- પૂર્વ દિલ્હીના કલ્યાણપુર વિસ્તારમાંથી બાળકીનું થયું હતું અપહરણ
- બાળકીની હત્યા પહેલા તેની સાથે ખોટું કામ થયું હોવાની પરિવારજનોને શંકા
- પોલીસે આરોપી જોની ઉર્ફે શિવા, નરેશ, કૈલાશ અને વરૂણની ધરપકડ કરી
નવી દિલ્હીઃ પૂર્વ દિલ્હીના કલ્યાણપુર વિસ્તારથી 9 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. ત્યારબાદ આ બાળકીની હત્યા કરવામાં આવી હતી. જોકે, બાળકીનો મૃતદેહ ઉત્તરપ્રદેશના મુરાદનગરમાંથી મળ્યો હતો. પોલીસે આ મામલામાં બાળકીના પાડોશમાં રહેતા શખ્સ અને તેના ત્રણ સાથીની પણ ધરપકડ કરી છે. ડીસીપી દીપક જાદવે જણાવ્યું કે, આરોપીઓની ઓળખ થઈ છે. આરોપીઓના નામ જોની ઉર્ફ શિવા, નરેશ, કૈલાસ અને વરૂણ છે.
ખંડણી માગવા માટે આરોપીઓએ બાળકીનું અપહરણ કર્યું હતું