- પૂર્વોત્તર રાજ્યોમાં વધ્યું સીમાકીય ટેન્શન
- આસામ-મિઝોરમના વિવાદિત સીમાક્ષેત્રમાં હિંસા
- બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો ટ્વિટર પર એકબીજા સાથે બાખડ્યા
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શિલોંગમાં પૂર્વોત્તરના તમામ મુખ્યપ્રધાનો યોજી તેના 2 દિવસ બાદ સોમવારે આસામ-મિઝોરમના વિવાદિત સીમાક્ષેત્રમાં હિંસા ભડકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આસામના કછાર જિલ્લા અને મિઝોરમ કોલાસિબ જિલ્લામાં સીમાવર્તી વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. જેમાં 6 જવાનોના મોત થયા છે. આ ઘટના બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મિઝોરમના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને શું કહ્યું ?
આ ઘટનાને લઈને બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો ટ્વિટર પર આમનેસામને આવી ગયા હતા. રસપ્રદ બાબત એ છે કે, બન્નેએ પોતપોતાના ટ્વિટમાં ગૃહપ્રધાન અમિત શાહને ટેગ કર્યા હતા. લાકડીઓ લઈને હિંસા પ્રસરાવી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો શેર કરીને મિઝોરમના મુખ્યપ્રધાન જોરમથંગાએ અમિત શાહને હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી.