ધોલપુર:સામાન્ય લોકોની સવારી એટલે ટ્રેન. અવાર-નવાર બોમ્બને લઇને અફવાઓ ફેલાવામાં આવે છે. જોકે દરેક વખતે અફવાઓ હોતી નથી. ધોલપુર સ્થાનિક પ્રશાસન અને રેલવે પ્રશાસને માહિતી મળી હતી કે ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ છે. જે બાદ પોલીસ અને રેલવે પ્રશાસને સતત તપાસ કરી હતી. જેમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવી સઘન તપાસ કરવામાં આવી હતી.
અટકાયત કરવામાં આવી:પોલીસે તપાસ કરી પરંતુ કોઇ બોમ્બ મળી આવ્યો ન હતો. જેના કારણે પોલીસને જેનો ફોન આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન બોમ્બ વિશે ખોટી માહિતી આપનાર યુવક અને તેના અન્ય ત્રણ સાથીઓની ટ્રેનની બોગીમાંથી અટકાયત કરવામાં આવી હતી. લગભગ સાડા ત્રણ કલાકની શોધખોળ બાદ ટ્રેનને ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.લોકોને ત્રણ કલાકથી પણ વધુ સમય માટે હેરાન થવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો Earthquake in turkey: તુર્કીમાં ફરી બે મોટા આંચકા અનુભવાયા, 3ના મોત, 213 ઈજાગ્રસ્ત