નવી દિલ્હીઃઅવાર નવાર ફલાઈટને લઈને ફેક ન્યુઝ સામે આવતા હોય છે. ફલાઈટમાં બોમ્બને લઈને પણ અફવાઓ ફેલાતી હોય છે. આજે ફરી એવા સમાચાર સવારે નવી દિલ્હીમાં સામે આવ્યા હતા. જેમાં દિલ્હી-પુણે ફ્લાઈટમાં શુક્રવારે એટલે કે આજે સવારે દિલ્હી એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી હોવાની વિગતો મળી હતી. વિગતો મળતાની સાથે જ એરપોર્ટ પર આઇસોલેશન બે ખાતે એરક્રાફ્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો બીજી બાજૂ મુસાફરોને કોઈ રીતે હાલાકીનો સામનો ના કરવો પડે તેનું ધ્યાન પણ રાખવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી.
Bomb Threat at Delhi Airport: દિલ્હી-પુણે વિસ્તારા ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી, 100 થી વધુ મુસાફરો થયા હેરાન - Bomb Threat at Delhi Airport
શુક્રવારે દિલ્હી એરપોર્ટ પર વિસ્તારા એરલાઈન્સની દિલ્હી-પુણે ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી. જો કે તપાસમાં પોલીસને કંઈ મળ્યું ન હતું. ફલાઈટમાં 100 થી વધુ મુસાફરો હતા. જોકે તમામ મુસાફરો માટે ખાવા -પીવાની પણ સુવિધા આપવામાં આવી છે.
બોમ્બ હોવાનો કોલ: આજે સવારે કોઈએ જીએમઆર કોલ સેન્ટરને ફ્લાઈટમાં બોમ્બ હોવાનો ફોન કર્યો હતો. જે બાદ ફ્લાઈટની તપાસ કરવામાં આવી હતી. જો કે વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. CISF અને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી કે ફલાઈટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી.જોકે બીજી બાજુ મુસાફરોને કોઈ મુશ્કેલી ના થાય તે વસ્તુનું ઘ્યાન રાખવામાં આવ્યું હતું.
પોલીસ આપી માહિતી: ફ્લાઈટની અંદર બોમ્બ કોલ આવ્યો હતો. તે UK 971 નંબરની છે. આ ફ્લાઇટ સવારે 8:30 વાગ્યે દિલ્હીથી પુણે જવા માટે નીકળવાની હતી. બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી. એ પછી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યાં સુધી સુરક્ષા એજન્સીઓ ક્લિયરન્સ ના આપે ત્યાં સુધી ફ્લાઈટને ફરી ઉડાન માટે મંજૂરી ના આપી શકાય. આ ફલાઈટમાં 100 થી વધુ મુસાફરો હતા. ફ્લાઈટના કારણે મુસાફરોને પણ હેરાન થવાનો વારો આવ્યો હતો. હાલ આ મુસાફરો માટે ખાવા -પીવાની પણ સુવિધા આપવામાં આવી છે.