ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kargil Vijay Diwas 2022 : બાહદુર ભારતીય સેનાએ હારેલી બાજીને જીતી હતી, જાણો કઇ રીતે શક્ય થયુ - કારગિલ વિજય દિવસ 2022

ભારતીય સૈનિકોએ અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં જે આશ્ચર્યજનક વીરતા ભારતીય સૈનિકોએ (Kargil Vijay Diwas 2022) બતાવી છે, ઇતિહાસ તેની બરાબરીનું કોઇ જ ઉદાહરણ રજૂ કરી શક્યું નથી.

Kargil Vijay Diwas 2022 : બાહદુર ભારતીય સેનાએ હારેલી બાજીને જીતી હતી, જાણો કઇ રીતે શક્ય થયુ
Kargil Vijay Diwas 2022 : બાહદુર ભારતીય સેનાએ હારેલી બાજીને જીતી હતી, જાણો કઇ રીતે શક્ય થયુ

By

Published : Jul 26, 2022, 9:10 AM IST

Updated : Jul 26, 2022, 9:55 AM IST

નયૂઝ ડેસ્ક :14 ઓગસ્ટ 1947માં અસ્તિત્વમાં આવેલા પાડોશી દેશ પાકિસ્તાન સાથે ભારતનું અત્યારસુધી 4 વાર યુદ્ધ થઇ ચુક્યું છે. જેમાં પ્રથમ 1947નું ભારત-પાકનું યુદ્ધ, જેને પ્રથમ કશ્મીર યુદ્ધ પણ કહેવામાં આવે છે. બીજું 1965, ત્રીજો 1971નું યુદ્ધ જેમાં આખી દુનિયાએ ભારતની બહાદુરી (Kargil Vijay Diwas 2022) જોઇ હતી. આ યુદ્ધમાં પાકિસ્તાનના બે ભાગ થયા અને એક ભાગ બાંગ્લાદેશ બન્યો. ચોથું અને અંતિમ યુદ્ધ કારગિલ યુદ્ધ, જેમાં હંમેશની જેમ છેતરપિંડી કરીને કારગિલ (Kargil War)ના શિખરો પર કબ્જો કરનારા પાકિસ્તાને ફરી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે નિષ્ણાતો જણાવે છે કે, આ ગુપ્ત હુમલામાં પાકિસ્તાની સૈન્યને શરૂઆતમાં જીત મળી હતી. પરંતુ ભારતીય સેનાના બહાદુર સૈનિકોએ અસંભવને સંભવ બનાવીને હારેલી બાજી જીતી લીધી. આ યુદ્ધને પાછળ પાકિસ્તાનના ઇરાદા શું હતા ?, કેવી રીતે મળી હાર ?, જાણો આજે કારગિલ દિવસ પર...

પાકિસ્તાની સૈનિકો સૌથી પ્રથમ ભારતીય ભરવાડોને દેખાયા

જાણકોરો જણાવે છે કે, 8 મે 1999નો દિવસ હતો. જ્યારે પાકિસ્તાની સૈનિકો સૌથી પહેલી વાર કારગિલ વિસ્તાર (Kargil Area)માં ભારતીય ભરવાડોને દેખાયા હતા. ભરવાડોએ આ વાત ભારતીય સેનાને જણાવી હતી. સૈન્યના જવાનોએ આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને જાણવા મળ્યું કે, પાકિસ્તાનીઓ ભારતીય સીમામાં પ્રવેશી ચૂક્યા છે. પરિસ્થિતિને જાણ્યા પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો.

નેશનલ હાઇવે 1-D સૈન્ય માટેનો એક મહત્વપૂર્ણ પુરવઠો માર્ગ

આશ્ચર્યજનક વાત એ છે કે, ત્યારે પાકિસ્તાને જવાબમાં કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. પાકની યુક્તિ કંઈક બીજી જ હતી. પાકિસ્તાન સૈન્યના તત્કાલિન જનરલ પરવેઝ મુશર્રફે પહેલેથી જ ખુદ ગણતરી કરી લીધી હતી. તે સમયે ભારતીય સેના ત્યાં રોજ પેટ્રોલિંગ માટે જતી ન હતી. સાથે જ આ વિસ્તાર નેશનલ હાઇવે 1-Dની ખૂબ નજીક છે અને આ માર્ગ કારગિલને લદ્દાખથી શ્રીનગર અને દેશના બાકીના ભાગને જોડે છે. આ માર્ગ સૈન્ય માટેનો એક મહત્વપૂર્ણ પુરવઠો માર્ગ છે. આ વિસ્તાર પર દુશ્મનના કબ્જામાં જવાનો અર્થ એ થયો કે, સૈન્યની સપ્લાય ખરાબ રીતે અસર થઈ હતી.

ભારતીય સેનાએ લગભગ 18,000 ફૂટની ઊંચાઇ પર સ્થિત ટાઇગર હિલ જીતી

પાકિસ્તાની સેનાએ આ નિર્જન વિસ્તાર અને હવામાનનો લાભ લઈને પાકિસ્તાની સૈન્યએ અહીં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી તો, તેનું પહેલું લક્ષ્ય ટાઇગર હિલ પર કબ્જો કરવાનું હતું. ત્યાં ભારતીય સેનાએ એકદમ આગલ આવીને નક્કી કર્યું કે, કોઈ પણ સંજોગોમાં ટાઇગર હિલને કબ્જો કરવાનો છે. આ સૌથી મુશ્કેલ કાર્ય હોવાથી પાકિસ્તાની સેનાએ વિચાર્યું પણ નહોતું કે, ભારત આવું પગલું ભરશે. ભારતીય સેનાએ લગભગ 18,000 ફૂટની ઊંચાઇ પર સ્થિત ટાઇગર હિલ જીતીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો :Kargil Vijay Diwas 2021 : એ જવાનનું ઝુનુન તો જુઓ, સેનામાં 9 વખત નાપાસ થવા છતાં, હાર ન માની

ટાઇગર હિલ પર જીત મેળવી સમગ્ર કામગીરી ભારતીય સૈન્ય માટે ખૂબ જ સરળ બની ગઈ

ટાઇગર હિલ પર જીતનો એક મોટો વળાંક હતો અને ત્યાર પછી ઉંચાઇ પર બેસીને આગળ વધી રહેલા પાકિસ્તાનના ઇરાદા ચકનાચૂર થઇ ગયા હતા. આ સમગ્ર કામગીરી ભારતીય સૈન્ય માટે ખૂબ જ સરળ બની ગઈ અને પ્રથમ પોઇન્ટ 4965, પછી સાંદો ટોપ, ઝુલુ સ્પર, ટ્રાઇજંક્શન આ બધું ભારતીય રેંજમાં આવી ગયું હતું. તે પછી જે બન્યું તેને આખું વિશ્વ આજે પણ સલામ કરે છે.

વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનના વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરી

કારગિલ યુદ્ધની એક ઘટના ખૂબ પ્રખ્યાત છે. હકીકતમાં, જ્યારે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને જ્યારે પાકિસ્તાની સૈન્યની ઘૂસણખોરી વિશે ખબર પડી ત્યારે તેમણે પહેલા પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન સાથે વાત કરીને નારાજગી વ્યક્ત કરી હતી. તે પછી તેમણે નવાઝને ફોન મુકતા અટકાવ્યા અને જણાવ્યું કે, હવે હું તમારી કોઈની સાથે વાત કરાવી રહ્યો છું.

દિલીપ કુમારનો અવાજ સાંભળી નવાજ શરીફ સ્તબ્ધ થઈ ગયા

નવાઝ શરીફને જ્યાં સુધી કંઇક સમજાતું, ત્યાં સુધીમાં દિલીપકુમારનો અવાજ તેમના કાનમાં ગૂંજતો હતો. જેને સાંભળી નવાઝ શરીફ સ્તબ્ધ થઈ ગયા હતા. ફોન પર પોતાની વાત આગળ વધારતા દિલીપકુમારે જણાવ્યું કે, મિયાં સાહેબ! તમે હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિના મુદ્દા પર અડગ રહ્યા છો, તમે આવું કરશો તેવી અપેક્ષા ન હતી. આને કારણે ભારતના મુસ્લિમો પોતાને અસલામત અનુભવી રહ્યા છે અને લોકો પોતાનું ઘર છોડવાનો વિચાર કરી રહ્યા છે. આવી પરિસ્થિતિનો હલ લાવવા માટે કંઈક કરો.

કેપ્ટન વિક્રમ બત્રાએ પાંચ પોઇંટ્સ પર તિરંગો લહેરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી

કારગિલનો ઉલ્લેખ થાય અનેે કેપ્ટન વિક્રમ બત્રાનું નામ હોઠ પર ન આવે, આવું થઇ જ કઇ રીતે શકે. હિમાચલના સિંહ કારગિલના હીરો કેપ્ટન વિક્રમ બત્રાએ કારગિલના પાંચ ખૂબ જ મહત્વપૂર્ણ પોઇંટ્સ પર તિરંગો લહેરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના પિતા ગિરધારી લાલ બત્રા વિક્રમની નીડર ભાવનાનો ઉલ્લેખ કરતા જણાવે છે કે, જ્યારે તેમણે પોઇન્ટ 5140ને પાકિસ્તાનના કબ્જામાંથી મુક્ત કર્યું હતું.

આ પણ વાંચો :Kargil Vijay Diwas 2021: કારગિલ યુદ્ધમાં ગુજરાતના પ્રથમ શહીદ વીર શૈલેષ નીનામાં

જો વિક્રમ બત્રા જીવંત હોત તો તે ભારતીય સૈન્યના વડા હોત

આ પછી તેમણે પોતાની કમાંડ પોસ્ટને રેડિયો પર એક સંદેશ આપ્યો - 'યે દિલ માંગે મોરે', તે પછી તેણે તેની માતા અને મારી સાથે વાત કરી હતી. પરમવીર ચક્ર મેળવનારા શહીદ વિક્રમ બન્નાએ વિશે તત્કાલિન ભારતીય સેના ચીફે જણાવ્યું હતું કે, જો તે જીવંત પાછા આવ્યા હોત, તો ભારતીય સૈન્યના વડા હોત. વિક્રમ બત્રાને મરણોત્તર ભારતના સર્વોચ્ચ વીરતા એવોર્ડ પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા છે.

કારગિલ ગર્લ ગંજન સક્સેનાએ નિર્ભયતાથી ચિત્તા હેલીકોપ્ટર ઉડાવ્યું

કારગિલ ગર્લ ગંજન સક્સેનાએ યુદ્ધ ક્ષેત્રમાં નિર્ભયતાથી ચિત્તા હેલીકોપ્ટર ઉડાવ્યું હતું. આ દરમિયાન તેણીએ દ્રાસ અને બટાલિકની ઊંચી ટેકરીઓમાંથી ઇજાગ્રસ્ત સૈનિકોને ઉઠાવીનેે સલામત સ્થળે પાછી લાવી હતી. પાકિસ્તાની સૈનિકો સતત રોકેટ લોન્ચર અને ગોળીઓથી હુમલો કરી રહ્યા હતા. ગુંજનના વિમાન પર મિસાઇલો પણ ચલાવવામાં આવી હતી. પરંતુ નિશાનો ચૂકી ગયું અને તે બચી ગઇ હતી. ગુંજને કોઇ હથિયાર વગર પાકિસ્તાની સૈનિકોનો મુકાબલો કર્યો અને ઘણા સૈનિકોને ત્યાંથી બચાવ્યા હતા. તેમની બહાદુરી માટે ગુંજનને શૌર્ય ચક્રથી નવાજવામાં આવી હતી.

કારગિલ યુદ્ધથી જોડાયેલા 10 ચોંકાવનારા ખુલાસા

  1. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ અધિકારી શાહિદ અજીજેે જાતે જ પોતાના દેશનો પર્દાફાશ કર્યો હતો. હકીકતમાં, અગાઉ પાકિસ્તાન તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે, કારગિલ યુદ્ધમાં મુજાહિદ્દીન સામેલ હતા. અજીજે જણાવ્યું હતુંં કે, આ યુદ્ધ પાકિસ્તાનના નિયમિત સૈનિકોએ લડ્યું હતું.
  2. કારગિલનું યુદ્ધ શરૂ થયાના થોડા અઠવાડિયા પહેલા જ તત્કાલિન પાકિસ્તાની જનરલ પરવેઝ મુશર્રફે એક હેલિકોપ્ટરમાં નિયંત્રણ રેખા પાર કરી હતી. આ સાથે જ તેમણે ભારતીય ભૂમિની અંદર આશરે 11 કિ.મી.ના અંતરે જિકરીયા મુસ્તકાર નામના સ્થળ પર રાત પસાર કરી હતી.
  3. અપેક્ષા કરતા વધારે ખતરનાક થયેલા કારગિલના યુદ્ધમાં એક સમય એવો પણ આવ્યો કે, જ્યારે હારના ડરથી મુશર્રફે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની તૈયારી પણ કરી લીધી હતી.
  4. પાકિસ્તાની સેના કારગિલ યુદ્ધને 1998થી અંજામમાં લાવવાની તૈયારીમાં હતી. આ હેતુ માટે પાકિસ્તાન સૈન્યએ તેના 5000 સૈનિકોને કારગિલ પર હુમલો કરવા મોકલ્યા હતા.
  5. કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના વડાને અગાઉ આ કામગીરી વિશે માહિતી આપવામાં આવી ન હતી. જ્યારે આ વિશે પાકિસ્તાની એરફોર્સના વડાને જણાવવામાંં આવ્યું કે, તેમણે આ મિશનમાં સેનાને સાથ આપવાની મનાઇ કરી દીધી હતી.
  6. એક પાકિસ્તાની અખબારના જણાવ્યા અનુસાર, નવાઝ શરીફે સ્વીકાર્યું હતું કે, કારગિલ યુદ્ધ પાકિસ્તાની સેના માટે આપત્તિ સાબિત થયું હતું. આમાં પાકિસ્તાનને 1965 અને 1971ના યુદ્ધ કરતા વધારે નુકસાન થયું હતું અને 2,700થી વધુ સૈનિકો ગુમાવ્યા હતા.
  7. કારગિલ યુદ્ધમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સામે મિગ-27 અને મિગ-29નો ઉપયોગ કર્યો હતો. મિગ-27ની મદદથી આ યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકોએ કબ્જે કરેલી જગ્યાઓ પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ સિવાય મિગ-29 કારગિલમાં ખૂબ જ મહત્વનું સાબિત થયું અને આ કારણે આર-77 મિસાઇલો બરતરફ કરવામાં આવ્યા હતા.
  8. 8 મેના રોજ કારગિલ યુદ્ધની શરૂ થયાના 3 દિવસ પછી ભારતીય વાયુસેનાએ આર્મીને મદદ કરવાનું શરૂ કર્યું હતું. આ વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે, આ યુદ્ધમાં એરફોર્સના લગભગ 300 વિમાન ઉડતા હતા.
  9. કારગિલની ઊંચાઇ દરિયા સપાટીથી 16,000થી 18,000 ફૂટ ઉપર છે. આવી સ્થિતિમાં વિમાનોને ઉપડવા માટે લગભગ 20,000 ફીટની ઊંચાઇએ ઉડવું પડે છે. આટલી ઊંચાઇ પર હવાઈનું ​​ઘનત્વ 30% કરતા ઓછું હોવાને કારણે વિમાનચાલક વિમાનની અંદર ગૂંગળામણનો અનુભવ કરી શકે છે અને પ્લેન ક્રેશ થવાનો ભય રહે છે.
  10. આ યુદ્ધમાં ભારતીય સેના દ્વારા તોપખાનાથી (આર્ટિલરી) 2,50,000 ગોળ અને રોકેટ ચલાવવામાં આવ્યા હતા. દરરોજ 300થી વધુ તોપો, મોર્ટાર અને રોકેટ લોન્ચરોને રોજ લગભગ 5 હજાર બોમ્બ ફાયર કર્યા હતા. યુદ્ધના મહત્વપૂરણ 17 દિવસ દરમિયાન દરેક તોપ બેટરીમાંથી સરેરાશ એક રાઉન્ડ પ્રતિ મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી આ આવી પહેલી લડાઇ હતી, જેમાં એક દેશે દુશ્મન દેશની સેના પર આટલી બોમ્બ ધડાકા કર્યા હોય.
Last Updated : Jul 26, 2022, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details