ઉત્તરાખંડ લાન્સ નાઈક ચંદ્રશેખર હર્બોલાના અંતિમ સંસ્કાર (Funeral of Lance Naik Chandrasekhar Herbola) આજે રાણીબાગના ચિત્રશિલા ઘાટ ખાતે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવ્યા હતા. શહીદ લાન્સ નાયક ચંદ્રશેખર હર્બોલાની બન્ને પુત્રીઓ કવિતા અને બબીતાએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો (daughters performed last rites of father). આ દરમિયાન, શહીદના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઘાટ પર હાજર રહ્યા હતા. સેના, પ્રશાસન અને પોલીસના જવાનોએ શહીદને શ્રદ્ધાંજલિ અર્પી હતી (Tribute to Shaheed Jawan). CM ધામી, કેબિનેટ પ્રધાન રેખા આર્ય, ગણેશ જોશી અને વિપક્ષના નેતા યશપાલ આર્ય પણ શહીદના પરિવારજનોને મળ્યા હતા.
CM ધામી પણ રહ્યા ઉપસ્થિત ઉલ્લેખનીય છે કે, આજે આર્મી જવાન લાન્સ નાઈક ચંદ્રશેખર હર્બોલાના પાર્થિવ દેહને હલ્દવાનીમાં આર્મી હેલિપેડ પર લાવવામાં આવ્યો હતો. અહીંથી પાર્થિવ દેહને તેમના સરસ્વતી વિહાર કોલોની સ્થિત નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન, સ્થાનિક લોકોથી લઈને VIPઓએ શહીદને યાદ કરીને તેમને નમન કર્યા હતા. CM ધામી પણ શહીદના ઘરે દર્શન માટે પહોંચ્યા હતા. CM ધામીએ લાન્સ નાઈક ચંદ્રશેખર હર્બોલાના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પાઠવી હતી.
હર્બોલાની યાદોને લશ્કરી ધામમાં સ્થાન આ દરમિયાન CM ધામીએ કહ્યું કે, શહીદ ચંદ્રશેખર હર્બોલાના બલિદાનને યાદ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે, તેમનું બલિદાન આવનારી પેઢીઓ માટે બોધપાઠ છે. ચંદ્રશેખર હર્બોલા એક પરિવારના નથી, તે આખા દેશના છે. તેમણે કહ્યું કે, તેમની યાદોને લશ્કરી ધામમાં પણ રાખવામાં આવશે. તેમના નામે શાળા, રોડ અને સ્મારકની માંગના પ્રશ્ન પર બોલતા CM ધામીએ કહ્યું કે, પરિવારની લાગણીને માન આપીને તેમની માંગણીઓ પર ચોક્કસપણે વિચાર કરવામાં આવશે. આ દરમિયાન, મુખ્યપ્રધાન સાથે કેબિનેટ પ્રધાન રેખા આર્ય, ગણેશ જોશી અને વિપક્ષના નેતા યશપાલ આર્ય પણ હાજર હતા.