નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દૂરના વિસ્તારમાં ગુરુવારે સવારે ત્રણ અધિકારીઓ સાથે ભારતીય સેનાનું એહેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ટીવી સૂત્રોના જણાવ્યા અનુસાર માછના ગામોમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અહેવાલને ભારતીય સેનાએ સમર્થન આપ્યું હતું. સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરના અવશેષો કિશ્તવાડ જિલ્લામાં મારવાહ-દછાનમાંથી વહેતી મારુસુદર નદીમાંથી મળી આવ્યા હતા, જે દુર્ઘટના બાદ ધોવાઇ ગયા હતા.
khagaria Crime: બિહારમાં તસ્કરો બેફામ, હોમગાર્ડ જવાનની રાઈફલ અને બુલેટ ચોરી ગયા
કહેવામાં આવી રહ્યું છે કેઆ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાના ત્રણ અધિકારીઓ સવાર હતા. બચાવ માટે ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. હજુ સુધી તેમનો સંપર્ક કરી શક્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દૂરનો વિસ્તાર છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં અવાર-નવાર વરસાદ પડી રહ્યો હતો. સેનાના ત્રણ અધિકારીઓ હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા, કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે.