3 જૂનના રોજ પણ 12 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો

15:50 July 01

રાજકોટમાં ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે થયું દુષ્કર્મ

રાજકોટમાં ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે થયું દુષ્કર્મ

વિદ્યાર્થીની માતાએ રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

શેખર આહુજા નામના શખ્સ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

રાજકોટ પોલીસે પોક્સો એકટ હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

15:24 July 01

ડૉક્ટર્સ ડે પર વડાપ્રધાને દેશને કર્યું સંબોધન

ડૉક્ટર્સ ડે પર વડાપ્રધાને દેશને કર્યું સંબોધન

કોવિડ સમયમાં ડૉક્ટર્સે દેશની કરી સેવા

130 કરોડ ભારતીયોની તરફથી ડૉક્ટર્સનો આભાર માનુ છું

દેશ કોવિડ સામે લડી રહ્યો છે યુદ્ધ

ડૉક્ટર્સે અથાગ પ્રયત્ન સાથે આપ્યું છે બલીદાન

13:54 July 01

ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન ZyCoV-D માટે મંજૂરી માંગી

ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન ZyCoV-D માટે મંજૂરી માંગી

ઝાયડસ કેડિલાએ ડીસીજીઆઈ પાસે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી

તેનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ થઈ ચુક્યું છે

બાળકો માટે આ વેક્સિન સુરક્ષિત મનાઈ રહી છે

13:51 July 01

પર્વ શાહને એક દિવસના રિમાન્ડ બાદ કોર્ટમાં રજુ કરાયો

શિવરંજની હિટ એન્ડ રન કેસનો મામલો

પર્વ શાહને એક દિવસના રિમાન્ડ બાદ કોર્ટમાં રજુ કરાયો

કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

જ્યુડિશલ કસ્ટડી બાદ તેના ઉપર સેસન્સ કોર્ટમાં ચાલશે કેસ

13:26 July 01

ગુજરાતમાં નાર્કોટિક ડ્રગ્સના પ્રકાર શોધવા સેન્ટર શરૂ કરાશે

ડ્રગ વિરોધી ભારત બનાવવા માટે ગુજરાતમાં પ્રયાસ,

ગુજરાતમાં નાર્કોટિક ડ્રગ્સના પ્રકાર શોધવા સેન્ટર શરૂ કરાશે,

ગાંધીનગરમાં નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ માટે સેન્ટર શરૂ કરાશે,

કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહ સેન્ટરની મુલાકાત લે તેવી સંભાવના,

આગામી ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહ સેન્ટરની મુલાકાત લઈ શકે છે,

સેન્ટર દ્વારા ડ્રગ્સના પ્રકાર - ઓરિજીન - માત્રા શોધવા વિકસાવાઈ છે લેટેસ્ટ ટેક્નોલોજી,

તાત્કાલિક તપાસ તેમજ પુરાવાના અભાવે ડ્રગ પેડલરને કેટલાંક સંજોગોમાં સજામાંથી રાહત મળી જતી હતી

12:14 July 01

શિવરંજની હિટ એન્ડ રન કેસમાં વણાંક, પર્વ શાહના એક દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા

શિવરંજની હિટ એન્ડ રન કેસમાં વણાંક, પર્વ શાહના એક દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા

પર્વ શાહના એક દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા

પર્વ શાહ વિરુદ્ધ 304 અપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

પર્વ શાહ સાથે અન્ય જે કાર હતી તેની નજીક પહોંચી પોલીસ

હોમગાર્ડ કે અન્ય પોલીસ કર્મચારીઓ હોવાના પર્વ શાહના નિવેદન ને લઈને તપાસ શરૂ કરાઇ

ઘટનાનું પંચોને સાથે રાખી પોલીસ કરશે રિકન્સ્ટ્રક્શન

રિમાન્ડ દરમાયન પર્વ શાહ વધુ રિમાન્ડ માંગવામાં આવી શકે

12:08 July 01

આજે National Doctors Day નિમિત્તે વડાપ્રધાન બપોરે 3 વાગ્યે ડોક્ટર્સને સંબોધિત કરશે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે બપોરે 3 વાગ્યે ડોક્ટર્સને કરશે સંબોધિત
  • આજે નેશનલ ડોક્ટર્સ ડે (National Doctors Day) હોવાથી વડાપ્રધાન ડોક્ટર્સને કરશે સંબોધિત
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ટ્વિટ કરીને આપી હતી માહિતી

11:29 July 01

ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનું નિધન

ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનું નિધન

અભિનેતાની આકસ્મિક વિદાયથી તેમના ચાહક વર્ગમા શોકનુ મોજુ

10:26 July 01

જામનગર સમર્પણ હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ ડે ની ઉજવણી કરાઈ

જામનગર સમર્પણ હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ ડે ની ઉજવણી કરાઈ

એનસીસી કેડેટ્સ દ્વારા ડોક્ટર્સને ગુલાબના ફૂલ આપી સન્માન કરાયું

કોરોનાકાળમાં ડોક્ટર્સ  નિભાવી છે ઉમદા ડ્યુટી

10:26 July 01

અમુલ દૂધના ભાવમાં વધારો થતાં હવે ખાનગી દૂધની ડેરીઓ આવી મેદાનમાં

અમુલ દૂધના ભાવમાં વધારો થતાં હવે ખાનગી દૂધની ડેરીઓ આવી મેદાનમાં

ખાનગી ડેરીના દૂધમાં થશે બે રૂપિયાનો ભાવ વધારો

દૂધના ભાવ વધતા મીઠાઈના ભાવમાં પણ થશે રૂ. 5નો વધારો

દૂધની બનાવટના ખાદ્યપદાર્થોમાં ભાવમાં પણ થશે વધારો

ડેરી એસોસિએશન પ્રમુખનું નિવેદન

09:27 July 01

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા આજે અંબાજી પહોચ્યા

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા આજે અંબાજી પહોચ્યા

માં અંબાના મંદિરે મંગળા આરતી ના કર્યા દર્શન

આજે પાલનપુર ખાતે યોજશે બે઼ઠક

આગામી વિધાનસ઼ભા ની ચુંટણી ને લ઼ઈ તૈયારીઓ શરુ

આપ પાર્ટી ફુલ ફ્લેશ મા આવી રહી છે ત્યારે પોતાની રણનીતી બનાવી શકે છે કોંગ્રેસ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા કોરોના ને લઈ આપ્યુ નિવેદન

કોરોના મહામારી ખત્મ થાય ને લોકો ને રક્ષણ મળે માટે માતાજી ને કરી પ્રાર્થના

09:26 July 01

જૂનાગઢમાં "આપ" થયેલા હુમલાને લઈ કોંગ્રેસે વ્યક્ત કર્યું દુઃખ

જૂનાગઢમાં "આપ" થયેલા હુમલાને લઈ કોંગ્રેસે વ્યક્ત કર્યું દુઃખ

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરી ઘટનાને વખોડી

CMને તાત્કાલિક તપાસ કરાવવા કરી માંગણી

અમિત ચાવડે ટ્વીટમાં જણાવ્યું

"શાંતિ પ્રેમ ભાઈચારા અને અહિંસાની ભૂમિ ગુજરાતમાં હિંસા ક્યારેય સાંખી ના લેવાય.. જુનાગઢ વિસાવદરમાં "આપ"ના કાર્યકરો પર થયેલ હીંચકરા હુમલાને @INCGujarat સખત શબ્દોમાં વખોડીએ છીએ. @vijayrupanibjp જી તાત્કાલિક કડક કાર્યવાહી કરી, જવાબદારોને જેલના હવાલે કરે."

08:49 July 01

કચ્છમાં વહેલી સવારના ભૂકંપના બે આંચકા અનુભવાયા

કચ્છમાં વહેલી સવારના ભૂકંપના બે આંચકા અનુભવાયા

3.1 અને 1.3 ની તીવ્રતાના આવ્યા આંચકા

ભૂકંપનો કેન્દ્રબિંદુ રાપરથી 15 કિલોમીટર દૂર

વહેલી સવારના 4:52 અને 6:06 આવ્યા આંચકા

08:04 July 01

અમદાવાદ:નાગરિકોમાં વેક્સીન ઘટનો ડર, સવારે 6 વાગેથી લોકો લાઈનમાં લાગ્યા

અમદાવાદ:નાગરિકોમાં વેક્સીન ઘટનો ડર, સવારે 6 વાગેથી લોકો લાઈનમાં લાગ્યા

સવારે 6 વાગેથી લોકો વેક્સીન લેવા લાઈનમાં લાગ્યા

મેમનગર આગળ લોકો ઉભા રહ્યા કતારોમાં

વેક્સીન સેન્ટર શરુ થાય એના કલાકો પહેલા જ લોકોએ લાઈનમાં ઉભા રહી વારો લગાવ્યો

06:24 July 01

BREAKING NEWS: જુગાર રમતા ઝડપાયેલા ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ધરપકડ

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 100થી પણ ઓછા કેસ સામે આવ્યાં છે. 

છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના નવા 90 કેસ નોંધાયા છે. 

તેમજ 3 દર્દીના મોત થયા છે. આજે બુધવારે વધુ 304 દર્દીઓએ કોરોનાના હરાવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 90 પોઝિટિવ કેસ નોંધાયા

304 દર્દીઓએ કોરોનાને માત આપી

છેલ્લા 24 કલાકમાં 03 દર્દીના મોત થયા

Last Updated : Jul 1, 2021, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details