ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IIM Ranchi hostel: IIM રાંચીની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો - Crime News Ranchi

રાંચીની IIM હોસ્ટેલમાંથી વિદ્યાર્થીની મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને કારણે સમગ્ર કેમ્પસમાં સનસનાટી મચી ગઈ છે. જ્યારે મેનેજમેન્ટના ચહેરા પર તણાવ જોવા મળી રહ્યો છે. રાંચીના નાગડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી IIM હોસ્ટેલમાંથી શિવમ પાંડે નામના વિદ્યાર્થીની મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

IIM Ranchi hostel: IIM રાંચીની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીની લાશ મળી
IIM Ranchi hostel: IIM રાંચીની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીની લાશ મળી

By

Published : Jan 17, 2023, 4:16 PM IST

રાંચી:નાની વયમાં આત્મહત્યાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. યુવાનો નાની નાની વાતમાં આત્મહત્યા તરફ વળ્યા છે. ત્યારે ફરી એક વાર રાંચીમાં IIM હોસ્ટેલમાંથી વિદ્યાર્થીની મૃતદેહ મળી આવ્યો છે. આ અંગો પોલીસ હાલ તપાસ કરી છે કે આ આત્મહત્યા હતી કે હત્યા. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. યુવાનના પરિવાર પર આભ ફાટ્યું છે.

મૃતદેહ મળી આવ્યોરાજધાનીના નાગડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી IIM હોસ્ટેલમાંથી શિવમ પાંડે નામના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. શિવમનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. પરંતુ તેના બંને હાથ બંધાયેલા હતા. આ મામલાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ મામલાની હત્યા અને આત્મહત્યા બંને મુદ્દા પર તપાસ કરવામાં આવી રહી છે. કેમ કે હોસ્ટેલમાં કોઇ યુવાન આ રીતે મળે તો કોઇ પણ નિર્ણય નક્કી કરી શકાતો નથી.જેથી પોલીસ આ અંગે સતત તપાસ કરી રહી છે. પોલીસ હોસ્ટેલમાં લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો Ajith Kumar Fan Died: એક્ટર અજીતના ફેન ડાન્સ પછી ટેમ્પા પરથી કૂદી પડતા, મોત

કેસમાં તપાસ ચાલુઃ રાંચીના ગ્રામીણ એસપી નૌશાદ આલમે જણાવ્યું કે નાગડી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હોટલના રૂમ નંબર 505ની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. શિવમના બંને હાથ આગળથી બાંધેલા હતા પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તેના હાથ જે દોરડાથી બાંધવામાં આવ્યા હતા તેમાં કોઈ ગાંઠ નહોતી. એવું માનવામાં આવે છે કે શિવમે આત્મહત્યા કરી છે અને તે પહેલા તેણે પોતે જ પોતાના હાથમાં દોરડું વીંટાળ્યું હતું. જોકે, પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવે ત્યાં સુધી તે સમગ્ર મામલાને શંકાસ્પદ ગણી રહી છે.

શું છે સમગ્ર મામલોઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થી શિવમ પાંડેનો મૃતદેહ ઈન્સ્ટિટ્યૂટના નયાસરાઈની હોસ્ટેલ રૂમમાંથી મળી આવ્યો છે. શિવમનો મૃતદેહ તેના રૂમમાં જ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. ઉત્તર પ્રદેશના બનારસમાં રહેતો શિવમ પાંડે હોસ્ટેલના રૂમ નંબર 505માં એકલો રહેતો હતો. જે હાલતમાં શિવમનો મૃતદેહ મળ્યો તે શંકાસ્પદ છે, તેના બંને હાથ આગળથી બાંધેલા હતા. મામલાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને શિવમના મૃતદેહને કબજામાં લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે રિમ્સમાં મોકલી આપ્યો.

આ પણ વાંચો High Profile Suicide Case સિમેન્ટ કંપનીના વાઇસ પ્રેસિડન્ટની આત્મહત્યા, કોવાયામાં ચકચાર મચી

સંબંધીઓ પહોંચ્યા રાંચીઃઆ ઘટનાની જાણકારી મળતા જ શિવમના સંબંધીઓ બનારસથી રાંચી પહોંચી ગયા છે. હાલમાં રિમ્સમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ આગળની કાર્યવાહી કરશે. પરંતુ હાલ તો શિવમના પરિવાર પર આભ તૂંટી પડ્યું હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. આજના સમયમાં દરેકને એક જ દિકરો કે દિકરી હોય છે ત્યારે આવો બનાવ બનવાથી પરિવાર શોકમાં ગરકાવ થઇ જાય છે.

ABOUT THE AUTHOR

...view details