નવી દિલ્હી : મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ (Bomb Rumors On Moscow To Delhi flight) હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. ફ્લાઇટ સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પછી તમામપ્રવાસીઓને સલામત રીતે ઉતારવામાં (Passengers landed safely at IGI Airport) આવ્યા હતા. આ પછી ફ્લાઈટની તપાસ કરવામાં આવી હતી.
મોસ્કોથી દિલ્હી ફ્લાઇટમાં બોમ્બની અફવા, પ્રવાસીઓને સુરક્ષિત રીતે IGI એરપોર્ટ પર ઉતર્યા
મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ (Bomb Rumors On Moscow To Delhi flight) હોવાની માહિતી મળતાં ગભરાટ ફેલાયો હતો. ફ્લાઇટ સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પછી તમામ પ્રવાસીઓને સલામત રીતે ઉતારવામાં (Passengers landed safely at IGI Airport) આવ્યા હતા. આ પછી ફ્લાઈટની તપાસ કરવામાં આવી.
ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થતા ખળભળાટ મચ્યો :દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. આ પછી ફ્લાઈટ સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. તમામ પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા. કેસની તપાસ ચાલી રહી છે.
વિમાનને લેન્ડ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી :આ પહેલા ઈરાનથી ચીન જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાના અહેવાલ હતા. આ પછી, પેસેન્જર એરક્રાફ્ટના પાઇલટ્સનો દિલ્હી એટીસી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો અને વિમાનને લેન્ડ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી. જોકે, ભારતીય પક્ષને જયપુર અને ચંદીગઢમાં એરક્રાફ્ટ લેન્ડ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, પરંતુ પાયલટોએ પ્લેનને લેન્ડ કરવાની ના પાડી દીધી હતી. આ પછી પ્લેન લગભગ 45 મિનિટ સુધી ભારતની ઉપર ઉડતું રહ્યું હતું.