- પંજાબમાં મુખ્યપ્રધાનની કરાઇ જાહેરાત
- પંજાબના નવા મુખ્યપ્રધાન ચરણજીત ચન્નીને બનાવામાં આવ્યા
- નાયબ મુખ્યપ્રધાનનું નામની પણ જાહેરાત કરવામાં આવી
નવી દિલ્હી: પંજાબમાં મુખ્યપ્રધાનની જાહેરાત બાદ નાયબ મુખ્યપ્રધાનનું નામની પણ જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીના ખજાનચી પવન કુમાર બંસલે જણાવ્યું છે કે પાર્ટીએ સુખજિંદર સિંહ રંધાવા (Sukhjinder Randhawa) અને બ્રહ્મ મહિન્દ્રાના નામોને મહોર લગાવવામાં આવી છે. આ બંને નેતાઓ મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની સાથે ડેપ્યુટી સીએમ પદના શપથ ગ્રહણ કર્યા.
સુખજિંદર રંધાવાને નાયબ મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી
ચરણજીત ચન્નીને પંજાબના મુખ્યપ્રધાન બનાવવામાં આવતા પક્ષ હાઇકમાન્ડે રવિવારના રોજ મોડી રાત્રે વરિષ્ઠ પ્રધાનો બ્રહ્મ મહિન્દ્રા અને સુખજિંદર રંધાવાને નાયબ મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવનકુમાર બંસલે બંનેની નિમણૂક અંગે ટ્વીટ કરી જાણકારી આપી હતી.
કેપ્ટન અમરિંદર સિંહના વિશ્વાસુ બ્રહ્મ મહિન્દ્રા કોંગ્રેસ સરકારના સૌથી વરિષ્ઠ નેતા
વર્તમાન કોંગ્રેશ સરકારમાં કેપ્ટન અમરિંદર સિંહના વિશ્વાસુ બ્રહ્મ મહિન્દ્રા કોંગ્રેસ સરકારના સૌથી વરિષ્ઠ નેતા હતા. બીજી તરફ એક સમયે કેપ્ટન અમરિંદર સિંહની ખૂબ નજીક રહેલા સુખજિંદર રંધાવાએ ચૂંટણીના વચનો પૂરા કરવા અંગેના મતભેદો બાદ પૂર્વ મુખ્યપ્રધાન સાથેના સંબંધો સુખજિંદર રંધાવાએ તોડી નાખ્યા હતા. બે ડેપ્યુટી સીએમની પસંદગી દર્શાવે છે કે પાર્ટી હાઇકમાન્ડ કેબિનેટ અમરિંદર સિંહની નજીકના નેતાઓને નવા કેબિનેટમાં સમાવવા માટે પણ પ્રયાસ કરી રહી હતી. આ જ દૃષ્ટિકોણ અન્ય કેબિનેટ પ્રધાનોની પસંદગીમાં પ્રતિબિંબિત થઈ શકે છે.
પંજાબ બાબતોના પ્રભારી હરીશ રાવતે જણાવ્યું બે નાયબ મુખ્ય પ્રધાન હોવા જોઈએ
અગાઉ પંજાબ બાબતોના પ્રભારી હરીશ રાવતે નામ લીધા વિના કહ્યું હતું કે, 'અમારી પરસ્પર લાગણી છે કે બે નાયબ મુખ્ય પ્રધાન હોવા જોઈએ. ટૂંક સમયમાં જ અમે આ અંગે પ્રધાન પરિષદના નામ સાથે નિર્ણય લઈશું. કેટલાક નામોની ચર્ચા કરવામાં આવી છે પરંતુ તે મુખ્ય પ્રધાનનો અધિકાર છે. જે પાર્ટી હાઇકમાન્ડ સાથે ચર્ચા કરે છે અને અંતે નિર્ણય લે છે.