- આતંકવાદીઓએ ઉત્તર પ્રદેશના 46 રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી
- રેલ્વે સ્ટેશનોને ઉડાવી દેવાની લશ્કર-એ-તૈયબાના નામે ધમકીભર્યો પત્ર મોકલ્યો
- રેલવે અધિકારીઓનું કહેવું છે કે આગળ પણ સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકીઓ મળી
લખનઉ: એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ( Anti Terrorist Squad)એટીએસ લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba )તરફથી વારાણસી, હાપુડ, લખનઉ (Varanasi, Hapud, Lucknow)સહિત 46 રેલવે સ્ટેશનો ઉડાવવાના ધમકીની તપાસ કરશે. ATS સમગ્ર મામલાની તપાસ કરશે કે લશ્કર-એ-તૈયબાના નામે ધમકીભર્યો પત્ર (Threatening letter)કોણે મોકલ્યો છે, તેની પાછળનું સત્ય શું છે. તમામ પાસાઓ પર નજર રાખીને ATS આ સમગ્ર ઘટનાની તપાસ કરશે. એટીએસના આઈજી જીકે ગોસ્વામી(IG GK Goswami of ATS)એ કહ્યું છે કે તપાસ થવી જોઈએ. ધમકી પત્ર ક્યાંથી આવ્યો? કોણે મોકલ્યું? તેની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આતંકવાદી રાજ્યના 46 સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી
આતંકવાદી સંગઠન (Terrorist organization)લશ્કર-એ-તૈયબાએ લખનૌ અને વારાણસી સહિત રાજ્યના 46 સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી (Threats to blow up 46 stations in the state)આપી છે. આ ધમકી લશ્કર-એ-તૈયબાના એરિયા કમાન્ડર તરફથી પત્ર મોકલીને આપવામાં આવી છે. આ ધમકી બાદ રેલવે વિભાગ એલર્ટ પર છે. GRP અને RPF દ્વારા લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન (Charbagh railway station in Lucknow)અને લખનઉ જંક્શન (Lucknow Junction)પર દેખરેખ વધારી દેવામાં આવી છે. જો કે રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ પ્રકારની ધમકી પહેલીવાર મળી નથી. ભૂતકાળમાં પણ સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકીઓ મળી છે.
ધમકી બાદ રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી
આ ધમકીને ચોક્કસપણે ગંભીરતાથી લેવામાં આવી રહી છે. તેને જોતા જીઆરપી અને આરપીએફના જવાનો દરેક મોરચે તૈયાર છે. લશ્કર-એ-તૈયબાએ લખનૌ, ગોરખપુર, વારાણસી, પ્રયાગરાજ અને કાનપુર સહિત ઉત્તર પ્રદેશના 46 રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી છે. આતંકવાદી સંગઠનના ખતરા અંગે ગુપ્તચર વિભાગ તરફથી એલર્ટ મળ્યા બાદ રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.