- જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી)ની વચ્ચે વિસ્ફોટ
- હમીરપુરના કમલ વૈદ્ય આ વિસ્ફોટમાં શહીદ થયા હતા
- શહીદના અંતિમ સંસ્કાર લશ્કરી અને રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા
શિમલા: જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી)ની વચ્ચે વિસ્ફોટ થયો હતો. ત્યાર બાદ શહીદ થયેલા હમીરપુરના કમલ વૈદ્યના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. શહીદ કમલ વૈદ્યનો પાર્થિવ દેહ તેમના વતન પહોંચી ગયો છે. શહીદના અંતિમ સંસ્કાર લશ્કરી અને રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
શહીદ કમાલ વૈદ્યનો પાર્થિવ દેહ માદરે વતન પહોંચ્યો આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરઃ સેના અને આતંકી વચ્ચે અથડામણ, વિસ્ફોટમાં 13 લોકો ઘાયલ
શહીદ કમલ વૈદ્ય ભોરંજ પેટા વિભાગના લગમન્વી પંચાયતના ઘુમરવી ગામનો રહેવાસી
પરિવારના સભ્યોને સાંત્વના આપવા માટે, ઘરની મુલાકાત લેતા લોકોનો સતત અવન જાવન ચાલુ છે. ત્યારે શહીદની અંતિમ ઝલક માટે લોકોના ટોળા ઉમટ્યા છે. ત્યારે 27 વર્ષીય કમલ વૈદ્ય ભારતીય સેનાની ડોગરા રેજિમેન્ટમાં તૈનાત હતો. શહીદ કમલ વૈદ્ય ભોરંજ પેટા વિભાગના લગમન્વી પંચાયતના ઘુમરવી ગામનો રહેવાસી હતો.
પૂંછ વિસ્તારના માનકોટ સેક્ટરમાં આર્મીની કાર્યવાહી
પૂંછ વિસ્તારના માનકોટ સેક્ટરમાં આર્મીની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટના કારણે હમીરપુરના કમલ વૈદ્ય ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેમનું માર્ગમાં જ મોત નીપજ્યું હતું. સંપૂર્ણ લશ્કરી અને રાજ્ય સન્માન સાથે શહીદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.