ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાઝિયાબાદમાં 14મા માળથી પટકાતા 6 વર્ષીય બાળકનું મોત - નોએડા

યુપીના ગાઝિયાબાદના રાજ નગર એક્સટેન્શન વિસ્તારમાં 14માં માળથી પટકાવાથી એક માસૂમનું મોત થયું છે. આ બાળક બાલ્કનીમાં રમી રહ્યો હતો, તે સમયે આ ઘટના બની હતી. જેથી પોલીસ ઘનનાને લઇને તપાસ કરી રહી છે.

નોએડામાં 17મા માળથી માતા અને 2 વર્ષનું બાળક પટકાતા બંનેના મોત
નોએડામાં 17મા માળથી માતા અને 2 વર્ષનું બાળક પટકાતા બંનેના મોત

By

Published : Nov 7, 2020, 5:22 PM IST

  • ગાઝિયાબાદમાં 14મા માળેથી માતા અને બાળક પટકાતા મોત
  • રાજ નગર એક્સટેન્શન વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના

ગાઝિયાબાદઃ રાજધાની દિલ્હીની નજીક ગાઝિયાબાદના રાજ નગર એક્સટેન્શન વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. VVIP સોસાયટીના 14માં માળથી 6 વર્ષીય માસૂમ બાળક પડી ગયું છે. જેથી બાળકનું ઘટના સ્થળે મોત થયું છે. મળતી માહિતી મુજબ, બાળક બાલ્કનીમાં રાખવામાં આવેલા કોઈ સામાન ઉપર ચડીને નીચે જોઈ રહ્યું હતું. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

એક ભૂલે લીધો બાળકનો જીવ

અકસ્માત પહેલાં બાળકના પિતા ઘરમાં હાજર હતા, પરંતુ બાળકે ખાવાની જીદ કરતાં પિતા જમવાનું લેવામાટે બિલ્ડીંગની નીચે ગયા હતા. આ સમયે બાળકના પિતા બાલ્કનીનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હતા. જેથી આ સમયે બાળક બાલ્કનીમાં ગયું હતું અને અકસ્માત સર્જાયો હતો.

પોલીસે કાર્યવાહી શરૂ કરી

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details